________________
આનંદ-સુધાસિંધુ.
સુધાસિંહ ૧ લું ચંદ્રની ગતિઃ ધાર્મિક દિવસેને વળી બીજી વાત-ચંદ્રની અસ૨ દરેક પુદ્ગલ ઉપર પડે સા નિયામક. છે. ચંદ્ર વધારે ખેલે તે તેની અસર વધારે થાય અને
ઓછા ખીલે તો ઓછી થાય. જેમ ચંદ્રના તેજમાં ફેરફાર થાય છે તેમ અમુક પુલોના સંગમાં ફેરફાર કેમ ન થાય? રંગ એના એજ હોય, પણ સાબુથી કપડું સાફ કર્યા પછી રંગ ચઢાવો અને મેલા કપડા ઉપર રંગ લગાડો! શું બને કપડા ઉપર એક સરખેજ રંગ લાગશે ખરો? નહિ જ! એક ઉપર વધુ સારે અને વધુ પાકે રંગ લાગવાને. જ્યારે બીજાના રંગમાં કંઈ ઠેકાણું જ નહિ આવવાનું ! તે પછી તે જ પ્રમાણે ચંદ્રના વધઘટને હિસાબ આત્મા ઉપર થતી અસરને ગણીને શ્રી શાસ્ત્રકારે મહારાજે તિથિએની વ્યવસ્થા કરી હોય તો તેમાં શું અજુગતું છે. આપણે એ ખ્યાલ રાખવો જોઇએ કેઆપણી ધર્મક્રિયાઓને સંબંધ-જેટલે ચંદ્ર ઉપર રાખવામાં આવ્યું છે તેટલો સૂર્ય ઉપર નથી રાખવામાં આવતા. આમ કહેવાના આશય શું છે ? એજ કે-આપણે પાક્ષિક પ્રતિક્રમણ દર પખવાડીએ કરીએ છીએ અને એમાં ૧૫ ૬ દિવાળે કહીએ છીએ, ચમાસી પ્રતિક્રમણ ચાર મહિને કરીને ૧૨૦ સારું વિશાળ બેલીએ છીએ અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૩૬૦ રૂરિયાળ કહીએ છીએ. હવે સૂર્યની અપેક્ષાએજ જે ગણતરી ગણીએ તે પખવાડીયામાં તે ૧૫ અહે. રાત્રિ આવે છે પણ ચોમાસામાં ૧૨૦ અહેરાત્રિ કે એક વર્ષમાં પૂરા ૩૬૦ અહેરાત્રિ કદી પણ નથી જ આવતાં છતાં આપણે ૧૫, ૧૨, ૩૬૦ એમ બેલીએ છીએ. ભલા તે કયા હિસાબે ? માત્ર ચંદ્રના જ આધારે! સૂર્યના આધારે તે ઉપરની વાત કદી પણ સાચી નહિ જ થાય. કેટલીક વખત તિથિ એ પણ થાય છે અને કોઈ વખત એકનો ક્ષય પણ થઈ જાય છે. છતાં ચંદ્રના હિસાબેજ પખવાડીયું પૂર્ણ થયું એટલે પંદર દિવસ પૂરા થયા સમજાય છે. આ બધી વસ્તુ એ જ સિદ્ધ કરે છે કે સૂર્ય કરતાં ચંદ્રનું સ્થાન બહુજ મહત્વવાળું છે, અને તેથી જ ચંદ્રના વધવાઘટવાને કર્મવર્ગણાના યુદ્ધ માટે અસર કરનાર માની તેના આધારે પર્વતિથિઓની રચના થઈ હોય તે એમાં શું અસંગતતા જેવું છે? સારો વિચાર છે? પણ ખરી વાત એ છે કે ખાવાપીવામાં અને ભૈતિક આનંદવિલાસમાં
તત્કાલીન રહેનારને આ કે આવી યુકિતઓ ગળે ઉતારવી ગમતી નથી. એને તો જેને કહેવાવા છતાં ક્રિશ્ચિયન કે મુસલમાનની માફક ખાવાપીવાની બાબતમાં કોઈ પણ જાતના બંધનને બદલે અમર્યાદિત સ્વતંત્રતાજ મીઠી લાગે છે. ભલે પછી એનું વાસ્તવિક પરિણામ આત્માના માટે ગમે તેવું આવે ! એની એને પરવા કરવી જ નથી. બાકી તાવિક દષ્ટિએ વિચાર કરીએ તે-જેને આ અનાદિભવ તરવાનું સાધન મળ્યું હોય, જેને મોક્ષનગરનો માર્ગ મળ્યું હોય તેના જેવું ભાગ્યશાળીજ કોણ હોઈ શકે? સાચા જેનની તે ફરજ છે કે એણે જૈનત્વની જડ જેવા એ ત્રણ સંસ્કારનો વારસે પિતાના સંતાનને અવશ્ય આપો ! અને આ વારસો આપવાની પ્રેરણા ત્યારે જ આપણું હૃદયમંદિરમાં જાગ્રત થાય જ્યારે કે આપણે દષ્ટિવાદેશિકી સંજ્ઞાને લક્ષ્યમાં રાખીને આપણું ભૂતકાળના અને ભવિષ્યકાળના જીવનને વિચાર કરતા થઈએ અને આપણું વર્તમાનકાળના સુખ-વૈભવ, આનંદ-વિલાસ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com