________________
બાનઃ-સુધાસિંધુ.
( ૩૫ )
સુધા—જિંદુ ૧ ૩.
તણખા નીકળે છે તે અગ્નિના અવયવ છે તેજ પ્રમાણે બ્રહ્મના અવયવ ગણી શકાય અગ્નિ એટલે તણખાને સમુદાય અને બ્રહ્મ એટલે જીવાના સમુદાય એમ જે માને છે તે કઈ વખત જીવને અનાદિ માની શકે નહીં પણ તેમને તે એવુ' માનવાની ફરજ પડે છે કે જીવ અનાદિ નહિ પશુ આદિ છે, તમે વિચાર કરશે તે તમાને પણ માલમ પડી આવશે કે અગ્નિ પહેલે કે અગ્નિના તણખા પહેલા ? આ પ્રશ્નના ઉત્તરમાં ખુલ્લે ખુલ્લુ' એમ કહેવાને વાંધો નથી કે અગ્નિ પછીજ અગ્નિના તણખા ઉત્પન થયા. તેજ પ્રમાણે જીવ જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા હાય તા જીવને અનાદિ માની શકાય નહીં પણ આદિ એટલે પાછળથી આદિમાં ઉત્પન્ન થયેલા માનવે પડે, વળી કેટલાક જીવાને બ્રહ્મના કણ અથવા અ’શ માનતા નથી અને તેએ જીવને સ્વતંત્ર માને છે.
જીવ અનાદિ કે આદિ?
નૈયાયિકા વૈશેષિકા વિગેરે જીવને અનાદિ માને છે. આ લે કે જીવને અનાદિ કેમ માને છે તે સમજવા જેવું છે. જીવની ઉત્પત્તિને તર્ક વડે અથવા ખીજી કેઇપણ રીતે તે સાખીત કરી શકયા નથી આવી સાખીતીમાં જ્યારે તેઓ નિષ્ફળ ગયા, ત્યારે તેમણે ઠોકી માર્યું કે જીવ અનાદિ છે તેએ એક તરક્ જીવને અનાદિ માને છે અને બીજી માજુએ જગતને કૃત્રિમ માને છે. જો જીવ અનાદિ હાય તે જગત કૃત્રિમ હાઈ શકે નહીં, અને જગત કૃત્રિમ હોય તે જીવ અનાદિ હાઇ શકે નહીં. જેમ પચાસ વર્ષોંના પુત્રની માતા વીસ વર્ષની હોય એ અશક્ય છે, તે પ્રાણે ઉપરની માન્યતા પણ અશકય છે. જીવ અનાદિ છે અને જગતના કર્તા ઇશ્વર છે એવું કાઈ પણ તત્વજ્ઞ કબુલ કરે નહીં. જો જીવ અનાદિમાં ન હતા એમ માનેા અને જગત ઇશ્વરે બનાવ્યું છે એમ માને, તે સ્વભાવિક રીતે એવી શ*કા ઉપસ્થિત થાય છે કે ઈશ્વરે સૃષ્ટિને નિર્માણુ કરી અર્થાત જગત બનાવ્યું તે પહેલાં આ અનાદિના જીવ કર્યાં હતા ? અને ઇ સ્થિતિમાં હતા ? તે વખતે જીવ જન્મ વગરના હતા કે કર્મ વગરને હતા? કલ્પનાની ખાતર એમ માની લે કે સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલાં જીવ જન્મ અને કર્મ વગરના હતા અને ઈશ્વરે જગત મનાવીને આત્માને જન્મ અને મરણની જંજાળમાં નાંખી દીધા. પણ આ માન્યતા રાખતા તત્વ દ્રષ્ટિએ મીને ભયકર વાંધા આવે છે. એ વાંધે સમજવાને માટે માછી અને માછલાનું ઉદાહરણ લેા. માધ્યુ. સમુદ્રમાં સ્વતંત્ર હાય છે, માછી આવે છે અને તે એ માછલાને જાળમાં નાંખને પરાધિન બનાવે છે. હવે જો એ માછલામાં વિચાર કિતના છાંટા પણુ હૉય તેા એ માંધ્યું માછીને પૂજ્ય સ્મૃદ્ધિ વડે જોઇ તેની પૂજા કરે ? માછી પ્રત્યે પ્રેમ રાખે કે તેના પ્રત્યે તિરસ્કાર રાખે ? આના ઉત્તર મહુ સહેલા છે, માછલાની સ્વતંત્રતા માછી હરી લે છે એટલે માલું માછી ઉપર તિરસ્કાર મુષ્ઠિ રાખે એજ કુદરતી છે. તેજ પ્રમાણે ઈશ્વરે આત્માને જંજાળમાં નાંખ્યા છે, આત્મા પહેલાં સ્વતંત્ર હતા અનાદિ કાળથી તેને ખંધન ન હતું, તેને જન્મ અને કર્મ ન હતાં પણ ઇશ્વર આળ્યે, તેણે જગતરૂપી જાળ તૈયાર કરી અને તેમાં મચ્છરુપી આત્માને ધકેલી મૂકયા ! તે હવે એ આત્મા ઇશ્વર ઉપર પ્રીતિ અને પૂજ્ય ભાવ કેવી રીતે રાખી શકે ! જેણે આત્માને બધનમાં રાખ્યા છે તે ઈશ્વર ઉપર આત્મા કી પણ પૂજ્ય ભાવ રાખી શકે નહી. આથી એ માન્યતા પણ ટિ પડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com