________________
આનંદ-સુધાસિંધુ.
(૧૨)
સુધાબિંદુ ૧ લું. હિંસા અને વચલે માર્ગ. આ સ્થાને એક શંકા પેદા થાય છે કે-શાસ્ત્રકારોએ હિંસાને
એ સંત નિષેધ ન કરતાં નદી ઉતરવા વિગેરેમાં થતી હિંસાના કારણે સ્યાદ્વાદવાળો નિષેધ માન્ય છે. તે ભલા જેમ સંયમનું આરાધન વિગેરે ધ્યાનમાં રાખીને નદી ઉતરવા વિગેરેમાં થતી વિરાધનાજન્ય હિંસાને અપવાદરૂપ સ્વીકારી તે બીજા ધર્મવાળાઓએ માનેલા યજ્ઞયાગાદિકમાં થતી હિંસાને અપવાદરૂપ કેમ ન માની? એ હિંસાને એકદમ કેમ વખોડી કહાડી? એ હિંસાનું એકદમ બધેય સ્થળે ખંડન કેમ કર્યું? ખરી ન્યાયયુક્ત વાત તે એ છે કે યાતે નદી ઉતરવા વિગેરેમાં થતી હિંસાનો પણ સર્વથા નિષેધ કરે યા એ જ માફક આ યજ્ઞાદિકમાં થતી હિંસાને અપવાદિક હિંસા તરીકે સ્વીકાર એક વસ્તુને પિતાના માટે અમુક રીતે માનવી અને પારકાની વાત આવે ત્યારે દ નું જુદી રીતે પ્રતિપાદન કરવું છે ને અર્થ કંઈ ન કહેવાય ! મહાનુભાવ! તમારું કહેવું ઠીક છે પણ જરા વિચારપૂર્વક સારાસારને વિવેક કરો ! કયાં શું ઉદ્દેશ છે એ જરા સમજો ! આમ ઉપર ઉપરથી એક સરખી દેખાતી વસ્તુને એકજ જેવી સ્વીકારવામાં તે કદીક તમે સોનાના બદલે પિત્તળજ લઈ જશે. સેનુંય પીળું અને પિત્તળ પણ પીળું છતાં બન્ને એક કહેવાય ? એમ અહિં પણ સમજો ! માનો કે-એક ભાઈને દાન દેવાનો વિચાર થયો. હવે એને સલાહ આપનાર મળે કે-“ જે ભાઈ ! તારે જે દાન દેવું હોય તો એવી રીતે દે કે તારી પાસે કશું બાકી ન રહે. અને જો એમ ન થાય તે બધું તારી પાસે રાખીને દાન આપવાના વિચારને દેશવટે છે. આમ અડધું રાખવું અને અડધું આપવું એમ અધકચરું કામ ન કરે” હવે મહાનુભાવે ! તમારી પાસેથી જવાબ માગું છું કે એ માણસે શું કરવું? પેલા સલાહકારની સલાહ માનવી કે પોતાના નિર્વાહ માટે રાખીને થઈ શકે એટલું દાન કરી દેવું ! તમે બધાય બીજ માર્ગ પસંદ કરવાના કે “ન્ડાયા એટલું પુણ્ય” જેટલું દાન અપાય એટલું સારૂં. બીલકુલ દાન નહિ દેવા કરતાં તે જે કંઈ દેવાય એ વધાવી લેવું. એજ પ્રમાણે અહિ પણ સમજવાનું છે. “યાતે બીલકુલ હિંસાનો નિષેધ કરો યા સર્વથા હિંસાની છૂટ આપો” આ સિદ્ધાંત સારો નથી જ ! ખરી વાત એ છે કે પેલા દાનની માફક જેટલી જીવન કે સંયમપાલન માટે અનિવાર્ય હિંસા હેાય એને છોડીને બાકી બીજી બધી હિંસાનો નિષેધ કરે. સર્વથા હિંસાને એકાંત નિષેધ કરતાં જીવનનિર્વાહ અશકય બને છે અને સર્વથા હિંસાની છૂટ આપતાં અનર્થની પરાકાષ્ટા થાય છે. આટલાજ માટે ડાહ્યા માણસે હમેશાં કાર્યમાં લાવી શકાય એ અને બરાબર પાળી શકાય એવો વચલો ભાગ સ્વીકારે છે !
હિંસા અહિંસાની મર્યાદા, જરા વધુ સ્પષ્ટતાથી સમજો ! જયાં લગી માણસે એકેન્દ્રિ
યની વિરાધના કરવા પૂરતી જ પોતાની પ્રવૃત્તિને મર્યાદિત બનાવી હોય ત્યાં લગી એને સકાયની રક્ષા કરવાનો શુભ પ્રસંગ રહે છે, અને એટલે એને લાભ પણ રહે છે, પણ જ્યારે પાંચે ઇંદ્રિયવાળા સુધીની હિંસાની છૂટ થઈ જાય તો પછી હવે કઈ ઇદ્રિયે અથવા કયા જીવો બાકી રહ્યા છે જેની વિરાધનાથી એ અટકી શકે ! અથવા જેની વિરાધના નાહ કરવાનું શુભ ફળ એ ભાઈ મેળવી શકે ! કારણકે છે કે સાત ઇંદ્રિયવાળા જીવોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com