________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨૩)
સુધાબિંદુ ૧ લું. * ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ભવસાગર. 24
% 0000000000cooooooooooocoooo મહાનુભાવો! તીર્થકરો, ગણધરો, ગીતાર્થો અને તે બધાના અક્ષરદેહરૂપે અમર બનેલા શાસ્ત્રો-એ બધાય તરવા ઉપાય બતાવે છે. અરે ! એ તરવાના ઉપાય બતાવવામાંજ એ સૌની મહત્તા એવં સાર્થકતા રહેલી છે. એ એક સાવ સામાન્ય બુદ્ધિમાં ઉતરી શકે એવી બીના છે કે-એક માણસ તરવાના ઉપાય બતાવતો હોય તે તરતાં શિખાય યા ન શિખાય; એ ઉપાચેને અમલ કરીને લાભ ઉઠાવી શકાય યા ન પણ ઉઠાવી શકાય; તરવાનું બની શકે યા ન બની શકે. છતાં એ તરવાના ઉપાયોના પ્રતિપાદન અને દર્શનથી એટલે તે જરૂર સિદ્ધ થાય છે કે સંસારમાં કઈ પણ વસ્તુ એવી તે અવશ્ય હશે જ કે જે તરવા લાયક હોય અને જેને તરવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં જે તરવાની કળા ન આવડતી હોય તે ડૂબી મરવાને કમનસીબ બનાવ પણ વખતે બની જાય ! તે પછી ધર્મશાસ્ત્રો-અને શાસ્ત્રકારે જે તરવાના ઉપાયો સૂચવવામાંજ પોતાની કૃતકૃત્યતા માનતા હોય તે તેમની-શાસ્ત્રોની-દુનિયામાં પણ કોઈ નદી, નાળા કે સમુદ્ર જેવી ચીજ હેવી જ જોઈએ ! કે જે તરવા માટે એમણે ઉપાયો બતાવ્યા છે !
લા આ સમુદ્ર ક ? મહાનુભાવે ! એ સમુદ્ર તે સંસાર સમુદ્ર જેને આપણે બધા ભવસાગર કહીએ છીએ તે જ ! ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ આ સંબંધી ઉપદેશ કરતાં શ્રી જ્ઞાનસાર પ્રકરણમાં જણાવી ગયા છે કે –ભવ કઈ વસ્તુનું નામ છે. એનું સ્વરૂપ શું છે. એ ભવ ઉલ્લંઘન થયો કયારે ગણાય: એને ઉલ્લંઘન કરતી વખતે માનવીનું મન કેવા વિચારોના પરિણામોમાં સ્થિર હોય: કેવી કેવી નબળી ભાવનાઓથી મન વેગળું રહે અને કેવા કેવા રૂપ બદલ્યા બાદ કાર્યમાં સફળતા મળે ! અગર એ ભવરૂપી સમુદ્રનું અસ્તિત્વ મટી જાય તે એને તરવા વિગેરેના ઉપાય શોધવાની ઉપાધિ પણ ન રહે! પણ એનું અસ્તિત્વ મટવાની કલ્પના એ કલ્પના જ રહેવાની ! એ કલ્પના કદી પણ મૂર્ત સ્વરૂપ નહિજ ગ્રહણ કરે ! અને એટલાજ માટે ધર્મકરણ રૂપે એના ઉપાયની પણ એટલી જ આવશ્યકતા રહેવાની ! એ સંસાર-સમુદ્રની ગહનતા માટે એટલું જ કહેવું બસ થશે કે છે ભવસાગરની ગહનતા, ગંભીરતા અને વિકટતા આગળ જેને આપણે સીમા વગરને સાગર કહીએ છીએ તે તે ગાગર સરખે બની જાય છે !!! ભવ એટલે શું? ભલા, જે ભવનો દરેક શાસ્ત્રોમાં આટલે બધો ઉહાપોહ કરવામાં આવેલા
છે અને જે ભવને પાર કરવા માટે જ ધર્મની સ્થાપના કરવામાં આવી છે એ ભવ શું ચીજ છે તે જરા વિચારીયે! વ્યાકરણશાસ્ત્રના આધારે શબ્દની વ્યુત્પત્તિના સામાન્ય નિયમ પ્રમાણે તે “મવતીતિ મ” એટલે કે “જે બને તે ભવ” એવી ભાવની વ્યાખ્યા થાય છે, પણ આ તે એક સામાન્ય વ્યુત્પત્તિ માત્રજ છે. એટલી વ્યુત્પત્તિમાત્રથી એ શબ્દને પ્રાયોગિક અને સાચા અર્થ આપણે સમજી શકતા નથી. આ વાત કેવળ અહિંજ લાગુ પડે છે એમ નથી. એ તે તમામ શબ્દની વ્યુત્પત્તિમાં એવું જ બને છે. કેવળ શુષ્ક વૈયાકર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat