________________
આનંદ-સુધાસિંધુ
( ૪૯ )
સુધાબિંદુ ૧ લું. જોઈએ. જે તેને આ વાતને ખ્યાલ ન રહે, તે તે જૈન ધર્મ જે ઉંચી ભૂમિકાને ધર્મ પાળી શકે નહી. વિદેશી અને વિધમી બાળકે કે જ્યારે આપણે આપણા બાળકોને સરખાવીએ છીએ, ત્યારે તેમના ધર્મપ્રેમની આગળ આપણું બાળકને ધર્મપ્રેમ ટકી શકતું નથી. તેમને તેમના ધર્મના મૂળભૂત સિદ્ધાંત પર જેટલે પ્યાર છે, એટલે આપણા બાળકેમાં જણાઈ આવતુંનથી. આ બધાનું કારણ તેમનું ધાર્મિક શિક્ષણ છે. જે તમે આવું ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત ન કરે તે તમારા બાળકને તમે ધર્મમાં દ્રઢ રસ લેતા બનાવી શકે નહી, આને પરિણામે ધર્મની અને ધર્મના અનુષ્ઠાનની જેટલી લગની તમને છે તેટલી તમારા બાળકને રહી શકે નહિ. આ સ્થિતિ સુધારવી તમારા હાથમાં છે. તમારું પિતાનું જીવન ધર્મમય હાય, તમારું હૃદય ધર્મના સંસ્કારોથી દ્રઢ બનેલું હોય અને એવી ઉત્તમ દ્રઢતા તમે કેળવી હોય તે પછી તમારું બાળક પણ ધર્મના સંસ્કારોથી ભરેલું હોવું જ જોઈએ. તમારી ફરજ છે કે તમારે તમારા બાળકને કેવળ દુન્યવી મોહમાયામાં ન રાખતાં તેને આત્માનું કલ્યાણ કરનારું શિક્ષણ પણ આપવું જોઈએ. જેનને ત્યાં જન્મેલ બાળક એવો વિશ્વાસ ધરાવે છે. અને છતાં જ્યારે તમે એ વિશ્વાસને વફાદાર ન રહો તે એને અર્થ એ છે કે તમે તમારા બાળક પ્રત્યે બેવફા થયા છે અથવા વિશ્વાસઘાતી થયા છે. બાળકની કેળવણી પાછળ આજે ઘણે પરિશ્રમ લેવામાં આવે છે, બાળ કેળવણુ માટે ઠેકાણે ઠેકાણે નવી સંસ્થા ઉપસ્થિત થાય છે. મેટી સંખ્યામાં અનેક ઠેકાણે શાળાએ પાઠશાળાએ અને વિશ્વવિદ્યાલયે ખુલેલાં છે. પણ એ સંસ્થાઓમાં શિક્ષણ લેનારાઓમાંથી કેટલા રત્ન પાક્યા ? દેશ કે ધર્મનું કેટલાએ ભલું કર્યું? સમાજની આત્મિક ઉન્નતિ માટે કેટલાએ યત્ન કર્યો? આ બધાને ઉત્તર સંતોષકારક નથી. ત્યારે જે તમારે તમારા બાળકને ખરેખર ધર્મની વૃત્તિથી ભરપૂર બનાવવા હોય તે તેને માટે શું પ્રયત્ન કરવો એ પ્રશ્ન આપણી સામે ઉભો થાય છે, અને નિકાલ લાવ સહેલું છે. બાળકને ધાર્મિક શિક્ષણમાં એ સંસ્કાર નાખવા જોઈએ કે, જીવ અનાદિને છે, ભવપરંપરા અનાદિની છે અને કર્મસાગ પણ અનાદિને છે.
કેળવણીનો દોષ જે બાળકને ગળથુથીમાં આ સંસ્કાર પડતા હોય તે બાળક માટે થયા પછી
કદીપણું જૈનત્વને બેદરકાર રહી શકે નહી. ગમે તેવા કઠીન સંગેમાં તેને મુકવામાં આવે તે પણ તેઓ પિતાનું વ્યક્તિત્વ જાળવી રાખશે, અને ધર્મ પ્રત્યે બેદરકાર થઈ શકશે નહિ.
- હવે એકલે કેળવણીને દેષ કાઢીને પણ તમે છટકી જઈ શકે નહી, આજની કેળવણી અને આજનું વાતાવરણ કલુષિત બનેલાં છે, એ વાત કબુલ છે. પણ એક પ્રશ્ન એ છે કે એ કેળવણીને દેષ મુસલમાન, પારસી, ખ્રિસ્તી એ કેઈને નથી લાગતે અને શા માટે આપણનેજ લાગે છે. વર્તમાન કેળવણીને લઈને ખ્રિસ્તીઓએ જોઈએ તેટલી અહિક પ્રગતિ કરેલી છે, પણ તેમાંથી કેઇપણ પોતાના ધર્મશાસ્ત્રને બેવફા નિવડયા નથી. પિપ કે મહમદને કેઈએ બદમાસ કે જુલમગાર કર્યો નથી અને જેને માંજ એવા માણસે નીકળી આવ્યા છે કે જેમણે સાધુ, શાસ્ત્ર અને સર્વાની નિંદા કરવા માંડી છે. આનું કારણ શું? હિંદુસ્થાનમાં હવે તે મુસલમાને પણ કેળવણીમાં આગળ વધતા જાય છે, અને તેમની પણ ઝપાટાબંધ પ્રગતિ થતી જાય છે. છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com