________________
આનંદ–સુધાસિન્ધુ.
( ૩૮ )
સુધા–બિંદુ ૧ લું.
કરાવે છે; એના અર્થ એ છે કે ગુન્હા કરાવે છે પણ ઇશ્વર અનેસજા આપનાર પશુ ઇશ્વર ! આ વસ્તુ દેખીતી રીતે ખાટી છે.
શુ' આત્મા પાપ કરવામાં અને કર્મ ભોગવવામાં સ્વતંત્ર છે ?
દલીલની ખાતર એમ માનીએ કે આત્મા
કમ કરવામાં એટલે કે પાપ કરવામાં અને પાપના ફળ ભાગવવામાં સ્વતંત્ર છે અને ઇશ્વર તેા માત્ર તેને સજા કરાવે છે, ઇશ્વર કઇ ગુન્હો કરાવતા નથી, તે પ્રમાણે આત્મા પાપ કરે છે તેમાં ઈશ્વરના સબંધ નથી પણ તેના પરિણામ ઇશ્વર ભાગવાવે છે, આ માન્યતા દેખીતી રીતે સારી લાગે છે, પણ લાંબે વિચાર કરતાં આ દલીલ એ ટકી શકતી નથી. આ રીતે ખીજા ત્રણ મુદ્દા ઉભા થાય છે, પહેલા મુદ્દો એ કે ગુન્હો કરવામાં માણુસ સ્વતંગ છે પણ સજા ભોગવવામાં તે સ્વતંત્ર નથી ખીન્ને મુદ્દા એ કે આત્માને સજા ભોગવાવનારા ખીજે કાઈ હોવા જોઈએ અને ત્રીજો મુદ્દો એ કે એ સજા ભાગવાવનારા આત્માના ઉપરી કાઇ હાવા જોઇએ. જ્યાં સુધી તમે શાસ્ત્રીય વાતાથી પુરેપુરી રીતે માહિત ન થાઓ ત્યાં સુધી તમારે મિથ્યાત્વી સાથે બેસવું નહીં, એ અમુક કારણથીજ શાસ્ત્રકારો કહે છે. કેટલાક કહે છે કે જૈન શાસ્ત્રકારા જૈનને મિથ્યાત્વી સાથે ન એસવાના ઉપદેશ આપી ગયા છે એ તેમની સકુચીત દ્રષ્ટિ વ્યકત કરે છે. પણ હું કહું છું કે તમે વ્યાખ્યાનમાં આવે છે ત્યારે ઘેરે તાળું મારીને આવે છે કે ઘર ખુલ્લું રાખા છે ? જરુર તમે તાળું મારીનેજ આવા છે તે પછી તમારી આ સકુચીત દૃષ્ટિ ખરી કે નહીં ? તમે કહેશેા કે અમે તે અમારા રક્ષણ માટે તાળું માર્યું છે હવે જો તમે તમારા જડ પૈસા ટકાના રક્ષણ માટે તાળું મારે છે અને તે વ્યાજબી છે, તેા પછી તમારૂ" સમ્યકત્વરૂપી અમુલ્ય જવાહિર જાળવવા માટે શાસ્ત્રારાએ શુધ્ધ બુધ્ધિથી તાળારૂપી એવા પ્રતિબંધ મુકયો કે મિથ્યાત્વી સાથે તમારે સંસ ન રાખવા, તેમાં શું ખાટુ' છે ! પાપ કરવામાં જીવ સ્વતંત્ર છે, શીક્ષા પેાતાની મેળે ભાગવતા નથી અને એ શીક્ષા ભગવાવનારા ઇશ્વર નામની ત્રીજીજ વ્યકિત છે. આ મિથ્યા ત્નીની માન્યતા તમારા મગજમાંથી દુર કરવી એ તમારે માટે ઘણું મુશ્કેલ છે.
તમે જાણા છે કે જગતમાં કોઈ માણસે ઝેર ખાધું હોય તે તેના ઉપાય થઇ શકે છે. ખાધેલું ઝેર ઉલટી દ્વારા કઢાવી શકાય છે, પણ કાન દ્વારા વિચારા રૂપી જે ઝેર મનુષ્યના શરીરમાં પ્રવેશે છે, તે કાઢી નાંખવાના કોઈપણ માગ જગતમાં વિજ્ઞાન શાસ્ત્રીઓને પણ જડયા નથી. કાનમાં ખરાબ વિચારરૂપી જે વિષ રેડવામાં આવે છે, તે એવું ભયકર છે કે, એ વિષયનું ખળ જ્યાં સુધી પહેાંચે ત્યાં સુધી તે મનુષ્યને હાથે ગમે તેવા દુષ્કર્મો કરાવે છે, એટલા માટે સાથી પહેલી ફરજ એ છે કે તમારે આવું વિષ લેતાં ખચી જવું જોઈએ.
ત્રણ મુદ્દા હવે ઉપર જણાવેલા ત્રણ મુદ્દા તપાસો. પહેલા મુદ્દા એ છે કે આત્મા પાપ કરવામાં સ્વતંત્ર છે. જગતની ચાલુ રાજનીતિની દ્રષ્ટિએ આત્માને પાપ કરવામાં સ્વતંત્ર માની શકીએ પણ ઈશ્વરીનીતિમાં આત્મા આ રીતે સ્વતંત્ર નથી. જૈન સાહિત્યમાં એક ઉદાહરણ છે કે દેવદત્ત નામના માણસે યજ્ઞદત્ત નામના માણસને માર મારી પાડી નાંખ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com