________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧૨)
સુષાબિંદુ ૧ લું. દષ્ટિએ તપાસનાર માણસ સે જન્મમાં પણ સોનાનું કે ચાંદીનું સાચું પરીક્ષણ નજ કરી શકે ! ભૂખ, તરસ, વિષય, કષાય, હાટહવેલી, એવમ ગાડી. વાડી ને લાડી એ બધી સંસારની લીલાઓ છે અને લીલાઓના વિલાસની કસોટી ઉપર ધર્મ-સુર્વણનું પરીક્ષણ એ એક પ્રકારનું ગાંડપણજ છે. ધર્મને ખરો સમજ હોય તો ધર્મદષ્ટિએજ સમજો ! નહિ તે તમારી પરીક્ષા અફળ જ અને તમે ધર્મ અને સંસાર એકેયને ઉકેલ નહિ મેળવી શકો ! ચક્રવતીના ચક્રની કીમત લોઢાની દષ્ટિએ કદીપણ ન થઈ શકે ! અને લોઢાને ધ્યાનમાં રાખીને જે કિંમત કરવા જઈએ તે તે ખરાજ ખાવાના ! કારણકે લોઢાની દષ્ટિએ એ ચક્રની કિંમત સાવ નહિ જેવીજ થવાની ! ત્યારે સાચી રીતે જોતાં એ ચક્રની કિંમત સેના કરતાંય વધારે-કયાંય વધારે છે, અને તે એ ચકની કાર્ય સાધવાની શક્તિની દષ્ટિએ ! એ ચક લેઢાનું બનેલું હોવા છતાં એનો પ્રભાવ અજબ હોય છે, શત્રુને સતાવી નાખવાની, રાજ્યનું રક્ષણ કરવાની, પિતાના માલીકને બચાવવાની અને એવી અનેક શક્તિઓ-પ્રભાવભરી શક્તિ એ નાના સરખા લેઢાના ટુકડા જેવા લાગતા ચક્રમાં હોય છે. અને એજ એ ચક્રનું મહત્વ છે ! એ મહત્વ તો એના કરતાં દસ, વીસ કે પચાસ ગણે માટે લેઢાને કકડો પણ નથી મેળવી શકતો આમ એક, બે નહિ પણ દરેક વસ્તુની પરીક્ષા કરવાની ખાસ રીતિ છે! અને એ રીતિનું અનુસરણ કરવામાં આવે તેજ એની ખરી પરીક્ષા થઈ શકે છે! જ્યારે જગતની તમામ વસ્તુઓ માટે આ સાધારણ નિયમ છે તે ધર્મને પણ
એ કાં ન લાગુ પડે ! ધમની પરીક્ષા પણ એની દષ્ટિએજ થવી જોઈએ !! મિથ્યાષ્ટિ. અલબત્ત ધર્મનું આચરણ કરનારને અમુક અંશે, પિતાને ઈષ્ટ સંગે અને
પિતાને ગમતા સંસારસુખ મળે છે. પણ સાચો ધમી માણસ એટલા માત્રથી ધર્મની સફળતા નથી માનતા કે પિતાને હદયમાં ધમીપણાને સંતોષ પણ એને નથી થતું. એવી સંસાર-સુખની પ્રાપ્તિ તો એને મન પિલા ચકમાંના લોઢા જેટલી કિંમતની હોય છે. બાકી સાચી ધર્મપ્રાપ્તિ તે એ ત્યારેજ માને છે કે જ્યારે એ, પેલા ચક્રના સાચા કાર્યની માફક, સંસારસુખ કરતાં કઈ પરમ અલૌકિક અને અવિનાશી સુખ મેળવવાને પંથે પ્રયાણ કરવા માંડે છે, કારણ કે સંસારસુખની પ્રાપ્તિમાં ધર્મની પરાકાષ્ઠા માનનાર માણસ છેવટે ધર્મને છોડીને સંસારને વળગી પડે છે અને એ ધર્મ ત્યાગના કારણે ભયારણ્યમાં વધુ ભૂલે પડે છે, અને એટલાજ માટે સંસારસુખને ધર્મ કહીને સંબોધનાર માણસને શાસ્ત્રકારોએ સાચો સમકીતિ નહિ પણ મિથ્યાત્વે કહો છે! આમ કહેવાનું કારણ એ છે કે-જેમ ચક્રની કિંમત લોઢાની દષ્ટિએ કરનાર માણસ કેઈન કે દિવસે વધુ વજનદાર લોઢાના કકડાના લોભમાં ચક્રને છોડી દેવાની ભયંકર મૂર્ખતા કરે, તેજ પ્રમાણે સંસારસુખને ધર્મ માનનાર માનવી ધર્મ ધર્મ કરતાં છેવટે જ્યાં વધારે પ્રમાણમાં સંસારસુખ મળતું દેખાય એ વસ્તુને ધર્મ માની લે અને સાચા ધર્મને સદાને માટે છેડી દે! જે વૃક્ષની માણસને છાંય મળતી હોય, અથવા જે વૃક્ષની ડાળી ઉપર બેઠા બેઠા માણસે આનંદ માણ્યો હોય તેજ વૃક્ષને ખેદીને ઉઠાવીને ફેંકી દે એ માણસ સાચી દષ્ટિવાળો કેમ ગણાય? અને જેની પાસે સાચી દષ્ટિ ન હોય તે બેટી દષ્ટિવાળે કે મિથ્યાદષ્ટિ-મિથ્યાતથી કેમ ન ગય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com