________________
આનંદ-સુધાસિંધુ
(૭૫)
સુધાબિંદ ૧ લું. . પણ બરાબર અડધો અડધ ભાગ માગવાના અને તેટલો ભાગ એને મને યા કમને આપ પણું પડવાનાજ, અને તે પણ દાનપુણ્ય તરીકે નહિ પણ હક તરીકે. મહાનુભાવો ! આખા સંસારની લીલાજ આવા પ્રકારની છે. એનાથી બચવાને વિચાર કરે આત્માથી જીવને માટે બહુજ જરૂરી વસ્તુ છે. નહિ તો કર્મબંધનને બધો જે તમારા માથે આવશે અને એનું ફળ બીજા બધા લૂંટી જશે. પૈસો પેદા કરવા માટે અન્યાય તમે કરશે, અધર્મનું સેવન તમે કરશે, અનાચાર તમારે આદર પડશે અને એ બધું ઠંડે કલેજે ભેગવશે પેલા તમારા કહેવાતા શુભચિંતકે! કેવું ખેદજનક પરિણામ ! સ્વાર્થ વૃત્તિનું પોષણ. આ તો થઈ સંસારના તમારા બીજા સગા અને તમારી વાત !
હવે જરા તમારા પિતાનાજ આત્મા અને તમારા પિતાનાજ શરીરને વિચાર કરો ! એ વાત ખાસ ધ્યાનમાં રાખશો કે કેટલીક દષ્ટિએ જેમ સગાવહાલાઓ આપણને ડુબાડનારા થાય છે એ જ પ્રમાણે આ આપણું કહેવાનું શરીર પણ આપણું આત્માને પાડવામાં કંઈ ઓછો ભાગ નથી ભજવતું ! અરે વધુ પડતો ભાગ એજ ભજવે છે એમ કહીએ તો એમાં કંઈ અતિશક્તિ ભર્યું નથી તમને ખાવાપીવાની, મેજમા ઉડાવવાની, ગાડી, લાડી વાડીના વિચારો અને સેવનમાં આનંદ માનવાની તમને ટેવ પડી છે એ શાથી ? કહો કે આ શરીરની વિલાસી વૃત્તિનાજ કારણે! એક રાકને જ વિચાર કરે ! આપણે અનાદિ કાળથી અનેક પ્રકારના પદાર્થો ખાતા આવ્યા છીએ! છતાં આપણું રસવૃત્તિને કદી પણ સંતોષ થયો ખ? વિચાર થયે અને સોડાલેમનની બાટલીઓ પેટમાં ઠલવી નાખી! અભક્ષ્યને વિચાર આવ્યો કે તૈયાર! અને કેઈકને તો માંસમદિરાને વિચાર આવ્યો કે તરત એ પેટમાં પહોંચાડી જ દીધું છે! મહાનુભાવો! આ રસનાને ક્ષણિક આનંદ છે. ગળા નીચે ઉતર્યું કે પછી ગળ્યું અને કડવું સરખું બની જાય છે. ખાટા કે તીખાના ભેઢ તે માત્ર જ્યાં સુધી આ લલી જીભડીએ માલ આગળ નથી કે ત્યાં લગીજ છે. પછી તે બધું સરખું જ સમજવું. છતાં આ ક્ષણિક આનંદ માટે આપણે કેટલા પાપાચાર સેવીએ છીએ? કેટલા નિર્દોષ જીવને ભોગ લઈએ છીએ ! મહાનુભાવે ! સ્વાર્થવૃત્તિના પોષણની ધગધગતી જવાળાઓમાં બીજા નિર્દીને ભેગ તે આનું નામ! આના કરતાં બીજો કયે ભોગ વધુ ભયંકર કે વધુ નાલાયકી ભર્યો લેખાય? પણ આપણી સ્વાર્થોધતાના આવેશમાં આ કડવા સત્યને આપણે સ્વીકાર કરવા તૈયાર નથી! પણ એક વસ્તુ તમે સ્વીકારો યા ન સ્વીકારે છતાં એનું પરિણામ તે આવ્યા વગર નથી જ રહેતું ! જે સ્વીકાર અને અસ્વીકાર ઉપરજ જગતના પરિણામોનું નિયમન થતું હોત તે તે ખરાબ પરિણામ જેવી વસ્તુનું જગતમાં નામનિશાન જ ન રહેત ! એટલે આપણે ખાતાં પીતાં અને આનંદ કરતાં કરેલાં પાપને આપણે સ્વીકાર કરીએ કે ન કરીએ છતાં એનું ફળ આત્માને ભેગવવું જ રહ્યું અને આપણે જોગવીએ છીએ જ ! કરે તેવું પામે. જગતમાં ડાહ્યા માણસનું કહેવું છે કે-માણસે પિતાના માથે દેવું ન કરવું
દેવાદાર માટે તે ડૂબવા સિવાય બીજો ઉપાય જ નથી. પૈસા ધીરનારને જગતમાં ટેટે ન હોય પણ પૈસા લેનારે પિતાની જવાબદારીને વિચાર ભૂલ ન ઘટે! એ જ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com