________________
**
*
આનંદ-સુધારિ.
(૭૯)
સુધાબિંદુ ૧ લું. પરિવાર કે સજજનોના સહવાસમાં રહેવું પસંદ કર્યું સાંભળ્યું છે? અને અહિં જ આ અનાદિની રખડું પટ્ટીની જડ રહેલી છે-કે સારા ભાડુતને તો નસાડી મૂકે છે અને નઠારા નાલાયકને ગેાતીગેતીને એમાં વસાવે છે. સમજે છતાં ન કરી શકે અને જાણે જોઇને કુવામાં પડતું મૂકે એનું જ નામ સાર વગરનો સંસાર ! માણસ જાણી જોઈને પાપના વમળમાં ફસાઈ જાય અને પિતાની ખાનદાનીને ભૂલી જઈને પિતાનું હિત વિષયકક્ષાના ક્રુર હાથમાં સેંપી દે! મહાનુભાવે ! તમે પણ આવા પંજામાં સપડાઈ જઈને તમારી સંસારવૃદ્ધિને ન નેતરી લે એનું તમારે ધ્યાન રાખવું ઘટે! અને એના માટે તમારે હમેશાં સારો-સહવાસ રાખવો પડશે, અને એ શુભ-સહવાસના ફળરૂપેજ તમારામાં ધર્મભાવના જાગૃત થશે! “સહવાસ તેવું ફળ” એ વાત તમને ફરી ફરીને સમજાવવાની જરૂર નથી. એ તે આપણા નાના બાળકો પણ જાણે છે. માત્ર તમે એ સારી વસ્તુને અમલમાં મૂકે એટલું જ તમારા માટે જરૂરી છે, કારણ કે આચરણ વગરનું જ્ઞાન એ આત્મા વગરના શરીર જેવું છે !
કદાગ્રહની ભૂતાવળ. ઘણી વખત આપણી કદાગ્રહવૃત્તિ આપણને સાચા આચરણથી વંચિત
રાખે છે. આપણે એક વસ્તુના સારાસારને સમજીએ છીએ. બીજાએ બતાવેલ માર્ગ આપણને ગ્રહણ કરવા લાયક લાગે છે, આપણું મન પણ એ વસ્તુ તરફ કંઈક આકર્ષાય છે. આ બધું છતાં આપણામાં રહેલી એ પકડેલું નહિ મૂકવાની વૃત્તિ આપણને અધ:પાતના ઉંડા ખાડામાં ઉતારી દે છે. આપણે પણ એ “મીયાં પડ્યા પણ તંગડી ઉંચી” એ પ્રમાણે માર ખાવાં છતાં અવળે ધંધો નથી મૂકતા. મહાનુભા! તમે સંસારની અસારતાની વાતે લાંબા લાંબા “જીકાર” ના પોકારથી સાંભળે છે, અને કેટલીક વખત તમારા હૃદયમાં એ ધર્મગુરુઓને ઉપદેશ વસે છે પણ ખરે, છતાં તમે તમારી ચાલુ પ્રવૃત્તિઓ છોડી નથી શકતા એજ દ:ખને વિષય છે. બીજાને કહેલું સાંભળે, તેમાં સારાપણ પણ લાગે અને પિતાની પ્રવૃત્તિની ભૂલ પણ સમજાય છતાં ન સુધરે–અથવા સુધરવાની તાલાવેલી ન જાગે એનું નામ જ કદાગ્રહ ! એક માણસે શેરી વચ્ચે-જવા આવવાના માર્ગની વચ્ચોવચ ખીલે મારીને ગાય બાંધી ! ગાય એવી તોફાની કે આવતા જતા દરેકને પિતાના સીગડા, પૂછડા, કે પાટુની પ્રસાદી આપ્યા વગર ન રહે! એ જાહેર આવજાનો માર્ગ ! એવા સ્થાને હમેશાં માટે આવું તોફાન કેણ સહન કરે? બધા સારા સારા પ્રતિષ્ઠિત ગણાતા માણસો ભેગા થયા: શું ઉપાય લે એની વિચારણા ચલાવીઃ અને પેલા માણસ પાસે ગયા ! પેલા ભાઈએ તે પંચની પોતાના આંગણે પધરામણી થઈ જાણીને વિનય, વિવેક બતાવવામાં મણ ન રાખી! પધારે સાહેબ, આ સેવક ઉપર બહુ કૃપા કરી! ફરમાવે આપના આ સેવક માટે શી આજ્ઞા છે ? પંચના વડાએ કહ્યું, ભાઈ, તમે સમજુ છે. ડાહ્યા છે. મહેરબાની કરીને આ ગાયને ખીલે શેરીમાંથી ઉડાવીને બીજા કોઈ વાડામાં રાખો એટલે ગાય બીજાને મારતી અટકે! પેલા ભાઈ જવાબ આપે છે -મહાજન માબાપ છે. એ કરે તે થાય? એ કહે તે સો ટચના સોના જેવું: આ બધુંય ખરું પણ મારી ખીલી અહિંથી નહિ ખસે! બસ ખતમ! બહુ વિનય અને વિવેકને ડોળ કરીને છેવટે બધું “દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવું” કર્યું. આમાં ક્યાં રહી એ પંચની મહત્તા અને કયાં રહ્યું એ ભાઈનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com