________________
આનંદ-સુધાસિંધુ.
(૭૨)
સુધાબિંદુ ૧ લું. તમારી આ સગી આંખે દેખાય તે બધું જુદું અને જે તમને દેખાતું નથી તે જ સાચું! કેવી વિચિત્ર વાત? આજ એમનું મહાનાસ્તિકપણું! પેલા બિચારા ચાર્વાક નાસ્તિક કહે છે કે જે આંખે દેખાય તે જ માનવું જયારે આ મહાપુરુષો કહે છે કે જે આંખે દેખાય તે ન માનવું ખોટું માનવું એના સિદ્ધાંત પ્રમાણે તે જેટલું પ્રત્યક્ષ તે બધું ભ્રાંતિ ભ્રમણા ભર્યું, મિથ્યા, દોરડીના સાપ જેવું ! ભલા આ બેમાં કેણ વધારે ખરાબ? ચાર્વાક કે વેદાંતી ? ચાર્વાકના ખ્યાલમાં પાંચ ઇંદ્રિય સિવાય બીજી વસ્તુ આવતી નથી અને તેથી એ માનતા નથી. ચેતના જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક કે મોક્ષ એ આ ઇદ્રિથી દેખાતા નથી અને એટલા માટે એ તે માનવા તૈયાર નથી. માલમ ન પડે અને ન માને એમાં શું ખોટું? અજાણ્યા માણસ તે કુવામાં પણ પડે છે એ વાત કયાં આપણે નથી જાણતા? પણ પેલા આપણા વેદાંતી ભાઈ તે પોતાને ખ્યાલમાં આવતી વરતું પણ માનવાની ના પાડે છે એ તે જોયા અને જાણવા છતાં દી લઈને કુવે પડવા જેવું કહે છે. ભલા આમાં કેણ સારે? ન જાણવાના કારણે નહિ માનનાર કે જાણવા છતાં ઇન્કાર કરનાર ? સત્ અને અસત્ . હવે જ્યારે એ વેદાન્તી ભાઈ પિતાના ઉપર આવી પડતા દેષથી
બચવા માટે એમ કહે કે અમે એ વસ્તુ અમુક અપેક્ષાએ કહીએ છીએ તો એલામાંથી ચૂલામાં પડયા જેવું તેને માટે થાય છે. ચાર્વાકથી બચવા માટે ઉપાય કરતાં જેનોના સ્યાદ્વાદ અપેક્ષાવાદના પંજામાં સપડાવું પડે છે અને એ વાત તે એને લેશ પણ ગમતી નથી કારણકે સ્યાદ્વાદ અપેક્ષાવાદ એ જૈનાનો પોતાનો જ મોલિક સિદ્ધાંત છે એ સિદ્ધાંતમાં કઈ પણ બીજા દર્શન કે સંપ્રદાયના સિદ્ધાંતની ગંધ નથી અને અમુક વસ્તુને અમુક અપેક્ષાએ અમુક પ્રકારની માનવી એજ સ્યાદ્વાદને આત્મા છે અને એ અપેક્ષાવાદને આશ્રય લેવામાં તે એને બહુ મેટી પંચાત ઉભી થાય એમ છે કારણકે સત્ અને અસત્ની વ્યાખ્યા કરતાં એ સાફ કહે છે કે જે વસ્તુ ત્રણે કાળમાં અબાધિત હોય, જેમાં ત્રણે કાળમાં લેશમાત્ર પણ ફેરફાર ન થતું હોય, જે હમેશાં માટે એક જ પ્રકારનું સ્વરૂપ ધારણ કરતું હોય તેજ સત, અને જગતમાં તે આવા પ્રકારનું ધૈર્ય નથી પણ એ માં તો વારંવાર અનેક પ્રકારનાં પરિવર્તનને સ્થાન છે– અવકાશ છે માટે તે અસત્, એટલે રાતું અને અત્ બન્ને પદાર્થો એકબીજાથી સાવ ભિન્ન છે. સત અને અસને સંપર્ક નથી અને અત્ ને સત્ સાથે કશો સંબંધ નથી. સતુ તે સજ છે અને અસત્ તે અસતજ કહેવાનું ! આ એ વેદાન્તી ભાઈને સિદ્ધાંત છે! જ્યારે આપણું સિદ્ધાંત પ્રમાણે તે
ઉપરવશ્વયુ સ” જે વસ્તુમાં ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા એ ત્રણે હોય તેજ સત ગણાય છે. આ ઉત્પત્તિ વિગેરે જુદા જુદા નથી રહેતાં પણ એ સત ગણાતા એકજ પદાર્થમાં રહે છે. જે અમુક કાળમાં સત હેય અમુકમાં ન હોય તેનું નામ સાચું સત્ નથી પણ જે ત્ર કાળમાં સત્ રહે તે જ ખરૂં સત્ ! ચાર્વાકના મત પ્રમાણે વર્તમાન કાળનું જ સવ-ભૂત ભવિષ્યનું બધું નકામું અને વેદાન્તી ભાઈના સિદ્ધાંત પ્રમાણે વર્તમાન કાળમાં જે હોય તે બધું અસત્ ! અને આમ માનવામાં જ એ સિદ્ધાન્તની ન્યૂનતા રહેલી છે. આપણા જૈનશાસ્ત્રકારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com