________________
આનંદ-સુધાસિંધુ •
(૧૦૮)
સુધાબિદુ ૧ લું પાળવા એ ઉપદેશ સફલ થશે. અને એમ હોવાથી આ સમચવિધાન ચુતિયુકતજ છે. બાકી અપવાદમાર્ગનું ઘડીએ અને પળે પાલન કરવામાં આવે તો એનું મહત્વ રહેજ નહિ, કાદચિત્કપણુમાંજ અપવાદનું મહત્વ જળવાઈ રહે છે! બાકી સાવ નજીવા પ્રસંગે કહેવાતી વ્યહિંસા અટકાવવા માટે સંયમને ભાગ દેવાનો જ છેજ નહિ જેમ કે દીક્ષા લેતે હેય અને પોતાના માતાપિતા કે સગાંસંબંધીને થતા દુઃખથી દ્રવ્યહિંસાને વિચાર કરીને દીક્ષા લેવાનું માંડી વાળે તે એ શાસ્ત્રવિરૂદ્ધનું વર્તન કહેવાય! કારણ કે એમાં કેઈના ભલાને સવાલ નથી પણ કેવળ સંસારના મેહનું પિષણ રહેલું છે, અને મેહના પિષણના કાર્યને શાસ્ત્રકારો વખાણેજ કેવી રીતે? આવા પ્રસંગે માટે અપવાદનું વિધાન છેજ નહિં ખરી રીતે આવા અપવાદને બરાબર સમજ એ બહુ કઠિન છે અને એ અપવાદ સેવવા યોગ્ય સંયોગને સમજે એ એથીય કઠિન છે. એ બરાબર જે સમજે એજ એને શાસ્ત્રસંમત સાચે ઉપયોગ કરી શકે! બાકી ન સમજે એ તે બાળકના હાથમાંના શાસ્ત્રની માફક એને પણ દુરૂપયેગજ કરી બેસે અને લાભના બદલે હાનિ વહેરી યે ! માટે મહાનુભાવો ! અપવાદના ઉપગમાં ઉત્સુકતા બતાવતાં પહેલાં અપવાદને અને અપવાદના મહત્વને બરાબર સમજવાં જોઈએ ! અપવાદિક શેરી. શેરીમાં પણ સ્યાદ્વાદને સિદ્ધાંત સાંભળીને સ્વાભાવિક રીતે કેટલાક
માણસોને પ્રશ્ન થઈ આવે છે કે હિંસા અને અસત્યમાં તો કદાચ સ્યાદ્વાદ માની શકાય કારણ કે એમાં એકમાં સંયમના પાલનને વિચાર રહે છે અને એકમાં પ્રાણી બચાવવાનો વિચાર રહે છે, પણ ચેરી જેવી ભયંકર વસ્તુમાં પણ સ્યાદ્વાદનું વિધાન કરવામાં આવ્યું છે અને તે પણ શ્રી જિનેશ્વર ભગવાનના પવિત્ર શાસનમાં અને એ ચારીને કરનાર પણ પાછ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને પાલક ગણાય એ ખરેખર ગળે ન ઉતરે એવી જ વાત છે. આવી વાત ગળે ન ઉતરે કે માનવામાં ન આવે એમાં કંઈ નવાઈ નથી તેમ ખરાબ પણ નથી ! કારણકે એથી એ સાબીત થાય છે કે તમને ચેરી પ્રત્યે સખ્ત અણગમે છે! અને એટલા માટે એ એક પ્રકારને આનંદનેજ વિષય છે. છતાં શાસ્ત્રની બારીક વાતે તત્કાળ સમજવામાં નથી આવતી. અને એ સમજવામાં ઉતાવળ કરવામાં આવે તે કેટલીક વખત અર્થને અનર્થ થઈ જાય છે. એટલા માટે અહિં પણ જરા વિચાર પૂર્વક જોશે તે બધું આપોઆપ સમજવામાં આવશે અને શાસ્ત્રકાર મહારાજના એ પવિત્ર શબ્દોમાં કંઈ પણ કહેવાપણું નહિ લાગે. એક વાત એ જરા સમજી લે કે જ્યાં સુધી એક વસ્તુને અત્યંત ખરાબ–અધમ માનવામાં ન આવે ત્યાં સુધી એના અપવાદિક સેવનનું વિધાન કરવામાં ન આવે ! કારણકે જે વસ્તુ સ્વયં ખરાબ ન હોય તેને નિષેધ કરવાની જરૂર જ ન હોય, અને તેથી એના અપવાદિક સેવનની પણ જરૂર ન હોય પણ જે વસ્તુના અપવાદિક સેવનનું કહેવામાં આવે તે માટે એ સાફ વાત છે કે એ વસ્તુને બહુજ ખરાબ માનવામાં આવી છે. એટલે ચેરીમાં પણ શાસ્ત્રકારોએ જે અપવાદિક વિધાન કર્યું છે એ બતાવી આપે છે કે એ શાસ્ત્રકારોને એ ચારી પ્રત્યે કેટલે સખ્ત અણગમે હતે. માત્ર અમુક અનિવાર્ય પ્રસંગના કારણે આ૫૬ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com