________________
આનંદ-સુધાસિંધુ.
(૩૧)
સુધા–બિંદુ ૧ લું.
વિક જૈનત્વનું મૂળ શું? .
આત્માને જન્મ કયાંથી? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજ
ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર અષ્ટક નામના ગ્રંથ પ્રકરણમાં તેઓશ્રી જણાવે છે કે અનાદિકાળથી દરેક જીવ ભવની પરંપરામાં રખડે છે. આ જીવ કયાંથી રખડે છે, અને જ્યાં સુધી રખડે છે; તેને ઉત્તર એ છે કે, જ્યાં સુધી જીવને પિતાના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે રખડે છે. જે મનુષ્ય પિતાની દૃષ્ટિ આત્મા તરવાળીને એમ વિચાર કરે, કે હું એટલે કેણ? હું કયારને આવ્યો? ક્યાંથી આવ્યું? મારી ફરજ શુ છે? આત્મા તરીકે મેં જગતમાં શું કર્તવ્ય કર્યું છે ? અને મારું છેવટનું કરવાનું કામ કર્યું છે? તે પછી તે જીવ ભવ પરંપરામાં વધારે વખત રખડી શકે નહી. કેઈ પણ જીવ અથવા કોઈપણ મનુષ્ય એવી કલ્પના કરી શકતા નથી કે મારે જીવ પાંચ વરસ પછી આ છે, કિવા ગર્ભમાં મારો જીવ ઉત્પન્ન થયે છે. મનુષ્યને ગર્ભની અવસ્થાને ખ્યાલ હોતો નથી, છતાં એ કેઈપણ મનુષ્ય એમ માની શકતું નથી કે મારે જીવ ન ઉપજે છે અથવા અમુક વર્ષ ઉપર ઉત્પન થયે છે. જીવ કઈ વસ્તુને બનેલું છે, તે મનુષ્યના ખ્યાલમાં આવી શકતું નથી શાસ્ત્રની વાત બાજુ પર રાખીએ તે પણ એ વાતતે ચેકકસ છે કે જીવ શાને બનેલું છે, જીવ કયારે ઉત્પન્ન થયે તે પણ મનુષ્યને માલમ નથી.
મનુષ્ય સુતે હોય, જાગી જાય, સ્વપ્ના આવે આ બધી અવસ્થા એવી છે કે તેની દરેક સ્થિતિને મનુષ્યને પુરેપુરે ખ્યાલ આવે છે, અને દરેક સ્થિતિ તે સારી રીતે અનુભવે છે, તેજ પ્રમાણે દરેક મનુષ્ય પિતાને જીવ કયારે થયે છે એ વસ્તુને અનુભવી શકતું નથી. જ્યારે એ વસ્તુ આપણે અનુભવી શક્તા નથી તે પછી જીવ ઉત્પન્ન થયાને આપણને ખ્યાલ ન હોય એ કુદરતી છે. મનુષ્યને સ્વપ્ન આવે છે સ્વપ્નામાં તે હસે છે યા રડે છે, કિવા બીજી ગમે તે રીતે તે અનેક કલ્પના કરે છે. દુનિયામાં આજે ઘણા આશ્ચર્યો આપણે જોઈએ છીએ, વિવિધ પ્રકારની શોધખોળ જગતમાં થઈ છે, અનેક નાના મોટા યંત્રે ચાલી રહ્યા છે પણ એ સઘળી વસ્તુનું મૂળ મનુષ્યની કલ્પનામાં છે, કલ્પનાનું મૂળ અનુભવ અને એ અનુભવથી મનુષ્ય પહેલાં દરેક વસ્તુ કલ્પનામાં સર્જાવે છે, પછી તે વસ્તુ જનારૂપે કાગળ ઉપર લખાય છે પછી તેને પ્રત્યક્ષ વહેવાર થાય છે, અને એ કલપનાનું આપણે સ્થળ રૂપ થયેલું જોઈએ છીએ, પરંતુ વિચાર કરે કે બધાનું મુળશું? તે એકજ જવાબ મળશે કે કલ્પના હિંદુસ્થાનમાં મહાકવી કાળીદાસ ભવ ભુતિ વગેરે મહાકવીઓએ તથા યુરોપમાં શેક્ષપીયર જેવા પુરૂએ અનેક ગ્રંથ રચ્યા, પાક્યા, અમેરીકામાં એડીસને વિવિધ જાતની શોધ જગતમાં ન યુગ પ્રગટાવ્યા, એ બધું શાથી થયું ? જવાબ એકજ છે કે મનુષ્યની કલ્પનાથી. ખોળ કરી, પણ મનુષ્ય આ બધી કલ્પના કયાંથી કરી જવાબ એક છે કે તેણે જે વસ્તુ અનુભવી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com