________________
આનંદ-સુધાસિંધુ.
(૧૦૦ )
સુધાબિ૬ ૧લું. વિધાનમાં નથી પણ જયણે પાળવાના વિધાનમાં છે. એટલે પછી નદી ઉતરવાની કે હિંસા કરવાની આજ્ઞા કેવી રીતે ગણાય? પણ ત્યારે નદી ઉતરવાનું જે કામ તે ભગવાનની આજ્ઞા પ્રમાણે કે આજ્ઞા બહાર ? સમજો કે તમે દીક્ષા લીધી છે અને વિહાર કરો કે તમારી સામે એક બીજો નવદીક્ષિત સાધુ છે. વિહાર કરતાં વચમાં નદી આવી ! એ નવદીક્ષિત સાધુ પાણીના સંઘટ્ટાથી ગભરાય છે. તે વખતે તમે શું કરવાના ? તમે જરૂર તેને કહેવાના કે ભાઈ, આવી રીતે ઉતરો ! અહિં પણ નદી ઉતરવાને ઉપદેશ નથી પણ ઉતરતી વખતે કેમ ઉતરવું એ માર્ગદર્શન કરાવ્યું છે ! નદી ઉતરતાં જયણા પાળવાના વિધાનમાં કેઈના બે મત છે નહિ! વિચાર કરવાનું કામ ત્યાંજ છે કેનદી ઉતરવાની ક્રિયા એ આજ્ઞાને અનુકૂળ કે આજ્ઞા બહારની? –અહિં જરા શાસની વાત સમજે ! શાસ્ત્રમાં સાફ કહ્યું છે કે- અમુક નદીઓ અમુક વખતે એળગે તો તેમાં આજ્ઞાનું ઉલધન નથી થતું ! નાવમાં બેસવાનું વિધાન તે ત્યાં જ કરવામાં આવ્યું છે કે જયાં છાતી ઉપરથી વધારે ઉડું પાણી હાય ! તેમાં પણ એટલું કહ્યું છે કે એ પાણીને ઓળંગ્યા વગર અમુક વધારે વિહાર કરવાથી જે જમીન માર્ગે જ જઈ શકાય એમ હોય તો તેજ રસ્તે જવું! આ બધા વિધિનિષેધ દયાનમાં રાખીને પ્રવૃત્તિ કરનારને આજ્ઞા બહારને કેમ કહી શકાય? અલબત જે એ શાસ્ત્રજ્ઞાને વિચાર કર્યા વિના જ પિતાના મનને જેમ ગમ્યું તેમ કરીને નદી ઉતરે તે જરૂર તેને વિરાધક કહી શકાય ! વળી ભગવાને નદી પાર ન કરવાને એકાંત નિષેધ કર્યાંય નથી ! નહિ તે જળસિદ્ધ અને નદીસિદ્ધિનું જે વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તે બેટું ઠરે ! શાસ્ત્રોમાં આ પ્રમાણે સર્વદેશીય વર્ણન મોજુદ હોવા છતાં પોતાના કદાગ્રહનું ખંડન થતું જોવાની અસહ્યતાને કારણે સ્યાદ્વાદ માનવામાં અડચણ લાગે છે. બાકી સાચા તત્વની જિજ્ઞાસા હેય, અને મનમાં કઈ પણ પ્રકારની બેટી માન્યતાઓ ઘર કરી ગઈ ન હોય તેને તે સ્યાદ્વાદને સ્વીકાર સાકર જે લાગે છે.
સંયમનું મૂલ્ય ? વળી તમે બધાયે સાંભળ્યું જ હશે કે—”
जत्थ जलं तत्थ वणं जत्य वणं तत्थ नियमओवाऊ । तेऊवाऊ सहगया०
એટલે કે જ્યાં પાણી છે ત્યાં વનસ્પતિ અવશ્ય હોય છે, જ્યાં વનસ્પતિ હોય ત્યાં વાયર જરૂર હોય; જ્યાં વાયરે હેય ત્યાં અગ્નિ જરૂર હોય; આ પ્રમાણે એકલા પાણીની જગે પર છએ કાયની વિરાધના માની છે. તે પછી આ આજ્ઞા કયા મુદ્દાએ કરી? પાણીમાં એક પગ મૂકે. અને એ છએ કાયની વિરાધના થવાની. એ છએ કાયના જેનું મરણ થવાનું ! આમ છતાં શાસ્ત્રકારે એ આજ્ઞા કરવાનું એક જ કારણ છે કે તેઓએ છ કાયની વિરાધના અને કદાચ અસંખ્યતાના મરણ કરતાં પણ સંયમ ટકાવવાને વધુ મહત્વની ચીજ ગણી ! વિહાર કરવાનું વિધાન એ સંયમ ટકાવવા માટે જ કરવામાં આવ્યું છે. અરે જે સંયમને ટકાવવા માટે-જે સંયમનું પાલન યથાસ્થિત કરવા માટે શ્રીજિનેશ્વર ભગવાન્ જેવા પરમતારક અને પરમ આદર્શ પુરુએ પણ એ છ કાયની અરે એ અનંતજીની વિરાધના તરફ દુર્લક્ષ્ય કર્યું એ સંયમનું કેટલું મહાનું મૂલ્ય હેવું જોઈએ ? અને આટલું બધું પાપ પણ કેવળ સંયમને ટકાવવા માટેજ ! નહિ કે સંયમને વધારવા માટે કે નવું પ્રાપ્ત કરવા માટે. આથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com