________________
આનદ-સુધાસિંધુ.
(૧૨)
સુધાબિંદુ ૧ લું. આવા વિચાર કરીને અત્યારે ચારિત્રની વાતને માંડી વાળતા હોય તેમને માટે શ્રીધર્મદાસ ગણિ સાફ નિરૂપણ કરી ગયા છે કે – लद्धिल्लियं च बोहिं अकरेंतोऽणागयं पत्थितो। अन्नं दाई बोहिं लन्भिसि कयरेण मुल्लेण ॥१॥
એટલેકે જે ધર્મમાર્ગ તને અત્યારે પ્રાપ્ત થયો છે તેનું આચરણ તું કરતો નથી અને અસ્થિર અને તારા હાથની બહારના અનાગત-ભવિષ-કાળમાં ધર્મનો લાભ લેવાને વિચાર કરે છે! કેવું વિચિત્ર વર્તન? હાથમાંનું નાખી દેવું છે અને પછી હાથે લાંબા કરીને આકાશમાં બાચકા ભરવા છે, પણ આકાશમાં હવામાં બાચકા ભરવાથી કદી હાથમાં કંઇ પણ આવે ખરૂ? ખરી વાત એ છે કે જે એ પ્રમાદ રહિત ચારિત્રને મેળવવાની સાચીજ ઈચ્છા હોય તે તે માટે અત્યારથી જ પ્રયત્ન કરવા લાગવું જોઈએ! નહિ તે એ કે એવી રસ્તે પડી ચીજ નથી કે સહજમાં હાથમાં આવી જાય છે. અરે જેને લક્ષાધિપતિ થવું હોય એને થોડી થોડી રકમ ભેગી કરવી પડે કે નહિ? થોડી થેડી રકમ ભેગી કર્યા વગર એકદમ કંઈ લક્ષાધિપતિ થવાય છે ખરું? એજ પ્રમાણે અહિં પણ એ પરમવિશુદ્ધ ચારિત્રના પાલન માટે અને પ્રાપ્તિ માટે અત્યારથી જ અભ્યાસ કરવો જોઈએ. બાકી કેઇપણ પ્રકારનું ક્રિયાત્મક આચરણું કર્યા વગર સીધે સીધું એ ચારિત્ર મેળવવાની વાત કરવી એ કેવળ વાણનેજ વિલાસ છે અને એનું પરિણામ હવામાં બાચકા ભરવા જેવું જ આવે. ઉજવળ ભવિષ્યને માર્ગ. પાસે એક પૈસાનું પણ સાધન ન હોય અને વાતો કરે આ
બજાર ખરીદવાની ! એવાને તે લોકો પેલી કહેવતજ લાગુ પાડે છે કે-“હાથમાં નહિ કેડી અને ઉભી બજારે દેડી” દુનિયામાં માલ ગમે તેટલો ભર્યો હોય, કરોડો અબજોને ભર્યો હોય પણ તેમાં તમારે શું? તમારી પાસે પૈસો હશે તે તમને એમાંથી કાંઈક મળશે. નહિ તે તે જોઈ જોઈને હરખ મારા લાલ” જેવું જ થાય! તીર્થંકર મહારાજના સમયમાં આધ્યાત્મિકવાદને આખેય બજાર અનેક પ્રકારના ઉત્તમ ઉત્તમ પદાર્થોથી ભરપૂર હોવાને. શ્રી તીર્થકર મહારાજ શ્રી ગણધર મહારાજ અને કેવળી ભગવાન વિગેરે બધાય ત્યાં મૌજદ છતાં તેથી તમારું શું વળવાનું? પાડોશીને ત્યાં કરડેને માલ હોય પણ એમાં આપણે શું કામનું? આપણા કામમાં તે આપણું હોય તેજ લાગે ! એજ પ્રમાણે તે વખતે પણ બજાર એવા ભરપુર હોવા છતાં તમારી પાસે પુણ્યની પુંછ નહિ હોય તો તમે શું કરી શકે? એટલા માટે એ ભર બજારમાંથી તમને “યા મૂળા” જેવું વિલે મેં પાછું ફરવું ન પડે તે માટે અત્યારથી જ તૈયારી કરવા લાગે અને જેવા પ્રકારનું બની શકે એવા પ્રકારનું ચારિત્ર પાળીને તમારા પુણ્યના પુંજને સમૃદ્ધ બનાવો ! એમ કરવામાં જ તમારું ભવિષ્ય ઉજવળ થશે અને તમારું કલ્યાણ થશે! એ વિનાશને પંથ. અલબત્ત એક વાત જરૂર માનવા જેવી છે કે-ચારિત્ર પાલન કરતી
વખતે, એ પરમશુદ્ધ એવું નિરતિચાર અને પ્રમાદાદિ દોષ રહિત ચારિત્રને આદર્શ તરીકે રાખીને, અત્યારના આપણું ચાત્રિમાં તે તે રોષ થઈ શકે તેટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com