________________
(૬૭)
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું ગાડી-વાડી-લાડીના વિચારને ગણુ-બહુજ ગૌણ બનાવી દઈએ ! પાંદડે પાણ! ભલા આપણે ઉપર કહેલ ગળથુથીની ત્રણ વસ્તુઓ-અનાદિ જીવ, અનાદિ
આ કર્મ, અને તે બન્નેને અનાદિને સંયોગ એમ અનાદિત્રય વસ્તુ માનવાને બદલે–અને ભૂતકાળની ભ્રમણામાં ભટકવાને બદલે આપણા ભવિષ્યકાળનો વિચાર કરીને આ જીવ અવિનાશી છે, મુમુક્ષુ છે અને પાપભીર છે એ ત્રણ વસ્તુઓ માનવા લાગીએ તે શું હત ? મહાનુભાવો ! જરા ધીરજ રાખે ! જરા ઉંડા ઉતરે ! અને પાંદડે પાણી છાંટવાને બદલે વૃક્ષની જડ તપાસીને ત્યાંજ પાણું સીંચવાની પ્રવૃત્તિ કરે ! નહિ તે તમારું પાણી પણ નકામું જશે, તમારી મહેનત પણ નકામી જશે અને પાણી છાંટવા છતાં ઝાડ સૂકાઈ જશે. અરે બહુજ જલ્દી સડી જશે અને તે માત્ર એકજ ભૂલના કારણે કે તમે મૂળના બદલે પાંદડે પાણે છાંટયું! એ જ પ્રમાણે જીવ વિગેરે અનાદિ માન્યા વગર કેવળ અવિનાશી વિગેરે માનવ એ પણ અધુરી પાયા વગરની માન્યતા છે. કાચ પાયે મજબુત મહેલાત ચણેલી કેઈએ સાંળળી કે નિહાળી છે ખરી? અનાદિપણું નહિ સમજે તે અવિનાશી પણ કયાંથી સમજશે ? અને જીવને કર્મના સંગની પીડા નહિ સ્વીકારો તે તે કર્મ પાશમાંથી છૂટા થવાની–મોક્ષ મેળવવાની પવિત્ર ભાવનાને પણ કયાં સ્થાન રહેશે અને જીવને પાપને સંગ નહિ માને તે એનાથી ડરવાપણું પણ કયાં રહેવાનું? મોક્ષની પરમ પવિત્ર ભાવનાની ખરી જડ તે અનાદિના ભવભ્રમણમાં જ રહેલી છે. જે બંધાયેલ ન હોય એને મુક્ત થવાનું રહ્યું જ કયાં? છૂટેલાને કરી છૂટવાની પ્રવૃત્તિ કરતા કોઈએ દીઠે છે? અને દીઠે હોય તો એને આપણે મૂર્ખ જ કહીએ છીએ. પેટ ભરી ખાધા પછી ફરી પાછા ખાવા બેસનારને મૂર્ખ નહિ તે બીજું શું કહેવું? સાચા સંગી બને! એટલા માટે શાસકાર મહારાજનું ફરમાન છે કે જો તમારે સાચા
જૈનત્વને આસ્વાદ ચાખવો હોય તે, પરમ તારક શ્રી જિનેશ્વર ભગવાનના શાસનનું સાચું રહસ્ય સમજવાની ભાવના હોય, એ સમજણના આધારે સાચી શુભ પ્રવૃત્તિઓ કરી આત્મકલ્યાણનો માર્ગ હાથ ધરે હોય, મેક્ષમાગનો સાચો અર્થ તમારે સમજ હોય અને આ અનાદિકાળથી અરઘટ્ટ ઘફ્રિકાની માફક ચાલ્યા આવતા સંસારચક્રના ફેરાવામાંથી બચવું હોય તો એ અનાદિ ત્રયનું મહત્વ સમજો–બરાબર સમજે. ન સમજાય તે શાસ્ત્રકારને દેષ ન કાઢતાં પિતાની બુદ્ધિની ખામી ગણને તે ખામી દૂર કરવાની કોશિશ કરો. પિતાના સંતાનને રોડા અને કુક સમાન પૈસાને વારસો આપવાને બદલે આ અનંત કાળ સુધી ચાલી શકે એ અમર વારસે આ!િ અને પછી પિતાના સારાસારનો સંપૂર્ણ વિચાર કરીને તમારી પેઢી વર્તમાન કાળના ક્ષણિક લાભના લોભમાં સદાને માટે દેવાળીઆની હારમાં ન બેસી જાય તે માટે તેના ભવિષ્ય કાળ અને ભૂતકાળને વિચાર કરી તે હમેશાને માટે તરતી અને સદ્ધર બની રહે તેવો વિચાર અને આચાર કરીને હેતુવાદ્યપદેશિકી સંજ્ઞા પ્રમાણે નામ માત્રના સંસી ન રહેતાં દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાએ કરેલી સંજ્ઞાની સાચી વ્યાખ્યાને પાત્ર બનીને સાયા સંસી મને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com