________________
આનંદ-સુધાસિંધુ
( ૫૫)
સુધા-બિંદુ ૧ લું. જીવનને કંઈ વિચાર કરતા નથી, અને એમને એમ મરણ પામે છે, તેજ પ્રમાણે આપણે કરીએ તે, આપણું પણ જીવતર ધુળ છે. કુંભારને ત્યાં જન્મેલે માણસ કુંભારને ત્યાં ધંધે કરતાં કરતાં મરણ પામ્યું. કારકુની કરનારાને ત્યાં જન્મેલે માણસ લખી લખીને પુરે થાય અને રાજાને ત્યાં જન્મેલે માણસ રાજ કરીને મરણ પામે; તે પછી વીચાર કરે કે મનુષ્ય ભવની ઉત્તમતા કઈ? મનુષ્યની ઉત્તમતા એજ વસ્તુ પર અવલંબેલી છે, કે જ્યાં આત્મભાન થાય છે. હીરાને કોલસામાં પ્રકાશનો ફરક છે. જે કેલસે તેજસ્વી છે, સુંદર પ્રકાશ આપે છે, ઝગઝગે છે, તે હીરે છે, અને જે કોલસો કાળો છે તેને લોકો કેલસ કહે છે, તે જ પ્રમાણે પશુઓમાં અને મનુષ્યમાં આત્મા એકજ છે, તે એ આત્મા એ આત્મભાન ન મેળવે તે પછી તેની દેહ મનુષ્ય હોવા છતાં તે પશુ છે, અને જો એ આત્મા કર્મ અને જીવનું ભાન મેળવે છે, તે તે તેજ ઘડીએ સાચા મનુષ્યત્વથી યુકત બને છે. તેજ વિનાને હીરે. આત્મામાન વિનાના આત્માને ધારણ કરનારી દેડ જાનવરજ છે,
તેમ સમજી લેવું જોઈએ. બેવકુફ મનુષ્ય હાથે કરીને ચેરી કબુલ કરી દે છે, એક ઉદાહરણ છે કે એક જગ્યાએ દશ છોકરા હતા. તેમાંના બે છોકરાઓને ઉભા કર્યા પછી કહ્યું, કે જે છોકરાએ ચોરી કરી છે તે છોકરા પકડાઈ ગયે છે, કારણ કે તેને માથે ચકલી તણખલું લાવીને મુકી ગઈ છે, આ શબ્દ સાંભળતાં જ જે છોકરાએ ખરેખરી ચોરી કરી હતી, તે ભયથી ગભરાયે, તેના પગ ધ્રુજવા લાગ્યા અને તેણે ઝપાટાબંધ પિતાને હાથ માથા પર મુકીને, જાણે ચકલીએ તણખલું મુકાયું ન હોય, તેમ સમજીને એ તણખલું ફેંકી દેવાની ક્રીયા કરી, આથી તેણે ચોરી કરી છે એમ તરત જણાઈ આવ્યું. આ રીતે ગુન્હેગાર પિતાની મેળે પકડાઈ ગયો. અહીં પણ તેજ ઘાટ છે. મેં કઈ શ્રેતાને જાનવર કરી નથી. પણ જે ઈન્દ્રિઓના વિકારમાં ઘેરાય છે, તે પોતાની મેળે જાનવર બને છે, તેથી તમે જે ખોટું લગાડશે તે તમારી દશા પિલા જુઠા છોકરા જેવી થશે. તે છોકરાએ તેને કેઈએ ચાર કશે નહતું, છતાં પિતાને માથે હાથ મુકીને પિતે ચોર છે, તેની સાબીતી કરી આપી હતી, તેજ પ્રમાણે જેને કર્મનું, આ ભવની અવસ્થાનું અને આવતા ભવનું ભાન નથી તેને મેં જાનવર કહ્યા છે, અને શાસ્ત્રકાર પણ એવાઓને જાનવર કહે છે, છતાં તમે “મહારાજ વ્યાખ્યાનમાં આપણને જાનવર કહે છે.” એમ કહીને હાથે કરીને તમારા જાનવરપણુપર છાપ મારે છે, અને માથે આવતી ટેપી પહેરી લઈને તમે આત્મામાન વિનાના છે એવું ખુલ્લું કરે છે, જીવના બે ભેદ છે. સંસી અને અસંસી. જેને મન નથી મન:પર્યાપ્તિ નથી. મનના પગલે પરિણાવવાની તાકાત નથી, તેને અસંજ્ઞી જીવ કહ્યા છે. અર્થાત સંજ્ઞી એટલે વિચારવાન, અને અસંસી એટલે વિચારશુ, તમે આ બે શબ્દ વારંવાર સાંભળ્યા હશે પણ હું તમને પુછું છું કે આ બે શબ્દનો અર્થ તમેએ ધ્યાનમાં લીધે છે? મનઃપર્યાપ્તિ હોય તે સંસી, અને ન હોય તે અસંજ્ઞી, આતે સાધારણ વ્યાખ્યા થઈ, પણ શાસ્ત્રકારે એથી આગળ વધે છે, અને કહે છે કે જેને વિચાર છે તે સંસી છે, અને જેને વિચાર નથી તે અસંજ્ઞી છે. તમને કઈ એમ કહે કે તમારામાં ગતાગમ નથી, તે તમને કેવું લાગશે? આ વાત ધ્યાનમાં લેશો એટલે તત્વાર્થકાર ઉપરથી એક કલંક નીકળી જશે. સંજ્ઞાવાળા અને મનવાળા, એમ બે પ્રકાર સૂત્રકારોએ કેમ પાડયા હશે, તેને અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com