________________
૮૭)
આનંદ-સુધાસિંધુ.
સુષાબિંદુ ૧ લું સંસારમાં જેમ તમે માબાપના હાથમાં બાળકનું હિત સેંપ છે એજ રીતે ધાર્મિક હિત આ પથપ્રદર્શકના હાથમાં બેધડક થઈને શા માટે ન લેંપવું? અને અમુક વસ્તુનું જ્ઞાન થયા વગર પણ એ ક્રિયાનું પાલન કેમ ન કરવું ? ક્રિયા ફળ આપ્યા વગર રહેતી જ નથી. તમે જાણે યા ન જાણે પણ ક્રિયા કરી એટલે ફળ મળવાનું જ ! જે જ્ઞાન ઉપરજ કિયાનો આધાર હોય તે તે તમારે માનવું પડશે, કે જ્યાં સુધી એક વસ્તુનું આપણને જ્ઞાન ન થાય ત્યાં સુધી એ ક્રિયાનું ફળ આપણને નહિ મળવાનું ! અને તે પછી જે માણસને હિંસાઅહિંસાનું જ્ઞાન ન હોય, હિંસાથી પાપ લાગે છે એ ખ્યાલ સરખે પણ ન હોય, તેવાને તમારા મત પ્રમાણે તે, હિંસા-ઘેર હિંસા-અનેક પ્રાણીઓનો સંહાર કરવા છતાં પાપ નહિ જ લાગવાનું! વાઘ, સિંહ કે એવા અબુઝ પ્રાણીઓને પ્રાણુંઓને આહાર કરવા છતાં અશુભ કર્મબંધન નહિ થવાનું! અરે જે વ્યકિતને ખુનની સજા ફાંસી હેવાનું જ્ઞાન નહિ હોય તેને તે ફાંસી પણ નહિ થવાની ! કેવું વિચિત્ર ! મહાનુભાવે ! તમારા હૃદયને પૂછીને જવાબ આપો કે આવી સ્થિતિ તમે કબુલ રાખ ખરા? અરે સરકારી કર્યો અને ન્યાયમંદિર પણ જ્ઞાન, ક્રિયાનો આ ગાંડો સંબંધ સ્વીકારવા તૈયાર નથી કે ભાન ન હોય તે ક્રિયાનું ફળ ન મળે.
- ત્યાં તે તમને જ્ઞાન હોય કે ન હોય એનો વિચાર કર્યા વગરજ તમે કરેલા ગુન્હાને બદલે આપી દેવામાં આવે છે, અને જે આમ ન હોય તે દરેક જણ અજ્ઞાની હોવાના ઢગ કરીને કોર્ટની સજામાંથી બચવાને લાભ લઈ લેત ! અરે છેવટે કુદરતને પણ આ વાત મંજુર નથી. ત્યાં પણ કરે તેનું ફળ મળે જ છે, તે પછી ધાર્મિક વાતમાં પણ એ નિયમ અચળ રહે તે શું હરક્ત જેવું છે? જ્ઞાનની જરૂર ! ભલા જે ઉપર કહ્યું એ પ્રમાણે ક્રિયા જ્ઞાનની અપેક્ષા રાખ્યા વગરજ
સાવ નિરપેક્ષપણેજ ફળ આપી દે છે એમ માનીએ તે જ્ઞાનની આવશ્યતાજ શી રહી? જે જ્ઞાનને ક્રિયાને કોઈપણ પ્રકારને ઉપગ ન હોય તેવું જ્ઞાન માનવાથી શું ફાયદો? તે પછી જ્ઞાન નામની વસ્તુજ જગતમાં નહિ રહેવાની ! દૂધને સ્વભાવજ ગુણુ કરવાનો છે એટલે જ્ઞાન હોય કે ન હોય પણ તમે ખાઓ તે તમને ગુણ થવાનેજ ! અને ન ખાઓ અને દૂધનુ સમસ્ત વિજ્ઞાન તમે જાણતા હશે છતાં એને ફાયદો તમને નહિ જ થવાને. આ ઉપર એક દછત સાંભળે. એક હતા શેઠ. સ્વભાવે મખીસ, વખત આવ્યે એક એક પિ માટે મકકે જાય એવા. ચમડી જાય પણ દમડી ન જાય એ એમને વહાલે જીવનમંત્ર. કમનસીબે બીચારા માંદા પડયા. થોડા ઘણું ઘર બહારના ઉપચારો કર્યો, પણ કેટલીક માંદ- - ગીઓ એવી હઠીલી હોય છે કે એની આગળ દેવીની માફક રૂપીઆની કોથળીની ભેટ ધરે તેજ એ પ્રસન્ન થાય અને આપણે પીછો છોડે. એ શેઠ ઉપર પણ કેઈ આવીજ માંદગી મહાદેવીની કૃપા થઈ હતી. તે જેમ તેમ ખસે એમ ન હતું. આ તરફ શેઠ સાહેબ પણ સહેલાઈથી પૈસા ખચ્ચી નાખે એમ ન હતું. પરિણામે બને હઠે ચઢયા અને શેઠ સાહેબના શરીરને ઘાણ વળી ગયે. ફુલેલા ગળામાં ખાડા પડી ગયા. આ ઉંડી ગઇ. વધેલું પેટ પાતાળમાં પેસી ગયું અને શરીરમાં માંસને સ્થાને હાડકાં ડોકીયા કરવા લાગ્યાં. એક દિવસે શેઠના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com