________________
(૮૩)
‘સુધાબિંદુ ૧ લું.
મહાનુભાવે ! આપણે ઉપર પણ જાણી ગયા કે ધર્મનું આચરણ એ જેટલુ કલ્યાણકારી છે એટલુ જ આકરૂ પણ છે. એનું નિયમિત પાલન કરવું બહુજ કિઠન છે, કારણ કે આ સ`સારના ક્ષણિક સુખ-માનંદનેા ઉપયોગ કરવાને આપણે આત્મા અનાદિ કાળથી ટેવાઈ ગયા છે, અને ટેવ એ એક એવી ખરામ ચીજ છે કે માછુસને ફ્રુઇ સ્થિતિમાંથી કઈને કઈ સ્થિતિમાં લાવીને મૂકી દે છે ! જરા દારૂ પીવાને ટેવાયેલ માણુસની હાલત જો જો! પહેલાં એજ માણુસ એવા હતા કે જેને દારુનું નામ સરખું પણુ ગમતું ન હતું, જેને દારૂની ગંધ માત્રથી પણ સૂગ આવતી હતી અને જેને દારૂડીયાની સ`ગત સર્પના જેવી ભયકર લાગતી હતી, પણ કમનસીબે ધીમે ધીમે એ માણસ દારૂ તરફ આકર્ષાવા લાગ્યા, પહેલાં દારૂ કેવા છે એ જાણવાનુ એને મન થયું, પછી એકાદ મિત્ર કે સ્નેહીની આગ્રહભરી વિનતિથી એનુ` સ્વાદન કરવાની નઠારી વૃત્તિ જાગૃત થઈ. એકાદ વખત દારૂના આસ્વાદ ચાખ્યા, અને ધીમે ધીમે એક ચમચી ઉપરથી એક પ્યાલા ઉપર અને એક પ્યાલા ઉપરથી એક ખાટલા ઉપર અને પછી તેા બાટલા ઉપર ખાટલા ચઢાવવા લાગ્યા. હવે એ દારૂના ગુલામ બન્યા. દારૂની ટેવ-વ્યસનમાં ચકચૂર બન્યું: અને આ દારૂડીઆની દશા તેનુએ ! 'કાઇ ભલા સહૃદય માણસને તેની તેવી દશા દેખીને રડવાનું મન થઇ આવે એવી કરૂણ એની સ્થિતિ થાય છે. એક વખત ડાહ્યો ગણાતા માણસ ખેલવાચાલવાની, સભ્યતાની મર્યાંઢાની હદ આળગે છે, એની પાસે સભ્યતા જેવી વસ્તુજ નથી રહેતી ! અરે એ બિચારાને પેાતાના શરીરનું ભાન સરખુ` પણ નથી રહેતુ, મનમાં આવે તેમ ખકે અને મનમાં આવે તેમ ખાય અને જયાં ત્યાં મળમૂત્ર ગટર જેવા ગદા સ્થળામાં પણ પડી જાય! એ પ્રભુ!! કેવી દયાજનક હાલત! ભવ્ય પ્રાણીએ I આ ટેવાના ગુલામની આ દશા છે જેઓ ટેવને આધીન થઇને સારી પ્રવૃત્તિથી વેગળા થાય છે તેમની કાઈને કાઈ અંશે આવીજ સ્થિતિ થવાની! માટે એ અનાદિકાળથી જીવને પાપાચરણ અને ક્ષણિક સુખ માણુ વાની જે ટેવ છે તેને અટકાવા. તમારી દેવા સુધારા એટલે તમે આપોઆપ સુધરી જશે.
કે
આનંદ–સુધાસિ'.
વ્યસનની વેદના.
સત્યના જય ! મહાનુભાવે—આવા કઢંગા સ’સારની અલામાંથી જયાં સુધી આપણે નહિ છૂટીએ ત્યાં લગી આપણા માથે દુ:ખના ડુંગર પડતાજ રહેવાના ! એ દુ:ખમાંથી મુક્ત કરવા માટે પરમકરૂણાસાગર શ્રીજિનેશ્વર ભગવાને આપણને બહુજ ઉત્તમ માર્ગ ખતાન્યેા છે. મે માર્ગ ના ઉપયેગ કરવા આપણા હાથમાં છે. એ ભૂલવુ ન જોઇએ કે શેઠની શિખામણુ ઝાંપા લગી” પછી તેા માણુસની પોતાની આવડતજ કામ લાગવાની ! શ્રી જિનેશ્વર ભગવાને તેા મા મતાબ્યા પણ એના ઉપર ચાલવું એ આપણું કાર્ય છે. માર્ગ બતાવનાર તે માજ બતાવી શકે. કાંઇ આપણા બદલે એ માંગનુ પાલન ન કરી શકે ! એ. માર્ગ આપણને મળ્યા છે. એને આપણે સદુપયોગ કરવાના છે. ખાકી છતાં વહાણે જો આપણે ડૂબી મરીએ તે આપણને કેણુ ખચાવી શકે ? માટે મહાનુભાવા ! આ જિનેશ્વર ભગવાનના શાસ નના માર્ગ અણુ કરીને તમારા આચારવિચાને સારા રસ્તે દેશ અને એ સાચા રસ્તાનું અનુસરણુ કરવાનુ ફળ પણુ સારૂ જ આવવાનુ`! ધીરજ રાખે!! અને સત્યના પ્રથ ઉપર શ્રદ્ધા રાખીને આગળ વધે ! કારણ કે સત્યના સદાય જય થાય છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com