________________
આનંદ-સુધાસિંધુ.
૧૨૧)
સુધાખિં ૧ છે. અંશે વધારે પ્રમાણમાં દૂર કરવાને માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું, પરંતુ વિરાધના લાગી જાય છે; અતિચારસેવન થઈ જાય છે, પ્રમાદાદિનું સેવન થયા વગર રહેતું નથી માટે અત્યારે ચારિત્રજ ન ગ્રહણ કરવું એ માન્યતા તે સાવ ભૂલાવનારી અને અવળે માર્ગે દોરી જનારી છે. જેનશાસ્ત્રકારોને એ વાત પાલવતી નથી! અને કોઈ પણ સમજુત બુદ્ધિને માણસ આ માને પણ નહિ ! અરે ભલા માણસ, આ તે પેલા દયાનંદ સરસ્વતિના સિદ્ધાંત જેવું થયું! પરમાત્માનીભગવાનની પ્રતિમા ઉપર એકાદ વખત કીડી, મંકોડી કે ઉંદરડી જોઈને ભાઈને વિચાર આવ્યો કે ભગવાનની મૂર્તિ ઉપર આ પ્રમાણે જીવજંતુ ફરે એ ઠીક ન કહેવાય, અને આના માટે એમણે ઉપાય શોધવાની વિચારણા ચલાવી ! અને એ વિચારણમાંથી એમણે એક ઉપાય ગતી કાઢો, પેલા “કેથળામાંથી પાંચશેરી, કાઢે તેમ-અને લેકને ઉપદેશ આપ્યા કે એ દેવની મૂર્તિજ માનવી નહિ. પછી કીડી, મંકોડી કયાંથી ચઢવાની ! વાહ ભાઈ વાહ! કે મજાને ઉપાય! શરીરમાં દર્દ થયું એટલે એ શરીરને જ કાપી કે બાળી નાખવું. એટલે પછી દઈજ નહિ થાય! ખરું ભાઈ ખરૂં? કપડામાં શું પડે એટલે કપડું જ ફેંકી દેવું અને નાગાપુગા ફર્યા કરવું! પણ મહાનુભાવો ! આ કંઈ સારો રસ્તો ન કહેવાય ! આ તે વિનાશને પંથ છે. એ માગે જનાર તો વગર માગ્યે વિનાશજ વહોરી લેવાને. માટે એ વિનાશના પંથથી વેળગા રહીને “ન્હાયા એટલું પુણ્ય” એ વાત યાદ રાખીને બની શકે એટલું ચારિત્રનું આરાધન કરવું ઘટે!
સાચી નીડરતા. હવે પાછા આપણી મૂળ વાત ઉપર આવીએ. જે માણસ નાની નાની
વસ્તુઓનો ત્યાગ કરીને આ અસાર સંસારમાંથી સાર ખેંચી લેવાને વિચાર અને આચાર નથી કરી શકતે એ મોટા વૈભવે અને મોટી સત્તાઓને ત્યાગ કરી શકશે એ વાત કેમ માની શકાય ? અત્યારે તમારી પાસે ન તે એવા મહાન વૈભવ, વિલાસો છે, ન તે તમારે રાજ્યના રક્ષણની ચિંતા કરવાની છે, કે ન તે તમને ચક્રવતીની ત્રાદ્ધિજ મળી છે. છતાં જે સંસારનો ત્યાગ કરવા તૈયાર નહિ થાઓ તે પછી કયારે થશે? જે માણસ પૈસા બે પૈસાનું દાન કરી ન શકે એ લાખોની સખાવત શી રીતે કરવાને? આપણુ જેવા સાધારણ માણસોની વાત તે જુદીજ છે કે વખત આવ્યે આપણે કોઈ વસ્તુ કેઈને આપીએ પણ ખરા અને વખત આજે બીજા પાસેથી માગીએ પણ ખરા! એટલે ભીખ માંગવામાં આપણને એટલી બધી નાનપ નથી જ! પણ જે ચક્રવતી હોય, જેના મગજમાં ચકવતીની અદ્ધિની રાઈ ભરાયેલી હોય એને ભીખને વિચારજ કયાંથી આવે ? વળી તમને જેમ દીક્ષા લઈને ભિક્ષા માગવાનું કહી શકાય છે એમ એને કહે પણ કેશુ? છતાં દુનિયામાં એવા બેપરવા સાધુઓ પણ છે અને હતાજ કે જેઓએ એવા ચક્રવતીની મહાન બાદ્ધિથી લેશ પણ અંજાયા વગર બેધડક રીતે એમને દીક્ષા લઈને ભિક્ષા ઉપર ઉદરનિર્વાહ કરવાને ઉપદેશ આપે છે! ભલા વિચાર કરો કે એ ચક્રવત જેવાને ભિખનું કહેનાર સાધુ કેટલા નીડર હશે ? પણ ખરી વાત એ છે કે જ્યાં સુધી સંસારની વાસનાઓ તમારા હૃદયમાં ઘર કરી રહી છે ત્યાં સુધી એ નીડરતા તમારા ખ્યાલમાં નહિ જ આવે! બાકી આત્માની દષ્ટિએ તે એવા નષિ મહર્ષિઓએ એ ઋદ્ધિને કેડી જેટલી પણ નથી ગણું, અને આવી ભાવનામાંથી જ સાચી નીડરતાને પાઠ મળી શકે છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com