________________
આનંદ-સુધાસિંધુ.
સુધા-બિંદુ ૧ લું. એ સૃષ્ટિમાં રહેનારે જીવ અનાદિ હેઈ શકે નહી. જે ઘર બંધાવ્યાને પાંચ વરસ થયાં હોય તે ઘરમાં હું પચીસ વરસથી રહું છું એમ બોલવું દેખીતી રીતે જ બેઠું છે. તે જ પ્રમાણે આદિ સૃષ્ટિમાં અનાદિ આત્મા રહેલ હતા, એમ કહેવું એ પણ છેટું છે. ત્યારે આપણે ત્રણ વાતે નકકી કરી. પહેલી વાત એ કે આત્મા અનાદિ છે, બીજી વાત એ કે કર્મ અને જન્મ પણ અનાદિ છે, અને આત્મા કર્મ અને જન્મની પરંપરામાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, ભગવાન શ્રી ગણધર મહારાજને શ્રીમતી દીક્ષા સાથે ત્રીપદી મળી હતી, તેમ જૈનપણામાં પ્રથમ પગથીયે ચઢનારાને આ મહત્વની ત્રીપદી મળે છે. એ ત્રીપદી કઈ? એજ કે જીવ અનાદિને, સંસાર અનાદિને અને કર્મ પણ અનાદિના. એક અપેક્ષાએ ગણધરની ત્રીપદી જીવને માટે જેટલું કામ ન આપે તેના કરતાં અનેક ગણું કામ આ ત્રીપદી આપે છે ગણધર ભગવાનને જે ત્રીપદી આપવામાં આવી હતી તે તેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું તે પછી આપવામાં આવી હતી, પરંતુ ઉપર જણાવેલી ત્રીપદી તે મુળ ભૂત રૂપ છે જે આ ત્રીપદી ન હતા તે સમ્યકત્વ અથવા બીજું કઈ પણ પદ નજ મળી શકે એ ખુલ્યું છે. સર્વ પદાર્થની શ્રદ્ધા એ સમકિત છે. પરીક્ષામાં ઉત્તમ પ્રકારેઉત્તીર્ણ થયેલે તે છે કે જે સેએ સે માર્ક મેળવે છે, તેમ જૈનપણમાં સર્વ પદાર્થની શુદ્ધ શ્રદ્ધા હોય એ જરૂરનું છે. ઉપર જે ત્રીપદી માનવાની કહી, તે તે જૈનપણાનું પ્રથમ પગથીયું છે. તમે કહો છે કે અમે મહાવીર ભગવાનને દેવ માનીયે છીએ જીનેશ્વર ભગવાનને દેવ માનીએ છીએ પણ તમારી એ માન્યતા સાચી છે એમ કયારે કહી શકાય, કે જ્યારે તમે જીનેશ્વર ભગવાન જે આજ્ઞા કરે છે તે કબૂલ રાખે ત્યારે, અથવા જો તમે તેની આજ્ઞા કબૂલ ન રાખે, એણે બતાવેલા માર્ગે ન જવાય તો ભલે; પણ એ માર્ગે જવાની ભાવના પણ ન રાખે તે પછી તમે જીનેશ્વર દેવને માને છે એને કંઈ અર્થ જ નથી. આ બધી ચર્ચા ઉપરથી જે તમે કંઈ સાર ન કાઢે તે મારૂં વ્યાખ્યાન આપેલું અને તમારું સાંભળેલું બધું વ્યર્થ છે, ત્યારે હવે આ ઉપરથી સાર શું કાઢવાને ! જ્યાં સુધી હદયમાં મિથ્યાત્વ હોય, ત્યાં સુધી આપણે શાંતીથી ઉંઘી લઈએ, પણ જૈનત્વને પહેલે પગથીએ ચઢયા, આત્મા અને કર્મને અનાદિના માન્યા, અને કર્મ સંગથી અનાદિથી આત્મા ભવ પરંપરામાં રખડે છે એમ માન્યું, તે હવે છેલ્લી વાત એ છે કે એ રખડપટ્ટી મટાડવાને માટે તમારે કંઈ ઉપાય શેધજ રહ્યા. એ ઉપાય એ છે કે તમારે કોઈપણ પ્રકારે ઉપર જણાવેલી ત્રીપદી હદયમાં દઢ કરવી અને તે પછી જે કર્મને કરે આત્માને વળગેલે છે તે દુર કરવાને માટે બીજું કંઈજ ન બને તે દઢ સંકલ્પ તે જરૂરજ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com