________________
આનંદ-સુખાસિંધુ.
(૭૪)
સુધાબિંદુ ૧ લું. રખડં પટ્ટી કર્યા કરે છે, અને એ ઉપાધિ પણ આત્માની પિતાની કેટલીક અવળી પ્રવૃત્તિના કારણે લાગે છે. એટલે કે આત્મા પિતે અમુક કારણ અને સંવેગવશાત્ કેટલીક એવી ક્રિયાઓ કરી બેસે છે કે જેનું પરિણામ કમેપાનમાં આવ્યા વગર રહેતું નથી, અને આ કર્મોપાર્જન એજ આ રખડપટ્ટીનું મૂળ! એ કર્મોપાર્જન જેટલા અંશે ઓછું એટલા અંશે આત્મા શુદ્ધ થવાનો! અને જ્યારે એ કર્મોપાર્જન રૂપી કારણને નાશ થશે ત્યારે રખડપટ્ટીરૂપ કાર્ય પોતાની મેળે બંધ થવાનું કારણ કે મૂર્વ નાસિત તદ રાવ જ્યાં મૂળીયું જ નહિ હોય ત્યાં પાંદડાં કે ડાંખળાંની આશા શી કરવી? એટલે આપણે ટૂંકમાં એટલું જ સમજી લઈએ કે આ રખડપટ્ટી કોઈ અકારણુજન્ય એટલે કે સ્વયંસિદ્ધ વસ્તુ નથી પણ એ કારણુજન્ય છે અને એ કારાગ તે કર્મ છે, અને એ કર્મોના નાશમાં રખડપટ્ટીને અવશ્ય નાશ છે.
સ્વાથી સંસાર. પણ મોટી મુશ્કેલીની વાત તે એ છે કે કેટલીય આપણા હિતની સારી
વસ્તુ જાણવા છતાં આપણે એ પ્રમાણે આચરણ નથી કરી શકતા અને ઉલટું આપણી આત્માને ડુબાવનારી પ્રવૃત્તિમાંજ મગ્ન રહીએ છીએ ! અને સંસારના જડની અહિંજ ખરી અબી સમાયેલી છે કે માણસ જોયા-જાણ્યા છતાં ભભકતી જવાળાઓમાં કદી પડે છેઆપણે જાણીએ છીએ કે આપણા સગાસંબંધી અને કુટુંબી ગણાતા સ્નેહીજનો હંમેશા આપણી પાસેથી માલ લેવા તૈયાર રહે છે અને જ્યાં સુધી આપણે એમને માલ આપીને એમના પિંડનું પોષણ કરીએ છીએ ત્યાં લગી તેઓ આપણે વાહવાહ ગાયા કરે છે, પરંતુ જે જવાબદારીના સખત બોજા નીચે આપણે કચડાઈ મરતા હોઈએ એને અંશ પણ તેઓ આપણી ખાતર પિતાના માથે લેવા કદી તૈયાર નથી હોતા! પણ ખરા વિચારકને આ વેપાર કરવો પાલવે જ નડિ! જગતમાં કેઈપણ કંપની એવી તે નજ હોય કે જે તમામ પ્રકારની જોખમદારી તે પિતાને માથે રાખે અને બધે નફે શેરહોલ્ડરોને વહેંચી આપે! આ સંસારવ્યવહાર એ પણ એક પ્રકારની આત્માએ ખેલેલી કંપનીજ છે કે જેમાં પુત્ર, પુત્રી, માતા, પિતા, સ્ત્રી વિગેરે બધા શેરહેડરે છે, પણ ખૂબી તે એ છે કે કઈ પણ પ્રકારના નુકસાનને બજે તેઓ પોતાના શિરે લેવા જરાપણ તૈયાર નથી હોતા, અને નફામાં પોતાના વધારેમાં વધારે ભાગ માગે છે, અને પરિણામે આ આત્માનું “શાળી વ તુ? કિ સારે શશી જિની માફક પારકી પંચાતમાં પતન થાય છે. આપણુમાં પણ કહેવત છે કે-“ભાંજગડીયાને છોકરે ભૂખે મરે.” મહાનુભાવો! બરાબર ધ્યાન રાખજે કે-સારાના સાથી થનારા આ સંગારૂપી શેરહોલ્ડરો મહા પક્કા છે. એમાંથી એકને પણ પિતાને નફે નહિ મળે તે તમારા ઉપર આફત વરસાવવામાં જરા પણ પાછી પાની નહિ કરે. અરે જે માણસે તમારા ભલાનું ચિંતન પણું નહિ કર્યું હોય અને કમાણી કરવાની તમારી અટૂટ જહેમતમાં “શેકો પાપડ ભાંગવા” જેટલે પણ સાથ નહિ આપે હોય તે પણ તમારી પાસેથી રીતસરનો ભાગ માગ્યા વગર નહિ રહેવાને. એક પિતાના બે દીકરા હોય! એક મહેનતુ અને ઉદ્યમી હોય અને રાતદિવસ કામ કર્યા કરતો હોય, અને બીજા ભાઈસાહેબ એવા હેય કે જેને અમનચમન ઉડાવીને પિતાને પિંડપષણના ઉદ્યોગ(!)માંથી ફુરસદ જ ન મળતી હોય! પણ જ્યારે પિતાની મિલકતની વહેંચણીનો સવાલ આવી પડશે ત્યારે એ લાલા સાહેબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com