________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ હું થયું અને પેલે તત્વજ્ઞાનને અભ્યાસ તો માત્ર આત્મા વગરના શરીર જેવું ખાલી બેખું બની ગ! અને પેલી દીક્ષા લેવાની વાત? એને તે બીચારીને કયાંઈ પત્તો જ ન મળે ! દીક્ષા દીક્ષાને ઠેકાણે રહી અને આ ભાઈ તે સંસારમાં મસ્ત બની ગયા! મહાનુભાવો ! આ વાત સાવ સાચી છે. અનુભવથી સાચી છે. એક માણસને એક વસ્તુને ખ્યાલ ન હોય ત્યાં લગી એ છોડવી એને મન મોટી વાત નથી! પણ એને આસ્વાદ ચાખ્યા પછી એનાથી છૂટા પડવું બહુ આકરૂં થઇ પડે છે! તમે જ કહો કે દારૂ છોડ અથવા દારૂનું સેવન ન કરવું એ તમારે મન રમત છે, પણ એક દારૂડીયાને કહે કે ભાઈ દારૂ છોડ ! તે એને એ કેવું આકરું લાગવાનું ? એજ પ્રમાણે એક માણસને સંસારના ભ્રામક સુખનું આકર્ષણ નથી થયું ત્યાં લગી સંસાર છોડવો એને મન રમત છે પણ જ્યાં સંસારની મેડકતાના જાળમાં ફસાયે કે પછી તમે ગમે તેટલું કરે છતાં એમાંથી નીકળવું મુશ્કેલ છે. બસ ! અહિંજ બાળદીક્ષાની આવશ્યકતાની જડ છે. બાળકનું હદય આયના જેવું સાફ હોય છે. એના ઉપર જેવા સંરકારો પાડે તેવા પડવાના ! બાળક તે દરેક વસ્તુ ગ્રહણ કરવાનું ! એમાં ખરાબ વસ્તુને પ્રવેશ ન થઈ જાય એ ધ્યાન તે એના શુભેચ્છક ગણાતા વડીલોએજ રાખવાનું છે ! હવે કહે મહાનુભાવે ! કે આત્માના ઉદ્ધાર માટે બાળદીક્ષાની જરૂર ખરી કે નહિ? અને બાલદીક્ષિત જેટલું આત્મકથાણુ સાધી શકે એટલું બીજા સાધી શકે ખરા કે? એજ સાચું બાળદીક્ષાનું રહસ્ય રાઇના ભાવ રાતે ગયા. આપણે આપણી ટેવના ગુલામ છીએ ! એ ટેવને આધીન થઈને
એક વસ્તુ ખરાબ લાગવા છતાં આપણે છેડી શકતા નથી ! માયા અને કપટને તમે સારાં ગણે છે? અઢાર પાપસ્થાનક સેવન કરવા તે સારું છે? છતાં એ છોડવાની વાત આવ્યું ત્યારે તમને શુંનું શું થઈ જાય છે ! પણ આમાં તમારો વાંક નથી ! એ સંસારની જ એવી લીલા છે કે ખરાબ સમજવા છતાં ત્યાગ ન કરી શકાય! તમે અમુક વસ્તુને ત્યાગ કરવાનો વિચાર કરે કે તમારા ઉપર એ સંસારમહારાજાના સિપાઈઓ હલ કરી ઉડવાના! અને એ સિપાઈઓના આક્રમણને કારણે પાછા તમે સંસારમાં રાચતા થઈ જવાના! જે માણસ કેદમાં ન સપડાયેલ હોય તે મનમાં આવે ત્યાં નાસી ભાગી કે હરી ફરી શકે પણ જે બીચારો કેદખાનામાં પૂરાયો હોય અને જેના ઉપર સખત ચોકીપહેરો હેય તે ક્યાં ચસકી શકે? આ સંસારમાં રાચી રહેલા માણસે પણ કેદખાનાના કેદી સમાન જ સમજવા ! જયાં પારકા પહેરેદાર હોય ત્યાં ટવું આવું કઠિન છે ત્યાં જે તમારા આત્મામાં અનેક અંદરનાજ પહેરેગીરે હોય એનાથી તે તમે કેવી રીતે છૂટી શકે? જ્યાં દીક્ષા લેવાનો વૈરાગ્યનો વિચાર કરે કે તરત બીજા સે વિચારો તમારી સામે ઉભા થવાના! તમને તમારા ખાવાપીવાનો વિચાર આવવાને તમારા દીકરાદીકરીઓની ફીકર તમને થવાની તમારા માતાપિતાને વિચાર આવવાને, તમારી સ્ત્રીની ચિંતા તમને મુંઝવવાની! આ બધાય વિચારે ઉપર વિજય મેળવે તે જ તમે સંસારસાગર તરવાને સમર્થ થઈ શકે ! નહિ તે વૈરાગ્યના વિચારો એ વિચાર રૂપજ રહેવાના! વળી મરેલા કેદીની પાછળ કોઈ પહેરેગીરે નહિ છૂટવાના! માત્ર બેચાર ભેગા થઈને એને કુટી બાળવાના ! પણ જે કેદી નાસી છૂટયો કે એની પાછળ ૧૦-૨૦ પડવાના અને એને પકડી કાઢવાના ! એવીજ રીતે સંસારને ત્યાગ કરવા તૈયાર થાઓ કે આ અંદરના પહેરેગીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com