________________
(૭૬)
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદ ૧ લું. આ આત્માને કર્મના કારણે અનેક મળવાનાં, પણ એ કારણેનું ફળ ભોગવ્યા વગર છૂટકે નથી એ વાત દરેક ભવ્ય પ્રાણીઓ વિચારવી જોઈએ! જયારે આપણે આ ભવના લેણદારોથી જ ડરીને દેવું નથી કરતા તે જે દેવું આપણને ભવોભવના વમળમાં ફસાવે એવું હોય તેનાથી કેમ ન ચેતતા રહેવું ? સંસારના કાકા મામાથી આપણે ડરી મરીએ છીએ તે આ કર્મકાકાને ડર કાં વિસારવો ઘટે? કે જે કદી કઈને જરા જેટલે પણ ગુન્હ માફ નથી કરતા! અને ખરા આસ્તિકનું તો એ પ્રથમ અને પરમ કર્તવ્ય છે કે હમેશાં એ કર્મકાકાથી ડરતે રહે અને એનું બંધન જેમ બને તેમ ઓછું થાય એ ધ્યાન રાખે ! પિથીમાના રીંગણા. આપણે માત્ર બત્રીશ દાંતવાળા કાળા માથાના માનવીથી તે ડરી
મરીએ છીએ અને ૧૨૦૦ દાંતવાળા આ કર્મરાક્ષસથી ન ડરીએ એ કેવું? આનો મતલબ એટલીજ કે આપણે હજુ એને બરાબર ઓળખતા નથી થયા નહિ તે આપણું બધી પ્રવૃત્તિઓ “પથીમાના રીંગણ” જેવી અર્થહીન નજ થાત ! “પોથીમાંના રીંગણા”નું હાસ્યોત્પાદક દષ્ટાંત આપીને આપણે બીજા ધર્મોપદેશકેની ઠેકડી કરીએ છીએ પણ આપણુ પગ નીચે બળતી. આપણી આચારહીનતા રૂપી આગને છતી આંખે નીહાળવાની આપણને ફુરસદ નથી! પણ યાદ રાખજો મહાનુભાવ! કે એ પોથીમાના રીંગણા કે ઉલટી પ્રવૃત્તિઓ તરફથી તમારી આંખમીંચામણાં તમને સંસારમાં પડતા જરા પણ નહિ બચાવી શકે! તમે કરેલા કમ તમારે ભેગવવાજ પડશે! “કરે તેવું પામે અને વાવે તેવું લણે” એ આપણી જીભના ટેરવે રમી રહેલા નાનકડા સૂત્રનું મહત્વ બહુજ મોટું છે !
ધર્મની લાંબી લાંબી વાત સાંભળતી વખતે ડાહ્યા ડમરા લાગો છો અને જાણે કેટલું ધર્મપાલને તમારા હૃદયમાં વસી ગયું હોય એવા પ્રકારના ક્ષણિક ભાવે તમારા મુખ ઉપર ૨મી જાય તે પણ તે અમુક ક્ષણો માટેજ ! અહિંથી ઉઠ્યા એટલે પત્યું! હતું એટલું બધું ખંખેરી નાખ્યું અને પાછા તમે તે હતા તેવાને તેવા ધેાયેલા મૂળા જેવા રહીને તમારી વિવેકહીન દિનચર્યામાં લાગી જવાના ! આનું નામ જ “પથીમાંનાં રીંગણા” નહિ તે રાતદિવસ સંસારના અસારપણાની લાંબી લાંબી વાતો કરવા છતાં સંસાર વધારવાની તમારી પ્રવૃત્તિ સંભવેજ ? એક સમ્યગ્દષ્ટિ જીવ પ્રસંગવશાત્ દુકાને ગયે હોય કે બીજી પ્રવૃત્તિમાં લાગ્યો હોય છતાં એનું અંત:કરણ કઈ દશામાં રહેવાનું? એ કેદમાં પડેલા કેદીની માફક આ બધી પ્રવૃત્તિઓને અનિવાર્ય રૂપ–કેદખાના સમાન ગણીને એમાંથી છૂટા થવાનાજ સ્વમાં સેવવા? સ્વતંત્રતાના ભાનવાળા કેદીને કેદખાનામાં કદી પણ આનંદ નજ મળી શકે. તમે હાટ-હવેલીની પ્રવૃત્તિઓમાં તમારા આત્માને આવા પ્રકારની અલીપ્ત રહેવાની ભાવના કરતા કેળવ્યા છે-કે એ પ્રકારે કેળવવાનો પ્રયાસ પણ કર્યો છે અને છતાંય તમારે સાચા ધમીમાં ખપવું એને અર્થ શો? જાણવા છતાં અને જયાં છતાં જે માણસ ન બચી શકે એને સુધરવાને બીજે કયે માર્ગ ? જાગતાને કોણ જમાડે ? જે માણસને સારાસારનો વિવેક ન હોય, પાપપુણ્ય કે સ્વર્ગનરકને ખ્યાલ ન હોય તેની વાત જુદી છે પણ તમે તે આ બધી વસ્તુ ઘોળીને પી ગયાની માફક જાણવા છતાં આ પ્રમાણે અવળું આચરણ કરે તો એ દુઃખ કેને કહેવું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com