________________
આનંદ-સુધાસિંધુ.
( ૩૬ )
સુધા–બિંદુ ૧ લું. કે આત્મા અનાદિ હતું અને ઈશ્વરે જગત રચી તે તેને જન્મ અને કર્મની જંજાળમાં હડસેલી મુ હતું ! સૃષ્ટિ કર્તા કેણુ? હવે એથી આગળ વધે અને આ પ્રશ્નને પુરેપુરી ઝીણવટથી ચર્ચો.
ઈશ્વરે સૃષ્ટિ રચી અને મનુષ્યને ગર્ભવાસ આપે. હું પુછું છું કે મનુષ્ય એટલે કે મનુષ્યના આત્માએ, તે જન્મ અને કર્મથી મુકત હોવા છતાં ઈશ્વરનું એવું તે શું બગાડયું હશે કે જેથી આત્માને જન્મ મરણની જંજાળમાં ધકેલી મુળે અને ગર્ભ વાસના અસહ્ય દુઃખે આપ્યા ? આત્માએ ઈશ્વરને કઈ ગુન્હો કર્યો નથી નથી એણે કંઈ ઈશ્વરનું બગાડયું. કે નથી એણે ઇશ્વરને ગરદન માર્યો ! છતાં ઈશ્વર આત્માને ગર્ભવાસમાં અસહ્ય દુખે આપે છે. એનું કંઈ કારણ? જો તમે એમ કહેશે કે ઈશ્વરે આત્માને જન્મ આપે એનું કારણ આત્માના કર્મો છે, તે તમારે ઈશ્વરે સૃષ્ટિ પેદા કરી એ માન્યતા છેડી દેવી પડશે, કારણ કે ઈશ્વરે સૃષ્ટિ પેદા કીધી તે પહેલાં તે સૃષ્ટિ હતી નહી, છતાં આત્મા જન્મ પામે છે અને તે જન્મ જે તેના કર્મને આભારી છે તે આત્માને કર્મ કરવાને માટે કેઈ સ્થાન હોવું જ જોઈએ ! અર્થાત આત્મા અનાદિ હતું, તે જન્મ કર્મથી રહિત હતો. અને ઈશ્વરે સૃષ્ટિની રચના કરી પછી આત્માને ભવ પરંપરામાં ધકેલી મુકે એ માન્યતા આપ આપ બેટી થાય છે. જે સૃષ્ટિ બનાવી તે પહેલાંના આત્માના કર્મ હતો એમ માને તે સૃષ્ટિ શરૂઆત પાછળથી થઈ એ માન્યતાને તિલાંજલી આપવી પડશે અને જે સૃષ્ટિની શરૂઆત માનીએ તે ઈશ્વરને અને આત્માને અનાદિ માનવાનું બંધ કરવું પડશે. પિોલીસની એવી સત્તા છે કે તે ગમે તે માણસને ચોવીસ કલાક પરહેજ કરી શકે છે પણ જે પરહેજ થનાર માણસ સામી ફરીયાદ કરે અને પરહેજ કરવાનું કંઈ પણ કારણ સાબીત ન થાય તે સીપાઈના બાર વાગી જાય છે. જે એક સામાન્ય માણસ માટે તે બીજા માણસને બેટી રીતે પજવે તે તેને ઠેકાણે લાવવા માટે આટલી બધી સખ્તાઈ છે, તે ઈશ્વર કે જેને જગત પવિત્ર વ્યકિત માને છે એ પવિત્ર વ્યકિત આત્માને કઈ પણ કારણ વગર જન્મ ઈત્યાદિના દુઃખ આપે તે તેને માટે ઇશ્વરને પણ શામાટે ગુન્હેગાર ન ગણવું જોઈએ? બીજો પ્રશ્ન એ છે કે સુખ, દુઃખ, સંપત્તિ, ગરીબાઈ, મરણ, જન્મ ઈત્યાદિ કેણ આપે છે? જેઓ એમ કહે છે કે આ બધી ચીજ ઈશ્વર આપે છે તેઓ ચેકની ભૂલ કરે છે. ઈશ્વર આમાંનું કશુંજ આપતું નથી પણ આત્મા પિતાના કર્મ પ્રમાણે દરેક વસ્તુ મેળવે છે. નાના બાળકે અનેક પ્રકારના રોગથી મૃત્યુ પામે છે, જે ઈશ્વર મૃત્યુ આપતે હેય તે ઈશ્વરે નાના બાળકને મૃત્યુ જેવું દુઃખ શામાટે આપ્યું? તમે દલીલ માટે એમ કહેશો કે બાળકે ઈશ્વરને કંઈ પણ ગુન્હો કર્યો હશે અને ગુન્હાના બદલામાં તેને દુઃખ ભોગવવું પડતું હશે પણ આ માન્યતાએ સાચી નથી ધારે કે બાળકે ગુન્હો કર્યો, તે ઈશ્વરની ફરજ તેને સજા કરવાની છે કે મારી આપવાની છે? જગતને વ્યવહાર એમ કહે છે કે નાને માણસ ગુન્હો કરે છે તે પણ મોટાએ તેને ક્ષમા આપવી જોઈએ. ઈશ્વર દયાળુ ખરે કે નહિ? બાળક નાનું છે અને ઈશ્વર મટે છેઅર્થાત બાળકે ગુન્હ
કર્યો હોય તે પણ ઈશ્વરને ધર્મ છે કે તેણે બાળકને ક્ષમા આપવી જોઈએ, પછી એમ ન કરતાં ઈશ્વર બાળકને મૃત્યુ વિગેરેના દુઃખે આપે છે તેથી સાબીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com