________________
આનંદ-સુધાસિંધુ,
( ૩૩ )
સુધાબિંદુ ૧૯. આપણે એમ કહી નથી શક્તા કે બીજ નાશ પામ્યું છે. જે બીજ વવાયું હતું એ તે જરૂર ઉગ્યું છે પણ તે બીજના પુદગલે વૃક્ષરૂપે પરિણમી ગયા છે. જેથી તે બીજાને આપણે દેખી શક્તા નથી એજ પ્રમાણે આત્માની વિગત પણ સમજી લે આત્મા બીજરૂપે છે, રકતવીર્ય માટી અને પાણી રૂપે છે, અને તેથી શરીર બંધાય છે, શરીરમાં આત્મા દેખાતે કેમ નથી ? એ શરીરમાં આત્માના પુદ્ગલે એવા તે પરિણમી જાય છે કે બીજ પ્રમાણે આપણે એ પુદ્ગલેને દેખી શકતા નથી. જેમ બીજના પગલે વૃક્ષરૂપ બને છે, અને બીજાને આપણે જોઈ શકતા નથી, તેમ જીવાત્માના પ્રદેશે આ શરીરમાં રહેલા છે, પણ આપણે જીવને શરીરમાં દેખી શકતા નથી. પણ એમ માનવાનું અવશ્ય કારણ છે કે શરીરમાં જીવ છે, મનુષ્ય મરણ પામે છે અને તે જીવતે હોય છે એ બે સ્થીતીની વચ્ચે જે અમુક વસ્તુનું અંતર છે, તેજ જીવાત્મા છે અને એથી જ એમ સાબીત થાય છે કે શરીરથી આત્મા જૂદ છે, શરીર એ એના જેવું છે અને આત્મા તેને પ્રવર્તાવનાર વસ્તુ છે અર્થાત આત્મા એ શરીરને ડ્રાઈવર તરીકે પ્રવર્તાવે છે. ડ્રાઈવર એજીનમાંજ હોય છે અને તે એજનને પ્રવર્તાવે, તેને ગમે તે દિશાએ લઈ જાય છે, લાવે છે, ફેરવે છે, ઉભું રાખે છે. આ બધી ક્રિયા એજીન પાસે ડ્રાઈવર કરાવે છે, એજીનની આ ક્રીયાઓ દરમ્યાન ડ્રાઈવર એજનમાં હાજર હોય છે તે એજનમાં હેવા છતાં પણ એ ઇવર તેજ એજીન નથી પરંતુ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ કે એજનથી ડ્રાઇવર જુદી જ વસ્તુ છે, એજ ઉદાહરણ શરીર અને આત્મા માટે પણ સમજી લે. આત્મા શરીરને જેમ પ્રવર્તાવે તેમ શરીર પ્રવર્તે છે, આત્મા શરીરને પાણીમાં લઈ જાય તે શરીર પાણીમાં જાય છે તે તેને ગમે એ પ્રદેશમાં લઈ જાય ત્યાં શરીર જાય છે, આટલું છતાં પણ જેમ એજીન અને ડ્રાઈવર બે જુદા છે, તે જ પ્રમાણે આત્મા અને શરીર પણ જુદા છે, શરીર પ્રવર્તનારી વસ્તુ છે અને આત્મા પ્રવર્તાવનાર વસ્તુ છે. આ બધા ઉદાહરણ ઉપરથી એ વાત નકકી કરવી પડે એમ છે કે શરીર ને આત્મા એ બને જુદીજ વસ્તુ છે. હવે વળી એજીને અને એજીન ડ્રાઈવરને દાખલ ધ્યાન ઉપર લે. એજીના તે જડ છે તેનામાં હાલવા ચાલવાની શકતી નથી. તેનામાં વિચારશકિત નથી, તેને ડ્રાઈવર પ્રવ ર્તાવે છે, હવે શું કઈ એમ કહી શકશે કે એ એજીન અને એજીન ડ્રાઈવર બંને એકજ વખતે બન્યા અથવા તે બંનેને જન્મ એકજ વખતે થયે છે, એ જ પ્રમાણે શરીરરૂપી એજનને પ્રવર્તાવનાર આત્મા છે, તેથી શરીર અને આત્મા બંને એક જ વખતે થયા એમ કહી શકે નહીં. આ ઉપરથી એમ માનવાને જરૂર પડે છે કે આત્મા શરીરથી જૂદીજ વસ્તુ હોઈ તે અનાદિ છે, અને એ આત્મા કઈ દિવસ ઉત્પન્ન પણ થયું નથી. હવે તમે પુછશે કે આપણે અનાદિ કેને કહીએ છીએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે વસ્તુ કઈ વખત ઉત્પન્ન થએલી ન હોય, અને એ ચીજ વિદ્યમાન હેય તેને અનાદિ વસ્તુ કહી શકાય.
જન્મ અને કર્મ. જન્મ અને કર્મને પ્રશ્ન પણ આજ અટપટો અને ગુંચવણ ભરેલ
છે જન્મ ન હોય તે કર્મ સંભવી શકતું નથી. શરીર જન્મે છે, પછી જ તે કર્મ કરે છે, તે જ પ્રમાણે કર્મ સિવાય જન્મ પણ આવતો નથી. કર્મ હોય તે જ જન્મ આવે છે. બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ થાય નહી અને વૃક્ષ વિના બીજ થાય નહી એને અર્થ એ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com