________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪)
સુધાબિંદુ ૧ લું. લાગે છે. સાચે ધમી કદી પણ સંસારના કુકા અને રડા સમાન ધનદૌલતને વધતી જોઈને આનંદ ન માને ! અને આ વસ્તુમાં જ્યાં સુધી આનંદને અનુભવ થતું હોય ત્યાંસુધી સમજવું કે ધર્મનું રહસ્ય તમે બરાબર સમજ્યા નથી. જેમ અનાજની કિંમત ભૂખ્યાને પાણીની કિંમત તરસ્યાને હોય છે એ જ પ્રમાણે ધર્મની કિંમત પણ જે માણસ ભવની ભયંકરતા બરાબર સમજે તેને હોય છે. જે દુનિયાદારીના પદાર્થોના આધારે ધર્મની કિંમત ગણાતી હેત તો-બહાદત્ત ચાવતી જેણે પિતાના પૂર્વભવમાં ચક્રવતી પણાનુ નિયાણું કર્યું હતું તે સારે ગણુ જોઈએ. કારણ કે એ નિયાણું બાંધીને એણે સંસારની વૃદ્ધિ માગી લીધી હતી અને એને જ ભાઈ જેણે નિયાણું બાંધવાનું કાર્ય કર્યું ન હતું તે ખરાબ ગણાવે જોઈએ. આ કથા એવી છે કે-બહાદત્ત ચક્રવતી અને એને ભાઈ-એ બનેને સાથેજ સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને બન્નેએ સાથે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાથે જ આહારવિહાર કર્યો! સાથેજ તપશ્ચરણ કર્યું; હમેશાં સાથેજ હું અને છેવટે અનશન પણ સાથે જ કર્યું. અને એ અનશન દરમ્યાન એક ભાઈએ-બ્રહ્મદત્ત ચક્રવતીના છનિયાણું કર્યું, અને બીજો કોઈપણ પ્રકારની ઐહિક સુખની ઈચ્છાના પાશમાં સપડાયા વગર નિયાણું કર્યા વગર જ રહે. હવે ત્યાંથી બને જણું કાળધર્મ પામીને પેલે નિયાણું બાંધનાર બ્રાદત્ત ચક્રવતી તરીકે ઉત્પન્ન થયેલ અને બીજો ભાઈ જેણે નિયાણું બાંધ્યું ન હતું. તે એક સામાન્ય શેઠીયાના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થયે. હવે મહાનુભા! જવાબ આપો કે એ બેમાં કોણે વધારે સારી સ્થિતિ પ્રાપ્ત કરી? એ બેમાં કોણ વધારે ભાગ્યશાળી ગણાય? કે એ બન્નેમાંથી કેને વધારે પુણ્યનું ફળ મળ્યું? હવે સંસાર વ્યવહારની દષ્ટિએ તે એ સાવ ખીતું છે એક ચક્રવતી અને એક સામાન્ય શેઠની સમૃદ્ધિમાં આકાશપાતાળ જેટલું અંતર છે. એકની સત્તા સાર્વભૌમ છે એકની સત્તા ઘરના ચાર ખુણ પુરતીજ છે, અને એ સાર્વભૌમ સત્તા પણ આજકાલ કહેવાય છે એમ નામમાત્રની નહિ, અને અધુરી પણ નહિ, સર્વભૂમિમાં જેની માલીકી કબુલ કરાતી હોય તેનું નામ સાર્વભૌમ સત્તા. જેને એક પણ હરીફ ન હોય; જેની આજ્ઞા ઉથાપવાનું સામર્થ્ય એકમાં પણ ન હોય, જેનું એક છત્ર સામાન્ય આખાય છે ખડે ઉપર એકધારું પ્રવર્તતું હોય, તેનું નામ સાચે સાર્વભૌમ કે સાચે ચક્રવતી. જેની અદ્ધિસમદ્ધિનો કેઈ આરો ન હોય. એ ચક્રવતી અને એક સાધારણ શેઠ એ બેમાં શી રીતે સરખાપણું હેયઅને સંસારવૈભવ અને સત્તાની પ્રાપ્તિમાં આટલું મહાન અંતર પડવાનું કારણ તે એક માત્ર નિયાણું ! નિયાણું બાંધ્યું તે ચક્રવતી થયો, ન બાંધ્યું તે સાધારણ માણસ રહ્યો! તે હવે એમાં ઉંચું કોણ? કમક્ષયના મુદાથી, આત્માના ગુણની અપેક્ષાએ, ભવભ્રમણની ભયંકરતાની અપેક્ષાએ ને ધર્મની સાચી મહત્તાની દષ્ટિએ જે આ પ્રશ્ન વિચારીએ તે તે શાસ્ત્રકાર મહારાજ સાફ કહે છે કે એ ચક્રવતી કરતાં એ શેઠીયાને પુત્ર હજાર દરજજે વધુ ભાગ્યશાળી છે. પણ આ વાત કયારે મગજમાં ઉતરે તે જ્યારે આપણે પૃપાપના બંધનની દ્રષ્ટિએ વિચારીએ ત્યારે ! નિયાણાને બંધ કરીને મેળવેલ ચક્રવર્તિપણને આપણે ઘાસ જેટલું તુચ્છ ગણી કાઢીએ ત્યારે! કારણ કે શાસ્ત્રમાં નિયાણું બાંધવું એ જિનઆઝાની વિરૂદ્ધનું પગલું ગણવામાં આવ્યું છે. કેમકે એ નિયાણના બંધથી ગમે તેવી મહાન તપશ્ચર્યાનું ફળ મર્યાદિત થઈ જાય છે અને છે ફળ પણ કેવળ સાંસારિક સુખ-વૈભવ અને ઉપભેગે પુરતું જ? કે જે ઉપભેગોનું સેવન કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com