________________
આનંદ-સુધાસિંધુ.
(૩૪)
સુધા–બિંદુ ૧ લું બંને પરસ્પર થવા વાળા છે. તેથી એ બંનેની શ્રેણી અનાદિ છે એમ માનવું પડે છે. અગર તે એમ માનવું પડે કે જન્મ લીધા વગર આત્માએ કર્મ કર્યા અથવા કર્મ કર્યા વગર આત્માએ જન્મ લીધે ! કર્મ ફીલસેકીને જાણનારે માણસ આ ઉત્તર પક્ષને કદી પણ માનવા તૈયાર થાય નહી. મનુષ્ય જન્મ એ વસ્તુ પ્રત્યક્ષ છે અને એ આપણે જોઈએ છીએ. એ જન્મ પ્રત્યક્ષ છે તે એમ પણ માનવું જ જોઈએ કે એ જન્મના કારણભૂત કર્મ હાવાં જ જોઈએ. જે જન્મ પ્રત્યક્ષજ છે તે તેના કારણભૂત કર્મને માન્યા સિવાય છુટકે જ નથી, પણ બીજી બાજુએ કર્મને કારણ માન્યા સિવાય છૂટકો નથી. કર્મ માનીએ એટલે જન્મ માન્યા સિવાય એ છુટકે નથી. બંને પરસ્પર એકબીજા ઉપર અવલંબે છે. જેમ ઝાડ અને બીજ એ બેમાં પહેલું કેણ? એ પ્રશ્ન નિરર્થક છે,
માણે જન્મ અને કર્મ એ બેમાં પહેલું કે એ પ્રશ્ન પણ નિરર્થક છે. આથી એમ માનવુંજ પડે છે કે જન્મ અને કર્મ બંને અનાદિ છે. હવે જે જન્મ અને કર્મ બને અનાદિ છે, તે એ જન્મ અને કર્મ બંને કરનારે અથવા બંનેમાં બીજ રૂપે રહેલે આત્મા પણ અનાદિ હજ જોઈએ. એક લુગડાં ઉપર લાલ રંગ ચઢાવીએ, એ રંગને પાંચ વર્ષ થાય, તે પછી રંગને પાંચ વર્ષ થયાં અને લુગડું બન્યાને ત્રણ વર્ષ થયાં એમ કેઈ કહી શકે નહીં. એ જ પ્રમાણે જન્મ અને કર્મ અનાદિના છે પણ આત્મા અનાદિને નથી એમ પણ કઈ કહી શકે નહી. જે આત્મા અનાદિ છે અને તેના જન્મ અને કર્મ પણ અનાદિ છે તે હવે આત્માએ વિચાર કરજ જોઈએ કે હું અનાદિને છું અને અનાદિથી જન્મ અને કર્મ કર્યાજ કરું છું આ સમજણ જેનામાં દઢ થાય તેજ સાચે જન છે. જેણે આ સમજણ સ્વીકારી છે, તે જૈન માર્ગમાં આવેલ છે એમ કહેવામાં વાંધો નથી. જન કહેવડાવું સહેલું છે, પણ સાચા જૈન થવું એ ઘણુંજ મુશ્કેલ છે, જૈન માર્ગનું પહેલું પગથીયું એજ છે કે આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે હું અનાદિને છું અને અનાદિથી જન્મ અને કર્મ કર્યા જ કરું છું. આ માન્યતા જૈન ધર્મનું પહેલું પગથીયું છે. જે આપણામાં આ સમજ ન હોય તે માની લે કે આપણે જૈનત્વની સીડીના પહેલે પગથીયે પણ આવ્યા નથી, પહેલાં પગથીયાનો મુદ્રાલેખ ધ્યાનમાં લીધે નથી, અને પહેલાં પગથીયાનું દષ્ટીબિંદુ લક્ષ્યમાં લીધું નથી. એટલાજ માટે પંચસૂત્રકારે જેની વ્યાખ્યા ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીએ કરી છે, તેમાં એમ જણાવ્યું છે કે જૈન શાસનને પહેલે પાઠ એ છે કે આત્માએ એવી માન્યતા ધારણ કરવી કે હું આત્મા છું, અનાદિ છું, અને અનાદિથી જન્મ અને કર્મ કર્યા કરું છું. ત્રણ વાતે ઉપરની ત્રણ વાતે જેનેએ ગળથુથીમાં લેવાની છે. જૈન બાળકને આ વસ્તુ
ગળથુથીમાંજ અપાવી જોઈએ. જે મનુષ્ય આવી માન્યતા ધારણ કરે છે, તેજ મનુષ્ય જૈનત્વની સીડીને પગથીયે આવેલે ગણી શકાય. જૈન શાસન એજ એવું શાસન છે કે જે જીવને અનાદિ માને છે, બીજા ધર્મવાળા જીવને અનાદિ માનતા નથી તેમની માન્યતા તે એવી છે કે બ્રહ્મ અનાદિ છે, અને બ્રહ્મમાંથી એક રજકણ રૂપે, અથવા તે અંશરૂપે જીવ જુદે પડેલો છે. એને અર્થ એ છે કે બ્રહ્મમાંથી જીવ જે દિવસે રજકણુરૂપે. જુદે પડશે તે દિવસ તે જીવની ઉત્પત્તિને દિવસ છે, જીવ બ્રહ્મમાંથી જુદા પડે છે, એમ કહેનારે જાણવું જોઈએ કે પ્રથમ અગ્નિ હોય છે. પછી તેને ભડકે થાય છે, અર્થાત્ તે અગ્નિ મુળરૂપે હે ઈ તેને ભડકે પાછળથી જ સંભવે છે. અગ્નિમાંથી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com