________________
આનંદ-સુધાસિંધુ
(૧૩૧)
સુધાબિંદુ ૧ ૦ મિથ્યાદષ્ટિ કર્મની ગુલામીમાંજ પડે રહે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવના દષ્ટાંતથી આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાશે -વાસુદેવ શરૂઆતમાં તે પ્રતિવાસુદેવને આધીન હોય છે, પણ એ પરાધીનતામાં પણ વાસુદેવનું લક્ષ્ય તે એકજ હોય છે કે–વખત આવ્યે પિતાનું પરાક્રમ ફોરવીને પ્રતિવાસુદેવને ઉખાડી નાખ, અને છેવટે વાસુદેવ પિતાની ઈચ્છા સિદ્ધ કરે જ છે ! એજ પ્રમાણે સાચી દષ્ટિવાળે માણસ કર્માધીન હોવા છતાં કર્મ નાશ કરવાનેજ વિચાર કરે! અને પિતાને મોક્ષ ન મળે ત્યાં લગી એ ભાવનાને જ જાપ જગ્યા કરે ! વાસુદેવને જેમ પોતાના વાસુદેવપણાનું ભાન થાય ત્યારથી તે સમજણો થયે કહેવાય અને ત્યારથી તે પ્રતિવાસુદેવના નાશને જ વિચાર કરે તે પ્રમાણે આ જીવને જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ત્યારથી તે સમજણે થયે કહેવાય. ત્યાર પછી બાળકપણાને બચાવ કામ ન લાગે, અને ત્યારથી જ એણે કમ રાજાને રાજ્યનો વંસ કરવાનું ધ્યાનમાં રાખીને પોતાની પ્રવૃત્તિઓને એ-સાથે-માર્ગેજ દોરે.
પંચમહાવ્રતઃ દીક્ષા. ઉપર જે પ્રમાણે ભવની વ્યાખ્યા-વ્યુત્પત્તિ કરી અને તેનું વિવેચન
કર્યું તેવું જ વિવેચન “સંસાર” નું પણ થાય છે. એટલે “ભાવ” અને “સંસાર” એ આટલા અંશે એકજ અર્થને બતાવે છે. આમ હોવા છતાં સાધુઓ સંસારી કહેવામાં આવે છે તે તે વાત તે શા માટે સહન નથી કરી શકતા? શું તેઓ આ સંસારસાગરના એક ભાગરૂ૫ મનુષ્યગતિમાં નથી? અને છે તે પછી એને સંસારી કહેવામાં હરક્ત શી? અલબત એક દષ્ટિએ જોતાં સાધુઓ પણ મનુષ્યગતિનો અનુભવ કરવાના કારણે સંસારી ખરા! છતાં તેમની આંતરિક ભાવનાઓની દષ્ટિએ તેઓ સંસારી નજ ગણાય! કારણ કે-સંસા૨માં રહેવા છતાં, સંસારની કેટલીક ખાવાપીવાની અનિવાર્ય પ્રવૃત્તિઓ કરવા છતાં એક સાધુ સાચા સાધુનું હૃદય કદાપિ એ વાતમાં કે કર્મરાજાની ગુલામી ચાલુ રહે એવી નીચ ઈચ્છામાં પરોવાયેલું નથી રહેતું! એ બધામાં પડવા છતાં એનું હૃદય જળકમળની માફક અલિપ્ત રહેવું જોઈએ! એને હંમેશાં પિતાના આત્માની મુકિતને ખ્યાલ રહેવું જોઈએ! સદાય એનું હૈયું કર્મની ગુલામીના ડંખથી છેદાતું હોવું જોઈએ! અને આ પ્રમાણે જે હોય તે જ સાચે સાધુ, સાચા આત્માને સાધક, સાચે વૈરાગી! અને આટલા જ માટે સાધુ સંસારમાં રહેવા છતાં કર્મરાજાના હથિયાર રૂપ જે પ્રવૃત્તિઓ હોય છે તેને ફેંકી દે છે, અને એક હથિયાર વગરના રાજામાં કેટલું બળ હોય શકે એ કલ્પના કરવી કંઇ કઠિન નથી. હથિયાર ગયા એટલે બળ ગયું અને બળ ગયું એટલે પોતે બકરા જેવો રાંક બની જવાને. મહાનુભાવો યાદ રાખે કે-જ્યાં સુધી આ કર્મરાજાના હથિયારને તમે નાશ નથી કર્યો ત્યાં સુધી કર્મને નાશ થે અશકય છે. હથિયારોથી સુસજિજત થયેલા વૈદ્ધાને કેદ કરવાનું બહુજ કપરૂ છે. એટલે સૌથી પહેલાં એના હથિયાર મૂકાવી દેવા જોઈએ ! હથિયાર લઈ લીધા એટલે કદાચ અસ્તિત્વ રૂપે હૈયાત રહે છતાં એટલું બધું બળ નજ દેખાડી શકે ! ભલા એ કર્મરાજાના મૂળ હથિયાર ક્યાં કે જેને ફેંકી દેવાથી સાધુઓ સંસારમાં હોવા છતાં સંસારી નથી કહેવાતા ! એ અઢાર પાપસ્થાનકમાંના પહેલાંના પાંચ એ કર્મરાજાના મુખ્ય હથિયાર છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ. એ પાંચના કારણે જ જીવ અનેક પ્રકારના કર્મોનું ઉપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com