________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨૭)
સુધાબંદુ ૧ લું. આધીન (થાય) છે એ અર્થ કરવાથી દરેક પ્રકારના દેષનું નિરાકરણ થઈ જાય છે, કારણ કે સંસારના છ બધાય કર્મના નચાવ્યાજ નાચે છે એ વાતને કેનાથી ઈન્કાર થઈ શકે એમ છે? અસ્તુ પ્રવૃત્તિનું ફળ! ભવ શબ્દની આટલી વિસ્તૃત છતાં આવશ્યકીય વિવેચના કર્યા પછી હવે તમે એને
અર્થ બરાબર સમજી ગયા હશે પણ મહાનુભાવો ! આમ છતાંય અને તમે બધા ડગલેને પગલે “ભવ” શબ્દનો શાબ્દિક ઉપયોગ કરવાને ટેવાઈ ગયા છે છતાંય જ્યાં સુધી એ શબ્દની અંદર રહેલે ગભીર ભાવ તમારા હૃદયના ઊંડાણમાં ગડમથલ મચાવી ન મૂકે ત્યાં સુધી તમારે સમજી રાખવું કે એ શબ્દ બરાબર સમજ્યા નથી, પણ પેલા પઢાવેલ પિપટના રામરામની માફક માત્ર એ શબ્દને ઉગારજ કરી જાણે છે. જે માણસ “ભવ” નું ખરૂં રહસ્ય સમજ હોય તેની પ્રવૃત્તિઓ કેવી હોવી જોઈએ એને જરા વિચાર કરો ! વાઘ આવ્યા વગર માત્ર ખોટી “વાઘ આવ્યો રે વાઘ આવે” એવી બૂમે માવાથી વાઘના સાચા ભયનું ભાન નથી થતું, પણ જ્યારે નજરો નજર વાઘને નિહાળે ત્યારે જ ખબર પડે છે કે એ કે મહાભય છે. ભવ પણ એક પ્રકારનો વાઘજ છે. અરે એ વાઘ કરતાંય વધારે ભયંકર છે, પણ જ્યાં સુધી એના સાચા ભાવનું તમને ભાન ન થાય ત્યાં સુધી તમે તેને સાચે ભય નહિ સમજ. વાના એટલું જ નહિ પણ પેલા, વાઘ જોયા વગરજ વાઘ આવ્યાની બૂમ પાડીને એને આનંદના સાધન તરીકે ઉપયોગ કરનારની માફક અનેક બાબતોમાં ભવને તમે તમારી અવળી પ્રવૃત્તિઓની અંદર બચાવના સાધન તરીકે ઉપયોગ કરવાના ! છ બાર મહિનાનું કે બે ત્રણ વરસ હોય તેને બાળક કહેવામાં આવે છે, અને એની કે ઈ પણ ભૂલ તરફ આંખ મિંચામણું કરીને એને માફ કરવામાં આવે છે. હવે કોઈ મોટો માણસ પણ પોતાને ગુન્હા જતો કરવા માટે બાળક હોવાને ટૅગ કરે છે અને એ બાળકપણાના બહાના નીચે પિતાના ગુન્હાઓ છુપાવવા માગે છે, એ જ પ્રમાણે આપણે પણ ભવ, સંસાર અને એવા બધા શબના ટવાની બારી તરીકે ઉપયોગ કરીએ છીએ. કોઈ ગૃહસ્થને એની અમુક પ્રકારની ખાટી પ્રવૃત્તિ માટે કંઈ પૂછવામાં આવે તે એ કહેશે કે અમે સંસારી છીએ. કેવું વિચિત્ર? શું સંસારી થયા એટલે બારે દરવાજા મોકળા થયા? મહાનુભાવે જે વસ્તુને પોતાના ભલા માટે ઉપયોગ કરવાનું છે એનેજ ઉપગ આ પ્રમાણે પાપનું પિષણ કરવામાં આવે છે એ કેટલી શેકની વાત છે! ખરી વાત એ છે કે-એ ભવનું રહસ્ય સમજીને પિતાના આત્માનું જેમાં વધુ હિત થાય એવી પ્રવૃત્તિ આદ૨વી ઘટે! બાકી શુષ્ક પ્રવૃત્તિમાર્ગ તો એ જ છે કે જે ગમે તે બહાના નીચે પિતાની અવળી પ્રવૃત્તિને પિષવા ચાહે છે, પણ એ ધ્યાન રાખવું જોઈએ કે કમરાજની દુનિયામાં કેઈપણ છુપી કે ખુલ્લી પ્રવૃત્તિનું ફળ મળે છે. એટલા માટે એવી અવળી પ્રવૃત્તિ છોડીને સારામાં પ્રવૃત્ત થવું જોઈએ ! બેટે બચાવ! મહાનુભાવે તમે બધા જાણે છે કે આ દુનિયાનો પ્રવાહ અનુકરણશીલ
છે. અમુક વસ્તુ પિતાની સ્થલ દષ્ટિથી નીહાળેઃ એ પ્રવૃત્તિમાં પિતાના અમુક પ્રકારના સ્વાર્થોનું, પિતાની અમુક પ્રકારની વાસનાઓનું પિષણ થતું જુએ અને પછી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com