________________
આનંદ-સુધાસિંધુ.
સુધાસિંદુ ૧ લું. કરવું, અને એનાથી થોડું ઘણું બચાય એ પણ ખોટું? અરે-એક દિવસ દાન ન દેવાય તે બીજા દિવસે પણ ન દેવું એ કયાંને નિયમ? ભલા-એક દિવસ કમાણી ન થઈ હોય તે બીજા દિવસે પણ કમાણ કરવાનું માંડી વાળવાનું કેટલાક કરે છે ? અને જરા વધુ સચોટ યુક્તિ જોઈતી હોય તે એ પવિત્ર ધાર્મિક વૃત્તિને માણસ કહી શકે કે ભાઈ આગલા દિવસે તમે જીવતા હતા અને બીજા દિવસે મરણને શરણ થાઓ છે એનું કેમ? પણ ખરી વાત એ છે કે એને માત્ર પિતાની લાલસાનું પિષણ થાય એવી એકપક્ષી યુક્તિઓ જ ગમે છે. હાલની બીજી બાજુની માફક એક વસ્તુના સારાસારને સર્વદેશી વિચાર કરવાનું એને નથી ગમતું ! અને અહિંયાજ આ અનાદિ સંસારની જડ છે ! આવી ભાવનાઓ જે જીવમાં જડ કરી રહી હોય તેવાઓ અનંત કાળ સુધી સંસારના ફેરામાં ફર્યા કરે છે એમાં શું નવાઈની વાત છે?
નિમિત્તવાસી આત્મા સુર્યોદય છતાં જીવન અને સૂર્યોદય છતાં મરણ થાય છે તો તેમાં
આપણે કંઈક ગુહ્ય સંગેને કારણભૂત માનીએ છીએ. આમાં જીવનમરણનો સંબંધ કદી સૂર્યોદય સાથે હોતા નથી પણ એમાં એના પિતાને અનુકૂળ પ્રતિકૂળ સંયોગ ઉપરજ એને બધો આધાર છે. એ જ પ્રમાણે પાપપુણ્યનો આધાર પણ અમુક દિવસ ઉપર કંઈ એકાંતથી નથી, પરંતુ એ પર્વ દિવસ કે તિથિના દિવસોના પવિત્ર બહાના હેઠળ જેટલું પાપથી બચી શકાય એટલું સારું છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આત્મા એ નિમિત્તવાસી અ' માં છે, અને પુણપાર્જનની પ્રવૃત્તિ તે એ અમુક નિમિત્તના કારણે જ કરે છે. ચિદશ જેવી મોટી તિથિના દિવસે કે પર્વના દિવસોએ અમુક વ્રત, પચખાણ કરવાં કે લીલેરી વિગેરે ન ખાવાં. એવા વિધિ–નિધને કેઈએ પણ એ અર્થ તે નજ સમજ કે બીજા દિવસમાં વ્રત, પચ્ચખાણ કરવાનો નિષેધ કર્યો છે કે લીલોતરી ખાવાની છૂટ આપી છે, પણ વાત એટલીજ રામજવાની છે કે અમુક શુભ નિમિત્તના આધારે આપણાથી જેટલી શુભ પ્રવૃત્તિ થાય તેટલું સારું !
વળી જે આપણને મોટી તિથિઓ કે ૫ર્વ દિવસોમાં કંઈક વિશેષતાજ જોઈતી હોય તે તે પણ આપણું લૌકિક દષ્ટિએ વિચાર કરતાં જરૂર મળે એમ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એવું પથારીવશ-માંદા-માણસને માટે ચૌદશ અમાવાસ્યા જેવી તિથિઓને ભારે તિથિ તરીકે લેખવામાં આવે છે. અહિંયા પણ ભારે તિથિ કે હલકી તિથિના સૂર્યોદયમાં લેશમાત્ર પણ ફરક નથી પડત, છતાં આપણે એમ કેમ માનીએ છીએ ? વળી બીજું-આપણે જેને અનુભવ છે કે અમુક દિવસે ચંદ્ર વધે છે અને અમુક દિવસે ચંદ્ર ઘટે છે, છતાં સૂર્યને ઉદય તે હંમેશ પ્રમાણે થયાજ કરે છે. જેમ ચંદ્રના વૃદ્ધિ અને હાનિને સૂર્ય સાથે સંબંધ નથી તેમ આત્માને પણ તેની સાથે સંબંધ નથી. એ તે શુભ પ્રવૃત્તિ કરશે તે સારાં કર્મ બાંધશે અને અશુભ પ્રવૃત્તિ આદરશે તે ખરાબ કમેને ભોગ બનશે. એમાં એકેમાં સૂર્ય વધારે કે ઘટાડો કરવાનેજ નથી. એટલે પિતાના આત્માનું કલ્યાણ કરવાની ભાવનાવાળાએ તે આવી કયુક્તિના ફેરામાં ન પડતાં પિતાના આત્માની ઉન્નનિ જે માર્ગે વધુ થતી જણાય તે પશેજ પળવું ઘટે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com