________________
આનદ-સુધાપિંધુ.
સુધાબિંદુ ૧ લું. જન્ય ગણાય છે, ઘડે કોઈ વખત થાય છે ને કેઈ વખત નથી થતો એટલા માટે એ કારણજન્ય છે, અને જે કારણ વગર થતું હોય તે તે સદાકાળ થયાજ કરવાનું, કારણ કે એને પોતાના અસ્તિત્વમાં બીજી કઈ વસ્તુની જરૂર નથી હોતી કે જેના અભાવમાં એ વસ્તુ અટકી જાય અથવા તે એ નિષ્કારનું કદાપિ પણ અસ્તિત્વ નહિ રહેવાનું ! શાસ્ત્રકારનું પણ કથન છે કેનિરં સરવાણd વાતોરાનવેoria” જે વસ્તુનું કોઈ પણ કારણ ન હોય તેની બે રિતિ છે. યા તે તેનું સદા કાળ અસ્તિત્વ જ રહેવાનું, જેમકે આપણે આ જીવ! એ જીવ અનાદિ કાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો, અથવા એ વસ્તુનો સર્વથા સદા કાળને માટે અભાવજ રહેવાનો. જેમકેઆકાશનું કુલ કે સસલાનું શીંગડું આ વસ્તુ માટે કઈ પણ કારણ નથી એટલે જગતમાં એ વરતું કયાંય પણ નથી મળતી–તે આપણે જે મુખ્ય મુદ્દે વિચારવાનું છે તે એ કે-આપણી જે આ અનાદિની રખડું પટ્ટી છે તે કઈ કારણુજન્ય છે કે સ્વતઃસિદ્ધ છે, કારણકે જે વસ્તુ કારણજન્ય હોય તેને જ નાશ સંભવી શકે છે, જેનું કારણ જ ન હોય તેને નાશ કરવાનો ઉપાય જ જગતમાં નથી, આત્માનો નાશ થયેલ કદી કેઈએ સાંભળે ખરો? અને કારણવાળી વસ્તુઓનો નાશ તો આપણે રાતદિવસ નજરે નીહાળીએ છીએ. દાબડી બનાવી. તેનું મુખ્ય કારણ તે લાકડું એ લાકડાને નાશ કરે એટલે દાબડી હતી ન હતી થઈ જવાની. કાંબળી તમારી પાસે છે. એનું કારણ ઉન છે. એ ઉનનો નાશ કરો એટલે કાંબળી પણ નાશમાં મળી જશે બધા આસ્તિક દર્શનકારોનો આત્મા માટે એકજ મતજ છે કે એને કોઈએ પિદ નથી કર્યો અને એનો કેઈ નાશ પણ નથી કરી શકતું, કારણ કે એને કોઈ હેતુજ નથી, એ તે સ્વયંસિદ્ધ છે.
ચાર્વાકદર્શનઃ જીવનું સ્વરૂપ. જરા પ્રાસંગિક રીતે જીવ સંબંધી જરા વધારે વિચાર
કરી લઈએ ! આપણે ઉપરજ કહી ગયા કે-કે ઈપણ આસ્તિક દર્શનકાર-ભલે પછી તે જૈન હોય શિવ હોય, કે વૈષ્ણવ હોય જીવને ઉત્પન્ન થયેલો માનતા નથી. જ્યારે બીજી તરફ ચાર્વાક આદિ નાસ્તિક દર્શનકાર કે જેઓના મગજમાં ગમે ભવ કે - આવતે ભવ, કર્મ કે કર્મનો સંગ અથવા સ્વર્ગ–મોક્ષ કે નરક નામની વસ્તુને જ સ્થાન નથી તેઓ કહે છે કે-અનાદિને જીવ એવી કઈ વસ્તુજ નથી. જેને આપણે આ શરીરમાં રહેતો જીવ ” કહીએ છીએ, જેને આપણે આ શરીરમાં દેખાતી ચેતનાને નિયામક કહીએ છીએ એ જીવ કે ઈ . અનાદિ કાળથી ચાલી આવતી અવનવી વસ્તુ નથી પરંતુ બીજી વસ્તુઓ કે જે કારણ, સામગ્રી બધી આવી મળતાં ઉત્પન્ન થાય છે અને તે સામગ્રીઓને નાશ થતાં નાશ પામે છે તેની માફક જીવ પણ એક ઉત્પન્ન થનાર અને નાશ પામનારજ પદાર્થ છે. નાસ્તિક દર્શન કારોને જીવને નાશ થવાવાળે માનવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ એને ઉત્પન્ન થવાવાળો માને છે, અને એની ઉત્પત્તિના કારણ રૂપે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ત કે જેને તેઓ પંચભૂતના નામે ઓળખાવે છે તેને માને છે. એ પાંચનો સંગ થતાં જીવ પેદા થાય છે અને વિયેગ થતાં નાશ પામે છે. હવે જરા ઉંડા ઉતરીને આ વાતને તપાસી જોઈએ. એક માણસે બીજાને કહ્યું કે-ભાઈ મારી ઉંમર ૨૫ વરસની અને મારી નાની ઉંમર પાંચ વર્ષની છે ! કહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com