________________
આનંદ-સુધાસિંધુ
(૭૦).
સુધાબિંદુ ૧ લું નારે કહી દીધું! શબ્દ તે એવા સરળ છે એને ગમે તે ઉપયોગ કરે છતાં એ કંઈજ નહિ કહેવાના. પેલા માણસના મનમાં આવ્યું તે પ્રમાણે શબ્દને-સ્વર-વ્યંજનની જોડણી
-ઉપયોગ કરી નાખ્યો અને કેઈપણ જાતના આગળ પાછળના કે સંગતતા, અસંગતતા વિચાર કર્યા વગર પોતાના મનમાં આવ્યું તે પ્રમાણે બકી દીધું, પણ દુનિયામાં બધેય સ્થળે દીવાના કહેનારને સાંભળનારા પણ દીવાના નથી જ મળતા! કે ઈક તે બુદ્ધિશાળી મગજ એને જરૂર મળે છે અને પૂછી બેસે છે કે ભાઈ, તમારી વાત પણ અજબ -પેલા “બાર હાથના ચીભડા અને તેર હાથના બી” જેવી અજબ છે. તમે પચીસના અને તેમને જન્મ આપનારી તમારી માતા પાંચ વરસની એ કેમ સંભવી શકે? એ જ પ્રમાણે આપણે અહિ પણ એ નાસ્તિક બંધુને પૂછીએ કે ભાઈ તમારા શાસ્ત્રમાં તે કેવળ પ્રત્યક્ષ પ્રમાણને જ સ્થાન છે :પ્રત્યક્ષ સિવાચના બીજા પ્રમાણે ત્યાં કલંકિત ગણાય છે-અપ્રમાણું રૂપ લેખાય છે. તે પછી તમારા શાસ્ત્રો પ્રમાણે તે જ્યારે–તમે આ આંખેથી પાંચ ભૂતને સંગ થતું નડાળા એ સંયેગના કારણે એમાં જીવ જેવી કેઈ ચીજ ઉત્પન્ન થતી જુઓ ત્યારે જ તમે કહી શકે કે જીવ ઉત્પન્ન થયા જીવ નાશ પામે છે. લાલા તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને કહે કે તમે કદી આ ક્રિયા તમારી સગી આંખે-તમે પ્રમાણભૂત માની શકે એવી પ્રત્યક્ષ રીતે-નીહાળી છે ખરી? સ્વર્ગ-નરકનું પ્રત્યક્ષ. વળી એ નાસ્તિક ભાઈને અગ્નિ અને ધૂમાડા જેવી વ્યાવહારિક
સાવ સાધારણ ચીજે માનવામાં હરકત નથી પરંતુ અતીન્દ્રિય પદાર્થોને માનવામાંજ એને આચકે લાગે છે. એ તે કહે છે કે-વર્ગ, નરક, મોક્ષ, ધર્મ, અધર્મ, અને એવી બીજી ચીજો માનવામાં મને કશી હરકત નથી પણ મને જે એ બધાનું પ્રત્યક્ષ દર્શન થાય તો જ માનું! માનવા છે સ્વર્ગ, નર્ક કે મોક્ષ અને નીહાળવા છે આહં બેઠા બેઠા આ ચર્મચક્ષથી ! કેવી મજાની વાત ? લંડનના અસ્તિત્વમાં શ્રદ્ધા તો અવશ્ય કરવી છે પણ તેનું જે અહિં બેઠા બેઠા દર્શન થાય તે ! આ તે પેલા જેવું થયું કે-એક માણસ કહે–ભાઈ જગતમાં રૂપનું અસ્તિત્વ માનવામાં મને કશી હરકત નથી પણ ભાઈ, જે મને એ રૂપનું જ્ઞાન મારી જીભથી થાય તે માનું ! ભલે એને એ રૂપ જીભે જણાશે કયારે અને એ ભાઈ સાહેબ રૂપને માનવાના કયારે ? મહાનુભાવ! જે આપણે આ ભાઈની આવી વાણીને વિચાર-વિવેક વગરની કે મૂર્ખતાભરી કહી એ તે પેલા નાસ્તિક ભાઈની અહિં બેઠા બેઠા વર્ગ નરકનું પ્રત્યક્ષ દર્શન કરવાની ભાવનાને કેમ મૂર્ખ ન ગણવી! ખરી રીતે તે આમાં અને એમાં જરાય ફરક નથી. ફરક એટલેજ કે એક વસ્તુ તરત સમજાય એવી છે જ્યારે બીજામાં કંઈક મગજને શ્રમ આપવો પડે છે. બાકી તો બન્ને પ્રસંગે એક સરખાજ છે. અહિં બેઠા બેઠા છો દ્વારા જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ માનવું છે અને એ અતીન્દ્રિય વસ્તુએની પ્રત્યક્ષ એ ઈન્દ્રિયોથી કરવું છે! કેવું મજાનું? દુઃખે છે પેટ અને દવા લગાડવી છે માથે! અતીન્દ્રિય પ્રમાણ અને વિષય. આપણે ક્ષણભર માટે “તુર્થત ર્જન” એ ન્યાયે કરી
એ ચાર્વાક ભાઈની વાત સાચી માનીએ કે-જીવ ઉત્પન્ન થાય છે. છતાં આપણે નમ્રપણે એ ભાઈને એટલું તે અવશ્ય પૂછી શકીએ કે મહેરબાન,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat