________________
માનદ-સુધાસિંધુ,
( ૧૧૬)
સુધાબિંદુ ૧ લું.
પણ આ ભવમાંજ તમને એવા સ'યેાગા મેળવી આપુ` કે તમે યા તે ચક્રવર્તીપણુ મેળવી શકે યા ધર્મના સાધનના ઉત્તમ સાધને તમને મળે: આ બેમાંથી તમને જે એક ઇષ્ટ હૈાય તે હું તમને મેળવી આપી શકું! ભાઇ, હવે તમારી પાસે જવાબ માગું છું કે તમે કયા રસ્તા લેવા લલચાશે, ધર્માંના કે કર્મના ? અરે ભલા માણસ, જે મનુષ્ય કૃત્રિમ લડાઇમાં પણ પેાતાની વીરતા દેખાડવા તૈયાર ન હોય તે સાચી લડાઇમાં શું દળદર ફેડવાના હતા ? આ તા માત્ર પ્રશ્નજ છે: આમાં ન તે કઇ આવુ. દેવતા આપી શકે છે. કે નતે તમને આવી ચીજ મળી શકે છે ! આ તે માત્ર નકલી લડાઇ છે, પણ યાદ રાખેા કે એ નકલી લડાઇના બહાને તમારા આખાય હૃદયના ભાવેાની પરીક્ષા થવાની છે ! પણ આમ છતાંય એકદમ ધર્મ સાધનાને તમે ઉંચ આસને નહિજ સ્થાપવાના ! એજ બતાવી આપે છે કે તમારા હૃદયમાં ધર્મની લાગણીઓ કેટલી ઉંડી ઉતરેલી છે. જે માણસ કૈાટીધ્વજ પણાની કલ્પનાને પણ વેગળી કરવા તૈયાર ન હોય તે સાચા કાટીજપણાને શી રીતે દૂર કરી શકે? અરે એ કેાટીજપણાને દૂર કરવું તેા અળગું રહ્યું પણ એને દુષ્ટ ગણવાને પણ તમે તૈયાર નહિ થા! પણ ખરી વાત એ છે કે-આ બધા આ સંસારના ખેલ છે. એ સંસારનાટકમાં બધા જીવે નટરૂપે છે અને એક રૂપ છેડે છે અને બીજી ધારણ કરે છે. બાકી ધર્મના જેને સાચા સ્વાદ લાગ્યા હૈાય તે કદી પણ સ`સારના ગધાત ટોપલામાં માઢું નાખેજ નહિ! પણ તે કયારે-જ્યારે ખરા સ્વાદ લાગ્યા હાય ત્યારે ! એમને એમ નહિ, અને એ પણ નક્કી છે કે ધર્મના સ્વાદ મેળવનાર બીજા સ્વાદને ઈચ્છેજ નહિ ! જેને અમૃત મળ્યું હોય એ બીજાની ઇચ્છા શા માટે કરે ?
સસાર-કારાવાસ.
મહાનુભાવા! આ સહસારની જુદી જુદી અવસ્થાએ એ થાડે યા ઘણું અંશે કેદખાનુંજ છે. ઘરસંસાર, કુટુ'ખકખીલા એ કાંટાનું કેદખાનું છે અને બધા સગાવહાલા વિગેરે તમારી મુક્તિમાં કટક સમાન છે: રાજ્યવૈભવ એ મેટુ કેદખાનું છે, અને ચક્રવતી પણું કે એવી મેટી સ્થિતિ એક પ્રકારનું કિલ્લાથી ઘેરાયલું કેદખાનું છે કે જેમાંથી નીકળવાની આશાજ ન રખાય! યાદ રાખજો કે એ શરૂઆતના નાના કેદખાનાના ચુર કરીને તમે બહાર નીકળવાની ચેષ્ટા નહિ કરા તા ધીમે ધીમે તમે વધારે પાકી કેદમાં સપડાવાના ! અને છેવટે એવી સ્થિતિ થવાની કે એ કેદખાનામાંથી મુક્ત થવાને ઉપાયજ તમારા મગજમાં નહિ આવી શકે ! માટે આ સંસારકારાવાસને તોડવા માટે જેમ બને તેમ જલ્દી અને જેટલા અને તેટલા વધુ મજબુત પ્રયત્ન આદરા. એમાંજ તમારી મુક્તિ છે; તમારૂ કલ્યાણુ છે. જો વધતા રાગને મૂળથીજ નિહુ છેદી નાખેા તેા એ દર્દ જીવલેણુ એવુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, અને પછી તમને નહિ સૂઝે કે હવે શું કરવુ? તમેજ એ સ’સાર-કારાવાસને પણ એના નાના રૂપમાંજ નાશ નહિ કરો તા આગળ ઉપર તમને એનું ભાનજ નહિ રહેવાનુ અને જ્યારે ભાન થશે ત્યારે એના ઉપાય તમારા હાથ બહાર ગયેલા લાગશે, અથવા તેા એ ઉપાયને અમલમાં મૂકતાં તમારે આકાશ-પાતાળ એક કરવા પડશે. આપણામાં કહેવત છે કે “ઉગતા રોગ અને વધતા વૈરીને શરૂઆતમાંજ દાબી દેવા' અને માણસને માટે કારાવાસ કરતાં વધારે ભયંકર દુશ્મન ખીજો કાણુ હાઈ શકે? કે.જે માણુસની તમામ શક્તિને ખુ’ડી ખનાવી નાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com