________________
આનંદ-સુધાસિંધુ.
(૧૯)
સુધાર્બિ૬ ૧ લું લોકો પણ તમને સત્કારવા માટે તૈયાર છે! જરા આર્યસુહસ્તિને સમય પણ વિચારે! એ મહાન આચાર્ય વિહાર કરતાં કરતાં અવંતી નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. અવંતીમાં મકાનેને તે નથી. જ્યાં જુઓ ત્યાં ઉંચાં મહેલો દેખાય છે. આચાર્ય મહારાજ સાધુઓને વસતિની તપાસ કરવા મોકલે છે, અને ઘણુંઘણું તપાસના અંતે અવંતીસુકુમાળની યાનશાળા એટલે કે ઘોડાગાડી રાખવાને તબેલો ઉતરવા માટે મળે છે ! આજે એવી સ્થિતિ છે? જરાય નહિ! આજે તે લીલાલ્હેર છે! એવા પ્રકારની કોઈ ઉપાધિ અનુભવવાની નથી! આહારપાણી, વસપાત્ર અને ઔષધાદિકને પ્રબંધ પણ આજે જોઈએ તેવો છે. આમ દેખીતી રીતે શરીરને તકલીફ પડે એવી કશી પરિસ્થિતિ નથી. છતાં તમને એ રાજમાર્ગ ઉપર સ્વેચ્છાથી ચાલી નીકળવાનું મન નથી થતું તે પછી એ પહેલાના જમાના જેવી કાંટાકાંકરાવાળી ભૂમિ પગ તળે ખેડવી પડશે ત્યારે શું કરશે ! માટે એ પુરાણી તકલીફનું તમારી દષ્ટિ આગળ ચિત્ર ખેંચીને તમારી અત્યારની સ્થિતિની સરળતા સમજીને એ પવિત્ર પંથે ચાલી નીકળવા વિચાર કરો! ત્યારે જે કઇ-લભ્ય નહતુ તે અત્યારે સાવ સુલભ છે! વહેલો તે પહેલે. પણ કેટલાક ભાગ્યશાળી જી એવા પણ નીકળે છે કે જેઓ એ સાધુ
પણુના પવિત્ર માર્ગ ઉપર અશ્રદ્ધાની દષ્ટિએ જુએ છે એટલું જ નહિ પણ કોઈ કોઈ વખત તે એની વાવણી પણ કરવાનું ભૂલતા નથી! આવાઓને માટે, જે તેમનામાં જરા જેટલી પણ તત્વ સમજવાની બુદ્ધિ હોય તો પરમાત્મા મહાવીરદેવના એ પરમ પવિત્ર શબ્દ યાદ આપવા બસ થશે કે-“હે ગૌતમ આ પાંચમા આરામાં અને આવા સાધુપણમાં પણ ઘણું એકાવતારી સાધુઓ છે. એટલા માટે આ સાધુપણામાં શું પડયું છે એવી માન્યતા રાખનાર ખરેખર ભીંત ભૂલે છે. મહાનુભાવ! ગમે તેમ ગણે! પણ સાધુમા એ આત્મકલ્યાણને અતિ સરળ માર્ગ છે. એ માગે આત્મા પોતાની સિદ્ધિ ઘણી જલ્દી સાધી શકે છે. અત્યારે એ માર્ગ તમારા માટે રાજમાર્ગ જેવું છે. આજે એના ઉપર ચાલવા તૈયાર નહિ થાઓ તે કાલે ખાડાટેકરા અને જાળઝાંખરાવાળો વિકટ માર્ગ તમારી સામે ખડે થશે તે વખતે તમે શું કરશો? એટલું તે દરેક જણ યાદ રાખે કે વહેલા યા મોડા છેવટે એ પવિત્ર મુનિમાર્ગનું અનુસરણ તે કરવું જ પડશે! વહેલે થશે તે પહેલાં પામશે! મોડો થશે તે પસ્તાશે! હવામાં બાચકા. વળી જે લેકે આવા વિચાર કરતા હોય કે જે કાળ દુષમ છે, જેમાં
સંઘયણનું ઠેકાણું નથી; જ્યાં એવું ઉગ્ર તપશ્ચરણ નથી, ન જ્યાં અવિછિન્ન સ્વાધ્યાય થઈ શકતું, જ્યાં નિરતિચાર ચારિત્રનું પાલન નથી, જ્યાં પરિષહાને સહન કરવાની હામ નથી અને જ્યાં ઉપસર્ગોને હસતે મુખડે વધાવી લેવાની હિંમત નથી. આવા કફેડ સંયેગો વચ્ચે સંયમ લેવા કરતાં શ્રી તીર્થકર ભગવાનના સમયમાં અવતરીને, તે વખતે જ્ઞાનધ્યાનનું શુદ્ધ આરાધન થઈ શકે એવા પ્રકારનું સાધુપણું મળી શકશે માટે ત્યારેજ સાધુપણું લઈશું, વળી અત્યારનું સાધુપણું વિરાધના અને પ્રમાદથી ભરેલું છે. એટલા માટે એ પરમ પ્રભુ જ્યારે સાક્ષાત વિચરતા હશે ત્યારેજ ચારિત્ર્ય ગ્રહણ કરીને આત્મકલ્યાણ કરીશું. આ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com