________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨૨)
સુધાબંદુ ૧ લું. નીડરતા મેળવનારને સંસારમાં કેઈને ડર હેતે નથી ! એ નીડરતા એટલે આત્મદર્શનનું પ્રથમ સે પાન !
શાને સૂર. હવે તમે સમજી શકશો કે એ ચક્રવતી કરતાં એ સાધારણ શેઠને પુત્ર
વધારે ભાગ્યશાળી હતા, એ બાહ્ય રીતે સુંદર દેખાતા ચક્રવતીપણું પાછળ અનેક યાતનાઓ છુપાયેલી છે ! એ યાતનાઓ સહન કરવી પડે ત્યારે ખાધેલું એકવા જેવું દર્દ થાય! શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં એક વાકય આવે છે કે “ ના મામા ના સમગ્ર માનવ જાતમાં રાજાને દરજજો સૌથી છેલ્લે છે! કેવું વિચિત્ર? આ સંસારવ્યવહારમાં તો તમને રાજા જેવો કોઈ રસુખી માણસ નથી દેખાતે; એના જેટલે માનમર્તા બો કેઈને નથી સચવાતે; એના જેટલા વૈભવ-વિલાસ અને અમનચમન ઉડાવવા કોઈને નથી મળતા; એના જેટલી સત્તા કોઈની પાસે નથી. આ બધું છતાં શાસ્ત્રકારો એના માટે આવો અભિપ્રાય કેમ આપતા હશે? એકજ દષ્ટિએ કે એ બધી આકર્ષક દેખાની સુંદરતાની પાછળ પાપને પુંજ એકઠું કરવાની મલિન શક્તિ રહેલી છે. તો પછી એવા રાજાપણને શાસ્ત્રકારે કઈ રીતે વખાણે? ટૂંકમાં વાત એ છે કે તમે પૈસાદાર છે કે ગરીબ હે, શાસ્ત્રને એ જાણવાની જરૂર નથી, તમે રાજા હે કે મહારાજ હે, શાસ્ત્રને મન એ મહત્વ વગરનું છે! તમે ચક્રવતી હો કે બલદેવ-વાસુદેવ શાસ્ત્રને એની સાથે કશી નીસ્બત નથી ! તમે આનંદવિલાસમાં ડુખ્યા રહેતા હો કે સાધારણ જીવન ગાળતા હે, શાસ્ત્રને એની ફીકર નથી ! તમે પૈસાદાર હશો તે તો અને ગરીબ હશે તે ડુબશો એ મલિન પક્ષપાત શાસ્ત્રમાં કયાંય નથી: તમે હે તે હે ગમે તે હેઃ શાસ્ત્રને એ સાથે કંઈ સંબંધ નથી. એ તે એક જ વસ્તુ કહે છે કે તમે ગમે તેવા હે, ગમે ત્યાં છે, ગમે તેવી પરિસ્થિતિમાં છે. તમારે સદાય કાળ ધર્મકરણ કરતા રહેવું. આ સંસારની જાળને એક પ્રકારની ઇંદ્રજાળ સમજીને એનાથી બચતા રહેવું ! સંસારમાં પડશો તે ફસશ, ધમ કરશે તે તરશે ! આ બધાય શાસ્ત્રનો સાર છે. બધાય શાસ્ત્રોને બોધપાઠ છે અને બધાય શાસ્ત્રોને સૂર છે. એ સૂર સાંભળશે તે ભાગ્યશાળી થશે ! અને સાંભળીને એ પ્રમાણે આચશે તે મહાભાગ્યશાળી થશે ! શાસ્ત્રાના સૂરને આ પ્રભાવ છે !! એ પવિત્ર સૂરને ઝીલો અને તમારૂં ક૯યાણ સાઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com