________________
આનંદ-સુધાસિંધુ.
(૭૭)
સુધાબિંદુ ૧ હું રાક્ષનું મંડળ. આપણે પહેલાં જ કહી ગયા કે-આપણું સંસારવ્યવહારમાં કોઈપણ
માણસ દેવું કરીને બંગલે ઉભે નથી કરતે છતાં આપણે આપણું આત્માની દષ્ટિએ, દેવું માથે વહેરીને આ હાડકાના માળા જેવું ઘર ઉભું કર્યું છે. હવે જે આપણે એ દેવાને ભૂલી જઈને આપણું મનમાં આવે તે પ્રમાણે ખાવાપીવા વગેરેમાં સ્વછંદચારીની માફક વર્તન રાખીએ તે આપણી કઈ દશા થવાની? એમાં તે આપણું ભવિષ્ય અવશ્ય ડૂબવાનું જ ! આ આપણને પ્રિય લાગતા આપણું દાતે અને આ લુલીબાઇ–જીભ એ ખરી રીતે આપણું આત્માને માટે હિત કરનાર નહિ પણ એક પ્રકારના રાક્ષસ સમાન છે કે જે ખાવાપીવામાં દરેક પ્રકારના વિવેકને ભૂલી જાય છે. રાક્ષસોની ખાવાપીવાની વિવેકહીનતાથી આપણે બધાય ખૂબ પરિચિત છીએ ! અને એ રાક્ષસોની અવળચંડી પ્રવૃત્તિઓનું ફળ આપણા આત્માને શેષવું પડે છે.
આપણે જાણીએ છીએ કે સમયના વહેવા સાથે દરેકે દરેક વસ્તુને ઘસારો લાગ્યા કરે છે, અને એ ઘસારાની એકદમ ખરાબ અસર ન થાય એટલા માટે આપણે એને જીર્ણોદ્ધાર કરાવતા રહીએ છીએ મકાનને સમુ કરાવવા માટે દર વરસે આપણને અમુક રકમ ખરચવી જ પડે છે. આ પ્રમાણે દરેક પદાર્થો ખાનારોજ ગણાય છે. તેમ આપણું શરીર પણ ખાનારૂં જ છે. પહેલાં જેટલું ખાતું હતું તેના કરતાં બમણું, ત્રણગણું કે ચારગણું ખાનારે થાય તે પણ એનું ખાઉં ખાઉં નથી મટતું અને આપણે પણ એની એ ખાઉકડ વૃત્તિને ગમે તે ભેગે પોષવા તૈયાર રહીએ છીએ પણ યાદ રાખવાનું છે કે જે મકાન દર વરસે અમુક રકમ ખાતું હોય તે મકાનમાંથી અમુક ભાડું પણ પેદા કરવું જ જોઈએ. નહિ તે પરિણામે દેવાળીયા જેવું જ આવવાનું. આપણે આ શરીરના પિષણ માટે અનેક જાતના પાપાચરણે સેવીએ, અનેક જીનો ભેગ લઈએ અને પછી જે એ શરીરને કોઈપણ શુભ કાર્યમાં ઉપયોગ કરીને કંઈ પણ પુણ્યોપાર્જન કે નિર્જ રારૂપી ભાડું પેદા નહિ કરીએ તે આપણે પણ બુધવારીયામાં ગયા સિવાય ઢકે નહિ થાય! પિતાની આવકને જરા પણ વિચાર કર્યા વગર કેવળ ખર્ચ કરવામાંજ તલ્લાલીન રહેતું છેવટે દેવાળીએ ન બને તે બીજું શું થાય? એટલે આપણા આ શરીરરૂપી ખર્ચાળ વસ્તુ પાસેથી, આપણે જેટલું પાપાચરણનું સેવન કરીએ, તેટલા પ્રમાણમાં તે ધર્માચરણ પણ અવશય કરવું જ ઘટે!
સાચા ભાડુત, અને–એક મકાનમાં નામ માત્રના ભાડુત રાખવાથી પણ કંઈ ફાયદે
નથી થતો. એક ભાડુતને મકાન ભાડે આપ્યા અગાઉ એની નાત, જાત, ખાનદાની વિગેરેને પણ આપણે વિચાર કરીએ છીએ. નહિ તે એ ભાડુત મફત આપણે ઘરમાં રહીને, આપણા મકાનને ઘસારો આપીને ભાડું આપ્યા વગરજ નાસી જાય છે. એ પ્રમાણે આપણા આ શરીરમાં પણ એવા લુચ્ચા ભાડુત પિસી ન જવા પામે એ ખાસ ધ્યાન રાખવાનું છે. રૂના કોઠારમાં ભજીઆવાળાને ભાડુત રાખીએ તે એકાદ દિવસે એ રૂની રાખજ બનવાની ! ચિત્રશાળામાં લુહારને રાખે એટલે એ ચિત્રશાળા પણ ધૂમાડાનું સંગ્રહસ્થાન બની જવાની ! આપણે આપણું શરીર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com