________________
આનંદ-સુધાસિંધુ.
(૮૨)
સુપબિંદુ ૧ લું. તેમ બેદરકાર બને, પણ જ્યારે એની પાસેથી રીતસર જવાબ માગવામાં આવે ત્યારે એને ભેંય ભારે થઈ જાય છે ! એજ પ્રમાણે આપણા માલિક સમા આત્માને કંઈ નુકસાન ન થાય, પણ કંઈને કંઈ અંશે એની શુદ્ધિમાં અભિવૃદ્ધિ થાય એજ માર્ગ સારો અને સારો છે. નહિ તે એ આપણા આત્માને એ બધી બેદરકારીનું પરિણામ ભોગવ્યા વગર છૂટકો નહિ થાય ! અરે નરક અને નિગૅદ જેવા રૌરવ દુઃખ સહન કરવા છતાં 2કો નહિ થાય ! એક વખતે ક્ષણિક આનંદ માટે ભેગવેલું એકી ઓકીને કાઢવું પડશે ! એટલા માટે મહાનુભાવે ચેતતા રહેશે અને એ આત્માનું હમેશાં કલ્યાણ થાય એવીજ પ્રવૃત્તિ આચરજે !
આત્માને વિજય. એક વસ્તુમાં આપણે ઘણી વખત ભૂલથાપ ખાઈ જઈએ છીએ ! આપણે
આ ભવમાં અમનચમન ઉડાવતાં જે પાપ પાર્જન કરીએ છીએ એને ભોગવવાને પ્રસંગ આપણને આ જન્મમાંજ નથી મળતો, અને તેથી “હાર્યો જુગારી બમણું મે' એ પ્રમાણે આપણે પણ દિવસે દિવસે વધુ ને વધુ વિલાસપ્રિય થતા જઈએ છીએ અને વધુ ને વધુ પાપનું સેવન કરીએ છીએ, પણ મહાનુભાવો ! એ યાદ રાખજો કે “નિ હોત ન જ સપાત્ર ચાર દિવસની ચાંદની પછી અંધારી રાત જરૂર આવવાની છે. તમારું પુણ્ય તપતું હશે ત્યાં સુધી તમને કંઈ હરકત નહિ આવે, પણ જે વખતે એ પુણ્યની પુંજી અપાઈ જશે; તમારું એ પુણ્ય પરવારી જશે એ વખતે તમારી હાલત બહુજ દયાજનક થશે! પાપની પેદાશ કરીને ભેગવેલું પુણ્ય છેવટે તમને પાપના ભયંકર શાપમાં સબડતા મૂકીને ચાલ્યું જશે અને તમે હાથ ઘસતા રહી જશે! એ વખતે એ બધા પુણ્યને હિસાબ પતાવ તમને અતિ આકરો લાગશે ! અને એ સ્વચ્છંદતા અને એ ઉદ્ધતાઈના મરણના કીડાઓ તમારા હૃદયને કોરી ખાશે અને અનેક પશ્ચાત્તાપ કરવા છતાંય, અનેક નસાસા નાખવા છતાંય, અને અનહદ યાતનાઓ ભેગવવા છતાં તમારો આરો નહિ આવે ! આ પાંચ ઇંદ્રિયો એ આપણા માટે મહાન શત્રુની ગરજ સારે છે ! એને પિષવાની વૃત્તિ આપણી પાસે અનેક પ્રકારના પાપાચાર સેવન કરાવે છે અને એને બધાને જવાબ આપણે એકલા આત્માને જ દુ:ખ ભેગવી જોગવીને આપવો પડે છે. એટલે ખરા આત્માથીએ તો હમેશાં એ પાંચ મહાદુમનો ઉપર કાબુ મેળવવાની કેશીશજ કરવી જોઈએ. એ ઇકિપર વિજય મેળવવામાં આપણે જેટલા વધારે સફળ થઈશું તેટલા અંશે આપણે આત્મા વધારે શુદ્ધ બનવાને આપણે આત્માનું દુખ ઓછું થવાનું, મહાનુભાવે એ પાંચ શત્રુઓના ગુલામ ન બનતાં એને તમારા ગુલામ બનાવે અને પછી જુઓ કે તમારો આત્મા કેટલે હળવો કેટલે પવિત્ર અને કેટલો આનંદી બને છે! ઇદ્રિના વિજયમાં અમાને પરાજય છે, ઈદ્રિયોના પરાજયમાં આત્માનો વિજય છે. એ પવિત્ર સૂત્રને તમારું જીવનસૂત્ર બનાવો! તમે જે કંઈ ગયા ભવમાં પુણેપાર્જન કર્યું હોય કે જેનું ફળ તમે અત્યારે ભેગવી રહ્યા છે એ પુણ્યને ભેગા કરવા છતાં પણ નવું પુણ્યજ તમને મળે એવી પ્રવૃત્તિ કરવામાંજ તમારું કલ્યાણ સમાયું છે. જે પુણ્યને ઉપભેગ કરતાં પાપ વળગે તે એ પુણ્યને સાચે ઉપગ કર્યો ન ગણાય ! જે વેપારમાં મૂળ મુડીમાંજ નુકસાન આવતું હોય એવો મૂર્ખતાભર્યો વેપાર કોણ કરે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com