________________
આનંદ-સુધાસિંધુ
(૧૪૦)
સુધાર્બિ ૧લું. કરતાં કેવળ એવા ઈશ્વર માનનારા માટે ભાવદયાની લાગણી જ ઉત્પન્ન થાય છે એટલું જ નહિ પણ બહુ બારીક દષ્ટિથી તપાસતાં તે એ ઈશ્વરમાંથી ઈશ્વરપણનેજ નાશ થઈ જાય છે. એટલે પિલી “હવેલી લેતાં ગુજરાત ઈ”ની કહેવત જેવું પરિણામ આવે છે !
જરા આ વસ્તુ વધુ સ્પષ્ટતાથી સમજીએ-જે લેકે ઈશ્વરને કર્તા તરીકે માને છે તેઓનું કહેવું છે કે –કર્મ કરવા એ જીવની પિતાની મરજીની વાત છે. એ પિતાના મનમાં આવે તેવા પ્રકારના કર્મો કરે. સારાય કરે અને પેટાય કરે, પણ એ કર્મને અનુકૂળ ફળ મેળવવા માટે જીવ સ્વતંત્ર નથી. એ કર્મોનું ફળ એ પિતાની મરજીમાં આવે તેમ નથી મેળવી શકતો, પણ એ કર્મને અનુકૂળ ફળ આપનાર કંઈ જુદીજ વ્યક્તિ હોય છે. જેમ ચારી કે ખુન કરનાર માણસ પિતાના અપકૃત્યનું ફળ પોતાની મેળેજ નથી મેળવે તે પણ ન્યાયમંદિરમાંથી ન્યાયાધીશ એ માણસના કર્મને અનુકૂળ ફળ આપે છે. તેવી જ રીતે અહિં-કર્મ અને તેના ફળની બાબતમાંપણ એ પ્રમાણે જ વ્યવસ્થા છે. એટલે કે-કર્મ માણસપ્રાણી-કરે છે અને તેનું ગ્ય ફળ ઈશ્વર આપે છે. ગુન્હેગારને સજા કરવા માટે કાયમ કરવામાં આવેલ ન્યાયાધીશોની માફક કર્મનું ફળ આપનાર તરીકે ઈશ્વરને ન માનવામાં આવે તે સંસારની વ્યવસ્થામાં બહુજ અસમંજસતા ઉભી થાય! વળી ફળ આપવાની બાબતમાં પણ ઈશ્વરની પોતાની ઈચ્છા જેવું પણ ખાસ કંઈ નથી હોતું. ખરી રીતે વિચાર કરતાં તે જેવું પ્રાણુનું કર્મ હોય છે તેવું જ ઈશ્વર તેને ફળ આપે છે. એમાં ઈશ્વરને પોતાને મનગમતું કહ્યું હતું જ નથી. જ્યારે એ ઈશ્વર કરેલા કર્મ પ્રમાણે કળ આપે છે તો સંસારની વ્યવસ્થા જાળવતા ન્યાયાધીશની માફક એને કર્મના ફળ આપનાર તરીકે સ્વીકારવામાં પણ કશી અડચણ ન જ હોય! કરેલા કર્મ જે કઈને ઉધાર આપેલી થાપણ જેવી વસ્તુ છે. ગમે ત્યારે પણ એ થાપણ પાછી મળે જ છે, અને એમાં કશે પણ વધારે ઘટાડે પણ નથી થતું. એટલાજ માટે ઈશ્વરને કર્તા તરીકે માનવામાં કશી હરકત નથી આવતી. હવે જરા અને જવાબ સાંભળ-સૌથી પહેલાં એ વાત સમજી જઈએ કે-ઈશ્વર સંબંધી કઈ પણ પ્રકારને વિચાર એ એક આધ્યાત્મિક વિચાર છે. નહિ કે ભૌતિક. એટલે જ્યારે જ્યારે ઈશ્વર સંબંધી કોઈ પણ પ્રકારનો વિચાર કરવામાં આવે ત્યારે એ ભૌતિક વિચારણને સદંતર વેગળી રાખીને કેવળ આધ્યાત્મિક દષ્ટિબિંદુથી જ એ વિચાર ચલાવવું જોઈએ. જે ભૌતિક દષ્ટાંત અને દલીલ ઉપર આધ્યાત્મિક સવાલેને નિર્ણય કરવામાં આવે તો તે કઈ પણ આધ્યાત્મિક સિદ્ધાંત પિતાની મૌલિકતા સિદ્ધ કરી શકે કે કેમ-અને પિતાનું અસ્તિત્વ કાયમ રાખી શકે કે કેમ-એ શંકાભર્યું છે. એટલે ચેરીના ગુન્હા અને કોર્ટ, કચેરીના દષ્ટાંતથી ઈશ્વરને ફળ આપનાર માન એ સાવ ભૂલભરેલું છે. આપણા સંસાર વ્યવહારમાં એવા પણ કેટલાય કાર્યો છે કે જેનું ફળ આપણને-દલાલ તરીકેની કોઈ પણ ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિ વગરજ-સીધે સીધું મળી જાય છે. દાખલા તરીકે સળગતી આગ. તમે ભૂલથી એ અંગારા ઉપર પગ મૂકો અને તરત જ તમને એનું ફળ મળી જવાનું. તમે ભૂલથી વીજળીના ખુલ્લા તારને હાથ લગાવો કે તરતજ તમારા શરીરમાં આચકે લાગવાને જ! એટલે આવા પરસ્પર વિરોધી સિદ્ધાંતનું પિષણ કરી શકે એવા દ્રષ્ટાંતેનો દુનીયામાં તે નથી, પણ કેવળ બાહ્ય દાતે ઉપરજ જે કેઇ સિદ્ધાંત કાયમ કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com