________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧૧)
સુધાઅિંક ૧ હું.
બ્રહ્મદત્ત ચક્રવર્તી.
ધમની કિંમત કયારે ?
મહાનુભાવો ! શાસ્ત્રકાર મહારાજ ઠેકાણે ઠેકાણે વર્ણન કરી ગયા છે કે આ સંસાર કઇ ચીજ છે? એ કેવી ભયંકર વસ્તુ છે ? એ સંસારમહાસાગરનું ઉલંઘન ન કરતાં એમાં જ ડૂબકી મારવામાં આનંદ માણનાર માણસ કેવા પ્રકારની સ્થિતિમાં પડ્યો રહે? અને કેવા પ્રકારની ઉત્તમ સ્થિતિ, કેવા પ્રકારના ઉત્તમ સુખ અને કયાં કયાં સુધી એને વંચિત રહેવું પડે છે? અને કો જીવ આ સંસાર સાગરની ભૂતાવળમાં ફસેલે જ રહે છે? ભલા આ બધી કાળી બાજુને ઠેકાણે ઠેકાણે આમ વિસ્તારપૂર્વક શા સારું વર્ણવી હશે? એ આપણા રેજના અનુભવની વાત છે કે એક વસ્તુની સામેની વસ્તુને આપણે જયાં સુધી સંપૂર્ણ રીતે ઓળખતા ન થઈએ ત્યાં સુધી એ મૂળ વસ્તુનું મહત્વ આપણે જરા પણ નથી સમજી શકતા! એક માણસની સાચી બહાદુરી જાણવી હોય તે જે કાર્ય તેણે કરી બતાવ્યું હોય તે તપાસવું જોઈએ! અને એ કાર્ય જેટલા અંશે વધુ કઠિન હોય એટલા અંશે એની બહાદુરી વધારે, મોટી સમજાવી. એક યુદ્ધના વિજયની સાચી કિંમત આંકવી હોય તે સામા દુશ્મનના લશ્કરનું બરાબર માપ કાઢવું જોઈએ એજ પ્રમાણે શાસ્ત્રકારોને ઉદેશ મનુષ્યોના હૃદયમાં ધર્મની સ્થાપના કરવાને છે, ધર્મ એ કેવી ઉત્તમ વસ્તુ છે અને ધર્મમાં કેટલું મહત્વ સમાયેલું છે એ બતાવવાનું છે. અને એટલાજ માટે એ ધર્મ કયા રાક્ષસથી માણસને પ્રાણીને મુકત કરે છે એ બતાવવા માટે ઠેર ઠેર ભવનું, સંસારનું અને સંસારની વિચિત્રતાનું દર્શન કરાવ્યું છે, અને એ બીલકુલ ઠીક જ છે. જે આપણે એ ભવની ભયંકરતા બરાબર સમજીએ તે ધર્મનું મહત્વ આપણે સમજી શકીએ અને સાથે સાથે સૌથી વધારે મહત્વની વાત તે એ છે કે આપણને આ સંસારમાંથી મુકત થવા માટે ધર્મપ્રાપ્તિની પવિત્ર ભાવના ઉત્પન્ન થાય! અનાજની ખરી કિંમત સમજવી હોય તે પહેલાં ભૂખનું દુઃખ સમજવું જોઈએ જે માણસનું પેટ ભરેલું હોય યા જેને ભૂખ ન લાગતી હોય તે અનાજને બરાબર ન ઓળખી શકે અને ભૂખે માણસ તે ગમે તે આપ તે પણ સાકર જેવું ગણીને જમી છે આપણામાં કહેવત પણ છે કે ભૂખ ન જુએ ખાટી છાશ ભૂખ્યા આગળ ખાટી છાશ અને ત્રણ દિવસના સુકાઈ ગયેલ રોટલા મૂકે તે પણ તે બહુજ મીઠાશથી આનંદ પૂર્વક જમી જવાનો. એટલા માટે આપણે સંસારરૂપી ભૂખના દુ:ખને બરાબર જાણીએ તે ધર્મરૂપ અનાજની કિંમત બરાબર એકી શકીએ ! સાચી પરીક્ષા. જે તમે ધમની કિંમત તમારા સંસારવ્યવહારના કાર્યોની દષ્ટિએ તથા
સાંસારિક સફળતા અને વિફળતાની દષ્ટિએ તપાસવા પ્રયત્ન કરે તે તમારો પ્રયત્ન નિષ્ફળ જવાનો અને તમે મને બરાબર નહિ કેળવી શકવાના ! સોનાને ચાંદીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com