________________
આનંદ-સુધાસિંધુ.
(૩૭)
સુધા–બિંદુ૨ કુ. થાય છે કે મનુષ્યના વ્યવહાર જેટલી પણ દધા ઈશ્વર દર્શાવતું નથી, બાળક અજ્ઞાન છે, અજ્ઞાનપણને અને ગુન્હાને સંબંધ નથી, બાળકે ગુન્હ કર્યો હોય તે પણ તે અજ્ઞાન હોવાથી ઈશ્વરે બાળકને ક્ષમા આપવી ઘટે છે. બાળકની વાત જવા દઈએ તે મેટા મનુષ્ય પણ ઈશ્વરની આગળ બાળક જેવા છે. ઈશ્વર જ્ઞાની છે, મનુષ્ય અજ્ઞાની છે. એટલે મનુષ્યને દેષ થાય તે પણ ઇશ્વરે તેને સજા ન કરતાં ક્ષમા આપવી એ કર્તવ્યજ છે. પણ આપણે જોઈએ છીએ કે વ્યવહારમાં તેમ બનતું નથી, અને મોટા માણસે તથા બાળકે સુખ અને દુઃખ ભેગવી રહ્યા છે. જે ઈશ્વરજ સુખ અને દુઃખ આપનારે હોય તે એમ માનવું જોઈએ કે ઈશ્વર દયાળુ અને ન્યાયી નથી અને ઘાતકી અને જુલમગાર છે અને જે ઈશ્વરને ઘાતક અને જુલમગાર ન માન હોય એમ માનવું જોઈએ કે સુખ દુઃખ ઈશ્વર આપતું નથી પરંતુ બીજી કઈ વસ્તુ એવી છે કે જે સુખ અને દુઃખ આપે છે. બીજી માન્યતા એ છે કે આત્મા કર્મ પ્રમાણે સુખ દુઃખ ભેગવે છે. પણ આત્માએ કર્મ કયારે કર્યા, અત્મિા અનાદિ છે અને સૃષ્ટિને ઇશ્વરે બનાવી એમ માની વગર આત્માએ કર્મ કયાં કીધા? આ ઉપરથી એમ માનવું પડે છે કે જે ઈશ્વરે સૃષ્ટિ કરી છે અને આત્મા કર્મ પ્રમાણે સુખ દુખ મેળવે છે તે આત્મા અનાદિ હોય શકે નહી અથવા તેના કર્મ અનાદિ હેઈ શકે નહી. પણ જે આત્માના કર્મ અનાદિથી ન હોઈ તે પછી તેને સુખદુઃખની પ્રાપ્તિ કેવી રીતે થઈ? આ બધા ઉપરથી ચકખા એકજ અનુમાન પર આવવું પડે છે કે આત્મા કર્મ અને સૃષ્ટિ એ સઘળું જ અનાદિ છે અને સુખ દુઃખ ઈશ્વરના આપ્યા અપાતા નથી પણ તે પ્રત્યેકને પોતપોતાના કર્મ પ્રમાણે જ મળે છે, ઈશ્વર મનુષ્યને પિતા, અધિકારી અથવા તે ઉપરી જેવો ગણવામાં આવે છે, તે શું એની એ ફરજ નથી કે માણસને સુધારે? આત્માને અનેક ભવભવાંતરે રખડાવ્યા છતાં તે સુધારી શકતા નથી એ ઉપરથી સાબીત થાય છે કે કાંતે તેનામાં સુધારવાની શક્તિ નથી અથવા તે ઈશ્વરના હાથમાં સુધારવા બગાડવાનું કામ રહેલું નથી.
ચોરી કરાવનાર અને સજા કરનાર એકજ! પ્રાચીન કાળમાં હિંદુસ્થાનમાં એવા ઠાકોરે
અને રાજાઓ હતા કે જેઓ પિતે એરોને કાલે રાખીને ચોરીઓ કરાવતા, ધાડો પડાવતા, લૂંટ કરાવતા, અને જો એમ કરતાં ચારે પકડાઈ જાય, તે વળી તેમને તે રાજાએ સજા પણ કરતાં! ઈશ્વરના રાજ્યમાં મનુષ્યને કર્મ પ્રમાણે સુખ દુઃખમળે અને એ કર્મ કરાવનાર જે ઈશ્વરજ હોય તે એ ખેટા કર્મની સજા જીવાત્માને થવી જોઈએ કે ઈશ્વરને થવી જોઈએ? આત્મા જે ખોટા કામ કરે છે અથવા સારા કામ કરે છે, તે કામ જે ઈશ્વર કરાવતું હોય તે એ કામને જવાબદાર આત્મા નથી પણ ઈશ્વર છે, કારણ કે જે ગુન્હ કરે છે તેના કરતાં ગુનેહે કરાવનાર બમણે જવાબદાર છે એ આપણે જાણીએ છીએ. આ ઉપરથી માનવું પડે છે કે આત્માને હાથે જે શુભાશુભ કર્મ થાય છે તે ઈશ્વર કરાવતું નથી પણ આત્મા એના કર્મ પ્રમાણે સારા નરસા કામ કરે છે, જે જગતને સઘળે વ્યવહાર ચલાવનાર, માણસને કર્મને પંથે પ્રેરનાર, મનુષ્યને હાથે સારા નરસા કામે કરાવનાર ઇશ્વર હોય તે ચેર જે ચેરી કરે છે તેને માટે જવાબદારી પણ ઇશ્વરને માથે રહે છે, અને એ ચેરને જે સજા થાય છે તે પણ ઈશ્વરજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com