________________
ખાનદ-સુધાસિંધુ.
( ૧૨૯) સુધાબિંદુ ૧ લું. અખુટ શક્તિ-કયાંય પલાયન કરી જાય છે અને એ આત્મા કસાઈખાનાના રાંક અકરાની માફક કર્મ રાજાના ચાબુક, નીચી ગરદને, પેાતાના શરીર ઉપર સહન કરી યે છે. ક મૂર્ખ રાખે તા મૂખ બને છે! કર્મ જન્મ આપે તેા જન્મ લ્યે છે ! ક મરણુ આપે તે મરે છે. ક એસાડે તેા બેસે છે અને ઉઠાડે તેા ઉઠે છે! ટૂંકમાં કહીએ તે આ સ'સારી દશામાં, એ પરમ જ્ઞાન-દર્શીત અને વીર્યવાન્ આત્મા પેાતાનુ રાજતત્વ ભૂલી જાય છે અને પેાતાના સ્વામી તરીકે ક ના સ્વીકાર કરીને એના કહેવા પ્રમાણેજ નાચે છે ! કહેા મહાનુભાવા ! હવે સિંહે શિયાળના હાથે માર ખાધા એ કલ્પના શા માટે ખાટી ગણાય ? સ'સારની આ વિચિત્રતા છે-લીલા છે ! સંસાર છે ત્યાં સુધી આ આત્મારૂપી સિંહું કરૂપી શિયાળના હાથે માર ખાવાનાજ ખાવાના !
એ પવિત્ર લાગણીઓ !
મહાનુભાવે ! સિંહ જેવા સમર્થ પ્રાણીને શિયાળ જેવા નમાલા પ્રાણીના હાથે માર ખાતા જોઇને તમને જરૂર સિંહની ક’ગાળ હાલત ઉપર દયા ઉત્પન્ન થાય! એજ પ્રમાણે જો આ સસારનું અને સ`સારની અસારતાનું રહસ્ય સમજનારા અને આત્માની અનંત શક્તિઓના સાક્ષાત્કાર કરનારા એ પરમ જ્ઞાનવાન શાસ્ત્રકારોને, તમને કના ગુલામ થયેલા અને અનેક પ્રકારની પ્રવૃત્તિએમાં રાચેલા જોઇને, તમારા ઉપર દયાભાવ ઉત્પન્ન થાય તે તેમાં શુ નવાઈ ભર્યુ છે? આજકાલ કેટલાક ઉતાવળી પ્રકૃતિના માણસાના દિલમાં એ સવાલ ઘર કરી ગયા છે કે—એ શાસ્ત્રકારાને, એ તીર્થંકરાને કે એ પરમ જ્ઞાનવાન મહાપુરુષાને સંસારના બીજા પ્રાણીઓની આટલી બધી “પારકી પંચાત કરવાની શી જરૂર? પણ એ બધાય ઉતાવળીયાએ સમજી છે કે—નબળા થયેલા ઉપર કે નબળા બનીને પારકાના હાથે નિરર્થંક માર ખાતા ઉપર દયાભાવની લાગણીઓ સહૃદય માણુસાને માટે એક સહુજ વસ્તુ છે. તમે બધાય જાણેા છે કે--લાગણીઓના પ્રવાહ એ એક પ્રકારના સ્વયંભૂ પ્રવાહ છે !!! કોઈપણ દિવસે લાગણી—જેને આપણે સાચી લાગણી કહી શકીએ તે-પરાણે ઉત્પન્ન કરી શકાતી નથી કે થતી લાગણીઓના પ્રવાહને રોકી શકાતા નથી. એ તે કાઇ ગિરિક ંદરાઓના ઢાળબંધ માળેથી ધસારાબંધ વહેતી સરિતાની માફક અદમ્ય અને સ્વેચ્છાચારી છે, તેા પછી એ પરમજ્ઞાનવાન્ તારો આપણા જેવા પામરા ઉપર દયા હૃદય થાય અને આપણને કુવામાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે એ સાવ સ્વાભાવિક છે અને સાથે સાથે એટલું જ જરૂરી છે! એક બીજી દૃષ્ટાંત જીએઃ-એક કરાડાધિપતિ! એની સમૃદ્ધિના કોઇ પાર નહિ; એનાં વૈભવ, વિલાસના સાધનાની સીમા નહિ: એના ધનધાન્યના ભંડારા ભરપૂર ! આવા માણસ પાતાની છતી બધી સ`પત્તિને ગમે તે કારણસર યા લેાલવશ થઇને તાળામાં મધ કરી રાખે અને પેાતાના આ એક વેતના ઉત્તરના ખાડા પુરવા માટે અનેક પ્રકારની ગુલામી કરવા તૈયાર થાય ! છતી સ ́પત્તિએ પાઇ, પૈસા માટે બીજાનાં કડવાં વચના અને તિરસ્કાર સહન કરે: એક કગાળ ભીખારીની માફક ચીંથરેહાલ સ્થિતિમાં લેાકેાના ઘરેઘરે ભટકે! ભલા-એક તરફ પેાતાનીજ માલીકીની અઢળક સોંપત્તિ અને બીજી તરફ પરમલેબના કારણે ભીખારી જેવી હાલતઃ અને આ બન્ને વસ્તુ એકજ માણુસમાં ! ભલા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com