________________
આનંદ-સુધાસિંધુ.
( ૩૨ )
સુધા-બિંદુ ૧ લું. અથવા તેના પુર્વજોએ જે વસ્તુ અનુભવી હતી અને તેના કુળપરંપરાગત સંસ્કાર એનામાં આવ્યા હતા તે પરથી એણે કલ્પનાઓ કરી. પરંતુ એક પણ મનુષ્ય આજ સુધીમાં એવી કલ્પના નથી કરી કે એ કલ્પના કેઈએ અનુભવીજ ન હેય. આ ઉપરથી એક વસ્તુ સાબીત થાય છે કે મનુષ્ય જેની કલ્પના કરી શકે છે તે વસ્તુ તેણે એક બીજા પ્રકારે અનુભવેલી હોવી જ જોઈએ, આપણે જીવ કયારે ઉત્પન્ન થયે એ આપણા ખ્યાલમાં નથી એનું કારણ એજ છે, કે એ સ્થિતિ આપણે અનુભવી નથી મનુષ્ય મારૂ શરીર એમ કહે છે, શરીરને અનેક કાર્યોમાં પ્રવર્તાવે છે, એ ઉપરથી લાગે છે કે શરીરને પ્રવર્તાવનાર કઈ વસ્તુ જુદી હેવી જોઈએ. સમજે ત્યારે જે વસ્તુ શરીરને જગતના વ્યવહારમાં પ્રવર્તાવે છે તેનું નામ આત્મા છે કેઈટીકાકાર એમ કહેશે કે જીવ અનાદિથી ઉપસ્થિત નથી પણ તે જન્મદાતા માતાપિતાના સંગથી બનેલું છે, તે તેનું આ કથન આપણે સ્વીકારી શકીશું નહીં, આ વસ્તુ સમજવાને માટે હું તમને એક ઉદાહરણ આપું છું. પણ અને માટી બેના સગથી ઝાડની ઉત્પત્તિ થાય છે, પણ તેટલા ઉપરથી કઈ એમ કહી શકે નહીં, કે ઝાડ એ પાણી છે અથવા માટી છે. પાણી અને માટીના સંગ વગર વૃક્ષની ઉત્પત્તિ નજ થાય છતાં આપણે એમ ન કહી શકીએ કે ઝાડ એ પાણી અને માટી છે, અથવા પાણી અને માટી એજ ઝાડ છે સમજવાની વસ્તુ એ છે કે પાણી અને માટી એ બંને પોષક પદાર્થ છે તે બંને મળ પદાર્થ નથી. ઝાડને જે મુળ છે અર્થાત્ જે બીજ છે તે બીજને પાણી અને માટી પડ્યું છે, એવાત તદન ખરી; એટલે બીજને પિષનારા પાણી અને માટી એ ભલે કહી શકાય પણ પાણી અને માટી વગર વૃક્ષ ઉગી શકે નહીં, માટે “પાણી અને માટી તેજ વૃક્ષ છે,” એમ કઈ ઘટાવી શકે નહી, શરીર અને આત્માનું પણ એમજ એજ પ્રમાણે માતા પિતાના રક્ત વીર્યથી શરીર બને છે, અર્થાત મુખ્ય વસ્તુ આ રકતવીર્ય પિષે છે એ વાત બરાબર છે પણ એ રકતવીર્ય જ્યારે માતા પિતાનું રક્તવીર્ય એકઠું થાય છે ત્યારે ત્યારે ગર્ભ રહે છે એ નિયમ નથી. પ્રત્યેક સમયે રકતવીર્ય ભેગું થવા છતાં ઉન્નતી થતી નથી અને અમુક સમયેજ ગર્ભ ઉત્પન્ન થાય છે એ ઉપરથી જણાઈ આવે છે કે ગર્ભના મૂળ ભૂતરૂપે બીજું કઈક હોવું જ જોઈએ જે રકતવીર્યથી જ સંતતિ ઉત્પન્ન થાય, તે પ્રત્યેક વખતે સંતતિની ઉત્પતિ હેવીજ જોઈએ, પણ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે આ પ્રમાણે બનતું નથી તે ઉપસ્થી આ વાત થાય છે કે સંતાન ઉત્પતિના કારણ રૂપ માત્ર રક્તવીર્યજ ભલે રહે, પણ બીજી કઈચીજ હોવી જ જોઈએ. આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ કે વૃક્ષનું બીજ વવાયેલું હોય અને પાણીથી પિષણ મળે તેજ વૃક્ષ ઉત્પન્ન થાય છે, જે બીજ ન હોય અને ગમે એટલા માટી અને પાણી ભેગાં કર્યાજ કરો, તે પણ એથી વૃક્ષ ઉત્પન્ન થઈ શકે નહી તેજ પ્રમાણે એકલા રકતવીર્યથીજ બીજ વિના ગર્ભની પણુ ઉત્પાતિ સંભવીત નથી. માટી અને પાણીના સ્થાન પર રૂધિર અને વીર્ય છે. તે જ પ્રમાણે બીજના સ્થાન પર ઉપર કંઈક વસ્તુ હોવી જ જોઈએ. આ સંજોગ ભેગો થાય ત્યારે જન્મરૂપી વિકાર થઈ શકે છે પ્રત્યેક મનુષ્ય એવું ધારતો નથી અથવા એવી કલ્પના કરતેજ નથી કે મારા શરીર સાથે મારા જીવન પણ ઉત્પત્તિ થઈ છે, તે માને છે કે આત્માની ઉત્પત્તિ તે પહેલાંની હેવી જ જોઈએ.
ખેતરમાં બીજ વાવીએ છીએ ત્યારે આપણે બીજને જોઈ શકીએ છીએ, પણ બીજ જ્યાં વૃક્ષરૂપે બને છે. વૃક્ષ બનવાની ક્રિયામાં બીજ અદ્રષ્ય થાય છે ત્યારે આપણે બીજ જઈશકતા નથી, પરંતુ એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com