________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૬ )
સુધા-બિંદુ ૧ લું ખુલાસે થઈ જાય છે. સંજ્ઞી એટલે લાંબા કાળની સંજ્ઞાવાળા. લાંબા કાળને વિચાર કરવાવાળા, ભૂત, ભવિષ્ય અને વર્તમાનને, વિચાર કરી શકે? જેનામાં મન હોય તેજ લાંબા કાળને વિચાર કરી શકે. જેઓ નવતત્વને વિચાર કરે છે, તેઓ જ સાચા વિચારવાળા છે. બાકીના બધા વિચાર શૂન્ય છે. શબ્દ શબ્દને કેટલે ભેદ છે તે જુવે, તમે પુરૂષોત્તમ શબ્દ કહે છે તેને જેન દષ્ટિએ તીર્થકર એ અર્થ થાય છે. અને વૈષ્ણવ દ્રષ્ટિએ એનેજ અર્થ કણ એ થાય છે, શબ્દ એક પણ અર્થ જીદે, જીદે કેમ થ? ઉત્તર એ છે કે દરેકને અર્થ જુદે જુદે સ્થળે જુદી નદી રીતે થાય છે, અર્થ કરવામાં હંમેશાં એકજ દ્રષ્ટિ રાખવાની હોતી નથી, પરંતુ ચારે બાજુ દૃષ્ટિ દોડાવીને અર્થ કરવાનું હોય છે, તેમ ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજે કર્મરાજાના દ્વારાએ સંજ્ઞી એટલે વિચારવાળા કેને ગણ્યા છે? આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને વિચાર કરે તેને સંજ્ઞી ગણ્યા છે એમ નથી, શાસ્ત્રકાર કહે છે કે આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને વિચાર કરે છે તે વિચારવાળા કહી શકાય નહીં. પરંતુ વિચારવાળા કહેવાવાને માટે બીજી કેટલીક સામગ્રીની જરૂર છે, દુનિયાદારીમાં પણ ગાંડ મનુષ્ય હોય તે સુદ્ધાં ગંદા પદાર્થનું ભક્ષણ કરતા નથી, એટલા ઉપરથી શું તમે કહેશે કે તે વિચારવાળે છે. ગાંડો હોવા છતાં તે ભુખ અને તરસની વખતે સીધે થાય છે. પઠાણને દેખીને અક્કલવાળો બની જાય છે, આવે પ્રસંગે તે જ્ઞાન અને ડહાપણ બતાવે છે, તે છતાં આપણે તેને ડાહ્યા માનતા નથી, તેને આપણે વિચાર - વાળ કયારે માનીએ કે એ દુનીયાદારીની દ્રષ્ટિયે ડાહ્ય બની જાય. શાસ્ત્રકારની દ્રષ્ટિયે તમે ભૂત. ભવિષ્ય કે વર્તમાનને વિચાર કરે આ ભવને વિચાર કરે કે પર ભવને વિચાર કરે, પણ તમારા તે વિચારમાં જે સ્ત્રી, પુત્ર, સંપત્તિ આદિના જગતના વ્યવહારના અંગેના વિચારે છે તે તમારા એ વિચારે એ ગાંડાના જેવું ડહાપણ છે. ગાંડે મનુષ્ય પઠાણને જોઈને ક્ષણિક ડાહપણુ ધારણ કરે છે. તેવી સ્થિતિ તમારી છે. તમે તેને જ વિચારવાળે ગણે છે કે જે દુનિયાદારીની દ્રષ્ટિયે વ્યવહારૂ છે, એ પ્રમાણે શાસ્ત્રકારે તેને વિચાર વગરને ગણે છે, કે જે આહાર, વિહાર તેના સાધને વગેરેને અંગે વિચાર કરે છે, પણ આત્માને અંગે વિચાર કરતે નથી જે આત્મા આત્માને અંગે વિચાર વગરનો છે તેને માટે શાસ્ત્રકારો એ શબ્દ વાપરે છે કે તે અવિચારી છે.
જેમ ગાંડા માણસને ક્ષણિક સારા વિચારો આવે છે, પણ તેની આપણે સારા માણસમાં ગણના કરી શકતા નથી, તેજ પ્રમાણે જે નિરંતર સંસાર વ્યવહારના વિચારેને સેવે છે, તેને શાસ્ત્રકારે પણ વિચારશીલ માનતા નથી, શાસ્ત્રકારે તેને જ વિચારશીલ માને છે કે જે આત્માના વિચારે સેવે છે. આત્માની દ્રષ્ટિએ દ્રષ્ટિવાદી કોણ છે તેને વિચાર કરે. જે આત્મા કલ્યાણના વિચારે સેવે છે, તેજ સાચે દ્રષ્ટિવાદી છે. થઈ ગયેલા અનંતભવે વર્તમાનભવ ભવિષ્યના ભવ, જીવ, અજીવ, આવ, સંવર, નિર્જ રા, અને મેક્ષ, એને વિચાર તેનું નામ સાચી દ્રષ્ટિ છે. હવે મુખ્ય વિષય પર આ વિષયેથી ભરેલું મનુષ્યપણું એ મનુષ્યપણું નથી, પણ જાનવરપણું છે. કીંમતની અપેક્ષાએ એવું મનુષ્ય જીવન, જડ જીવન કરતાં પણ હલકું છે. પત્થર જેવું જડજીવન, ભલે તે કેઈના ઉપગમાં આવનારૂં ન હય, છતાં તે જીવન કેઈને દુઃખ પણ નથી આપતું ત્યારે મનુષ્ય જીવન બીજાને ઉપયોગી ન થાય તે તેને પીડાકારી નીવડે છે, અર્થાત આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com