________________
આનંદ-સુધાસિંધુ.
(૬૮)
સુધા બિંદુ ૧ લું.
આસ્તિકે નાસ્તિક.
અનાદિ સંસાર.
મહાનુભાવે ! શ્રી શાસ્ત્રકાર મહારાજ આપણને વારંવાર પિકારીને કહે છે કે- આ જીવ આ સંસારસાગરમાં હમેશાં ગોથા ખાધા કરે છે. જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ એમ વડના ટેટાની માફક રમત રમી રહ્યો છે, અને તે પણ આજ કાલ કે સે પાંચસે અથવા લાખ કરોડ કે અબજ અરે–અસંખ્યાત વરસોથી નહિ પણ અનાદિ કાળથી. જેને છેડે પણ ન પામી શકીએ અને આપણે તો શું પણ શ્રી તીર્થંકર મહારાજ જેવા મહા સમર્થ જ્ઞાનવાનું પરમ પુરુષ પણ જેને છેડે નથી પામી શકયા એટલા લાંબા સમયથી ! મહાનુભાવ! જરા
- કરો તમે એકજ પ્રકારની ક્રિયા વધુ સમય નહિ તે પણ માત્ર પાંચ સાત દિવસ માટેજ અખ્ખલિત રીતે કરી જુઓ, કે એક જ પ્રકારનું ભેજન થોડાક દિવસ સુધી લઈ જુઓ શું તમને એ ક્રિયાથી અને એ ભેજનથી કંટાળો નહિ આવે ? તે પછી આ સંસારમાં અનાદિ કાળથી રખડં પટ્ટીને અનુભવ કરવા છતાં આપણને એનાથી કંટાળે કેમ નથી આવત? બેજ કારણ ! (૧) યા તે આપણે આ સંસાર કરતાં બીજી વધારે સારી સ્થિતિને સાચી રીતે જાણતા નથી કે જેથી એ વધારે સારી વસ્તુ મેળવવાની ભાવના આપણા દીલમાં પેદા થાય ! જે માણસ આગળ એક જ વસ્તુ પડી હોય તેને એમાં પસંદ કરવાનું કે સારું હું સમજવાનું હોયજ શું અથવા તે (૨) એ સારી વસ્તુને અસ્તિત્વરૂપે જાણવા છતાં છાણના કીડાની માફક આપણું ચાલુ સંસારના આનંદને છેડવા તૈયાર નથી. જો આમ ન હોય તે અનાદિ કાળથી ચાલી આવતી એકધારી પ્રવૃત્તિ અને તે પણ એકંદરે દુખને અનુભવ કરાવનારી પ્રવૃત્તિથી આપણને અવશ્ય કંટાળે આવે જોઈએ ! કારણ અને કાર્ય. જે સમયે એ કંટાળે ઉત્પન્ન થયો હતો તે જ ક્ષણે આપણે
વિચારવા લાગ્યા હતા કે આ અનાદિની રખડપટ્ટીનું કારણ શું? એ અનાદિની રખડં પટ્ટી કોઈ કારણવશ થાય છે કે એમને એમ આ જીવની માફક સ્વયં સિદ્ધ છે, કારણકે જે વસ્તુ નિષ્કારણ પણ થયાજ કરતી હોય તેના માટે વિચાર કરે નિરર્થક છે, કારણ કે નિષ્કારણ પણ પોતાની મેળે જ થયા કરતી વસ્તુને રોકવાન કેઈ ઉપાયજ નથી. જે વસ્તુ કારણને લીધે થતી હોય તેને આપણે અવશ્ય રોકી શકીએ છીએ ! કહ્યું છે કે-નિત્ય “સરા સર્વ વાતોરચાનક્ષત'કારણને બંધ કરો એટલે કાર્ય આપોઆપ બંધ થઈ જવાનું. ચકલી બંધ કરો એટલે પાછું આવતું પોતાની મેળેજ બંધ થશે. પાણીને લીધે ઠંડક લાગતી હોય તે પણ દૂર કરે એટલે ટાઢ સ્વયં નાશી જશે ! “વિત્ર માને રો- . નિવ” અર્થાત્ જે વસ્તુ કોઈ વખત થતી હોય કેઈ વખત ન થતી હોય તે વસ્તુ કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com