________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫)
સુધાબિંદુ ૧ લું. અર્થ બરાબર સમજવા માટે અમુક પ્રકારના શબ્દો અધ્યહાર માનવા જ પડે છે. એટલા માટે ભવ શબ્દનો પણ બરાબર અર્થ સમજવા માટે અમુક અનિવાર્ય શબ્દને અધ્યહાર માનીને તેને ઉપયોગ કરવામાં કશી હરકત જેવું નથી ! એટલે ભવ શબ્દનો ઉપર કર્યો તે પ્રમાણે-જેમાં પ્રાણીઓ કર્માધીન બને તેનું નામ ભવ. એ અર્થ બરાબર અને સંગત છે !
એનું વિષેશ સ્પષ્ટીકરણ. મહાનુભાવો! ઉપર તમે સાંભળી ગયા તે મવરિત વિસ
વર્તિનઃ પાળિઃ ગમિન ફરિ મા વ્યાખ્યામાં એટલા બધા પદોની શી જરૂરત છે તે જરા સમજે. સૂત્રોની વ્યાખ્યા કરતાં કે કોઈપણ શબ્દની વ્યુત્પત્તિ કરતી વખતે કોઈપણ શબ્દ નિરર્થક વધારે ન આપવો એવું સિદ્ધાંતકારોનું કથન છે. એટલા મારે એમાં જે કંઈ પણ લખાય એટલે કે અણહાર તરીકે માની લેવાય તે બધું અનિવાર્ય જ હોવું જોઈએ. નહિ તે તે ઉપર કહી ગયા તે પ્રમાણે અધ્યહાર માનીને વધારવાના પદનો કઈ પણ મર્યાદાજ ન રહે! અને એમ થાય તે પછી એ સૂત્ર કે શબ્દને પણ અમુક ઉદિષ્ટ અને મર્યાદિત અર્થ પણ ન રહી શકે ! હવે એ વાત અહિં મ શબ્દની વ્યુત્પત્તિમાં વિચારીએ. સૌથી પહેલાં આપણે એ વિચારીએ કે-ઉપરના વાકયમાંથી “નાગિનએ પદ કાઢી નાખીએ તે શું હરકત ઉભી થાય? તમે બધાય એ વાત સારી રીતે જાણે છે કે દરેક ક્રિયાપદને કોઈપણ કર્તા હોવો જ જોઈએ, અને કોઈપણ વાક્ય કર્તાના ઉલ્લેખ વગર સંપૂર્ણ નથી થઈ શકતું, અને સાથે સાથે એ પણ જાણો છો કે કેઇપણ ક્રિયાપદના કર્તા તરીકે નામ ચા સર્વનામનેજ ઉપયોગ કરવાનું હોય છે. એ સિવાયના બીજા શબ્દ કર્તા તરીકે નથી વાપરી શકતા. હવે - અહિં ઉપરના વાક્યમાં મવતિ એ ક્રિયાપદ છે એટલે એને પણ કોઈ કર્તા હેજ જોઈએ ! એજ પદમાં વેરાવર્તનઃ એ શબ્દ છે, પણ એ તો વિશેષણ છે, એટલા માટે એ કર્તા તરીકેનું કામ ન કરી શકે. ત્યારે હવે એ વાક્યમાં બીજું પાન પદજ એવું છે કે કર્તા તરીકે મૂકી શકાય, અને એ કર્તાની જગ્યા પૂરવા માટે જ એનો ઉપરના વાક્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અસ્તુ. ત્યારે હવે નવરાપ્તિના એ શબ્દ ન આપવામાં આવે તે શું હરકત? કર્તા તરીકે કાળાના અને ક્રિયાપદ્ય તરીકે મવતિ એ બે પદ ઉપગ કરવાથી વાય પૂર્ણ થઈ શકે એમ છે તે પછી એ શર્તન એવું ત્રીજું પદ નિરર્થક શા માટે આપવામાં આવ્યું છે? મહાનુભાવે જરા શાંત ચિત્તે વિચાર કરો ! અને એ બધાના ગુણદોષનો બરાબર વિચાર કરીને પછી કેઈપણ નિર્ણય કરો! જુઓ અલબત ઉપર કહ્યું તે પ્રમાણે કર્તા અને ક્રિયાપદથી વાક્ય બને છે ખરૂં છતાં એ વાત કદી પણ ભૂલવી ન જોઈએ કે કઈ પણ વાક્યની રચના કેવળ વાકય બનાવવાના હેતુથી કરવામાં નથી આવતી પરંતુ એ વાકય પિતાને ઈષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે જ બનાવવામાં આવે છે. અગર વાક્ય બનાવવા છતાં પોતાના ઈષ્ટ વકતવ્યની સિદ્ધિ ન થતી હોય તે તે એ વાકય બનાવવુંજ નકામું છે. એટલા માટે એક વાકય બનાવવામાં કેવળ કર્તા, ક્રિયાપદ કે કર્મ થી જ કામ નથી સરતું પણ પિતાને કહેવાનો આશય બરાબર સાફ તરી આવે એટલા શબ્દો તે વાપરવા જ પડે છે, અને વળી જે વાકય બનાવવાથી કે બોલવાથી પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com