________________
ww wwww
આનંદ-સુધાસિંધુ.
(૮૫)
સુધાબિંદુ ૧ . કેવા પ્રકારે છે એ વસ્તુ તમારે સમજાવવી નહિ પડે. એ અનાદિ માનવામાં ફાયદો શું? કે એ અનાદિ શા માટે છે એ પણ તમારે સમજાવવું નહિ પડે માત્ર તમે તે સંસ્કારજ આપે અને પછી એ બધાને ઉકેલ આપોઆપ થઈ જશે, પણ યાદ રાખજો કે એ સંસ્કાર આપવા એ તમે માને છે તેવું સરળ નથી એના માટે તમારે પિતાને પહેલાં સાચી શ્રદ્ધા કેળવવી પડશે અને પછી જ તમે એ સંસ્કારે તમારા બાળકને આપી શકશે. મૂર્ખ માસ્તરે કદી નિશાળીઆઓને પંડિત બનાવ્યા સાંભળ્યા છે ?
સંસ્કારનું ફળ– એ વાત બરાબર યાદ રાખવી જોઈએ કે-કેઈપણ સંસ્કારનું ફળ તત્કાળ
થતું નથી. “બીજ વાવ્યું અને ઝાડ ઉગ્યું” એમ કદી બન્યું છે ખરું ? એ તો વાવણું કર્યા પછી પાક માટે અમુક ધીરજ રાખવી જ રહી ! બાકી એટલી શ્રદ્ધા તે જરૂર રાખજે કે કરેલું કાર્ય અને વાવેલું બીજ કદી પણ અફળ જતાં નથી. એકના એક દિવસે એને અંકુર અવશ્ય ફટવાનેજ. ફકત તમારે ધ્યાન માં રાખવાનું છે કે એ સંસ્કારો એવી સરસ રીતે અને ખુબીથી પાડવાના છે કે જેથી જેના ઉપર તમે સંસ્કાર પાડતા તેને કંઈપણ અણગમાની લાગણી પેદા ન થાય ! ગળથુથીમાં ગળપણને બદલે ખારાશ આપે તે બચ્ચે કદી નહિ પીવાનું ! પણ એ ગળપણના કારણે એ આનંદથી પી જાય છે અને પાછળથી એ ગળથુથી શેની બનેલી હોય છે, શા માટે આપવામાં આવે છે એ પણ વખત જતાં આપોઆપ સમજવા લાગે છે. ગળથુથી આપવી તમારું કામ છે. ફાયદે કે એ બાળકના ભાગ્યની વાત છે. તમે જેનપણના સંસ્કાર આપો. પછી તે જેવું પાત્ર હશે તેવું પરિણામ નીપજશે, પણ જે સંસ્કાર આપવામાં તમારી ખામી હશે તે પાત્રને દોષ કોઈ નહિ કાઢે ! દૂધ સારું હોય છતાં ફાટી જાય તે વાસણને દેષ કાઢી શકાય પણ સ્વયં દૂધ જ ખરાબ હેય તે પાત્રને વિચારજ કયાં કરવાને રહ્યો ?
જ્ઞાન વગરની કિયા. જે સંસ્કાર આવ્યા હશે તે અવશ્ય ભાવના જાગશે. જેનપણ
જાણ્યું હશે તે પાળવાનું મન થશે, પણ જે વસ્તુ જાણી જ નહિ હોય તેને પાળવાનું કે મેળવવાનું મન થાયજ શી રીતે ! જીવ વિગેરે સંબંધી સાંભળ્યું હશે તે શ્રદ્ધા કરવાનું મન થશે ! કેટલાક માણસે એવા વિચારના છે કે જેઓ માને છે કે સમજણ વગરની માત્ર ગોખણપટ્ટી શું કામની ? પિપટ લાખો વર્ષો સુધી સમજયા વગર રામરામ કહા કરે પણ એમાં એનું કલ્યાણ શું થવાનું? એજ પ્રમાણે આ અનાદિમય બરાબર સમજ્યા વગર ગોળી નાખવાથી શું ફાયદો ? પણ મહાનુભાવ! જરા વિચાર કરો. કેટલાક પ્રસંગે એવા હોય છે, કે જ્યાં એક વસ્તુ જાણે યા ન જાણે એ મહત્વનું નથી. માત્ર એની સાથે સંયોગ થવે કે તરત પરિણામ આવવાનું જ ! રાખથી ઢાંકેલા અગ્નિને તમે જે કે જાણે નથી છતાં ભૂલથી એના ઉપર પગ આવી જાય તે તમે દાઝવાના ખરા કે નહિ ? તમે રને ગુણ અવગુણ જાણતા નથી છતાં ખાઓ તે શું પરિણામ આવવાનું? અરે જે બાળકને આપણે ગળથથી આપીએ છીએ એ બાળક ગળથુથી કેમ થઈ, શા માટે આપવામાં આવે છે એ વિગેરે જાણે છે ખરો? અને છતાંય એ ગળથુથીને ફાયદો એને થાય છે કે નહિ ! ઠીક એ જ પ્રમાણે અહિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com