________________
આનંદ-સુધાસિંધુ
(૫૪)
સુધા-બિંદુ ૧ લું. સંગ વગર વસ્તુની જે કીંમત થાય છે તે જ તેની સાચી કીંમત છે, હવે મનુષ્યને અંગે જે તે દ્રવ્યવાન હોય તે તેની કીમત કરે છે, અને દ્રવ્ય ન હોય અને તેને ઘેર માણસને માટે જ હોય તો તેને બીચારો ગણે છે. આ રીતે મનુષ્યની કીંમત ભારરૂપે કરી મુકી છે. આત્માની કિંમત. મનુષ્ય એ ઇન્દ્રિઓના વિષયેની અપેક્ષા એ મોટા ગણવાને લાયક નથી, તે
મનુષ્ય ઉત્તમ નથી કે જેની પાસે અપાર દ્રવ્ય હોય જે દેખાવમાં સુંદર હાય, જે વિવિધ વિલાસેને સેવનારા હોય તે માણસ ઉત્તમ નથી. પણ તેજ માણસ ઉત્તમ છે, કે જેને પિતાના આ નાનું ભાન થયું હોય, મનુષ્યને પણ પાંચ ઈન્દ્રિઓ છે અને પશુઓને પણ પાંચ ઈન્દ્રિઓ છે, તે પછી પશુઓમાં કેટલીક શકિત તમારા કરતાં વધારે હોવા છતાં, પણ શાસ્ત્રકારોએ, સાહિત્યકારોએ, કવિઓએ, જ્ઞાનિઓએ, મનુષ્યભવની કીમત ગણી છે, તે શાને લીધે ? એક જ વસ્તુ માટે એ વસ્તુ આત્મભાન છે, પિતાના આત્માનું ભાન થયું છે તે મનુષ્ય છે, અને જેને તેનું ભાન થયું નથી તેને પશુ માનવામાં આવે છે. મનુષ્યભવની આટલી બધી ઉત્તમતા હોવા છતાં એ ઉત્તમતાને જે આપણે ન સમજીએ અને સમજીને એ ઉત્તમતાને સફળ ન કરીએ, તે પછી એના જેવી બીજી એક પણ મુર્ખાઈ નથી એવી હાલતને મનુષ્ય તે પશુજ છે. પશુનું જીવન કેવી રીતે વ્યતિત થાય છે તે તમે જાણે છે? હાથી, ઘેડા, ઉંટ દેખાવમાં ગમે તેવા મેટા હોય, તે પણ તેમના માલીકનું કામ કરવું, માલીકને ખોરાક ખાવે અને માલીકની ચાકરી કરવી એ પશુઓનું કામ છે, હવે તમે પશુ કરતાં કઈ રીતે ઉત્તમ છે તે વિચારે. પશુ તે પિતાના એક ધણીનું જ કામ કરે છે. એક ધણીનીજ સેવા ચાકરી કરે છે, પણ મનુષ્યની દશા કેવી છે તે જુઓ? મનુષ્ય જે કુટુંબમાં જન્મે છે, તે આખા કુટુંબની તે ચાકરી કરે છે, કુટુંબના દરેક માણસેના જાતજાતના વૈભવ પુરા કરવાને માટે તે પિતાની દેહ ઘસી નાખે છે, હજારો રૂપિયા મેળવે છે. કુટુંબને માતબર બનાવે છે, પણ જ્યારે તે સંસાર છોડી જાય ત્યારે શું? તે વખતે તેના જીવનની કંઈપણ કમત રહેતી નથી. હવે વિચાર કરો કે પશુ એક વ્યક્તિને ગુલામ હોય છે, જ્યારે મનુષ્ય આખા ઘરને એટલે ઘરની પાંચ પચીસ વ્યકિતનો ગુલામ બને છે, કારણ કે તેને એ બધાની સેવા કરવાની હોય છે, તે પછી પશુનું જીવન સારૂં કે મનુષ્યનું? આ રીતે જે મનુષ્યનું જીવન એક ખરાબ વસ્તુ ઠરે છે, છતાં પણ શાસ્ત્રો એ જીવનને સારું ગણે છે, તે વિચાર કરે કે મનુષ્યનું જીવન સારૂં ગણવાના શું કારણે હોવા જોઇએ? કુટુંબની સેવા કરી તેને પિસે ટકે મેળવી આપી તેનું પોષણ કર્યું, કુટુંબના બધા માણસની સુખ સગવડ સાચવી, અને તેને બદલે આપણે શું મેળવીએ છીએ? માત્ર જંદગી ભરનું અનાજ અને કપડાં લત્તાં, શરીર અને આત્મા છુટી ગયાં, એટલે કરેડે મેળવેલાં ધુળ બરાબર છે. ત્યારે મનુષ્ય એવી કઈ વસ્તુ નીપજાવી શકે કે જેથી તેનું જીવન એ મહત્વતા વાળું થાય અને પશુથી તે જૂદું પડી જાય, પશુને બીજે ગમે તે વિચાર આવતો હશે, પણ તેને એ વિચાર આવતું નથી કે હું કોણ છું? કઈ ગતીથી આવ્યું છું? કયા કર્મ કરૂં છું ? અને છેવટે એ કર્મના બદલામાં મારે ક્યાં જવાનું છે! આ આત્માને વિવેક પશુઓમાં નથી, ત્યારે મનુષ્ય જે મનુષ્યત્વ ધારણ કરવું હોય તેણે આત્માને વિવેક મેળવવું જોઈએ. જાનવર જન્મ જીવે અને ઘર માલીકનું કામ કરીને યથા સમયે ચાલતે થાય, અને આપણે પણ એજ રીતે જીવન પુરૂં કરીએ, તે પછી આપણામાં અને ઢેર વચ્ચે શું ફેર બાકી રહ્યા. જેમ જાનવર પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com