________________
( ૧૨ )
સુધામિદુ ૧ લું.
અને તેથીજ વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થવાની જરૂર છે, એ ભાવના ઉત્પન્ન થાય અને તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય તે જગતની નશ્વરતાને તરી જવાય. ભાવના એ પ્રકારની છે. એક સમ્યકત્વની ભાવના, અને ખીજી વૈરાગ્યની ભાવના સમ્યકત્વ એટલે તત્વ પ્રતિતિ. એ તત્વપ્રતિતિને ટકાવી રાખનારી ભાવના કહેવાય છે. અને વર્તનને સુધારનાર, યોગ્ય વલણુ આપનાર, સદ્માર્ગે દોરનાર તે વૈરાગ્યભાવના. જેતત્વ પ્રતિતિને ટકાવે, તેનું સંરક્ષણ કરે, અને તત્યપ્રતિતિ પ્રમાણેજ વિચારો પણ પવિત્ર રાખવામાં મદદરૂપ થાય તે સમ્યકત્વ ભાવના, અને પવિત્ર વન કરાવે, ચારિત્ર્ય શુદ્ધિ કરાવે તે વૈરાગ્યભાવના વૈરાગ્ય ભાવના વનને, ચારિત્ર્યને નિળ રાખે છે, અને વનની શુદ્ધિ રાખવામાં જે કંઇ વિઘ્નો નડે તેને દૂર કરે છે. એટલે વનની શુદ્ધિ કરનારી પવિત્ર વન ટકાવી રાખનારો વૈરાગ્ય ભાવના છે, સમ્યકત્વ ભાવના છે, વૈરાગ્ય ભાવનાનાં લક્ષણ કયાં છે તે હવે જોઇએ. મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવના તે સમ્યકત્વ ભાવના, તત્વની પ્રતિતિ કરનારે, સમ્યકત્વની ઇચ્છાવાળાએ આ ચાર ભાવનાઓમાં આતપ્રોત થઇ રહેવુ જોઇએ. જેનામાં આ ચાર ભાવના એતપ્રેત ન હૈાય તેને સમ્યકત્વ છેજ નહીં. એટલુજ નહીં, પણ એમ છે તેાપછી ધર્મ પણ કયાં છે? ધર્મ એટલે શું ? જે કાઈ આ ચાર ભાવના સહિત શાસ્ત્ર કહેલી પ્રવૃત્તિ અનુષ્ઠાનઆદિ ક્રિયા કરે તેનું નમ ધર્મ કહી શકાય. માત્ર કલ્પનાથી એમ કહેવાની જરૂર નથી, ધરૂપી હીરાનું સ્વરૂપ નિરૂપણ કરવું તે મન માને તેમ હાંકીએ, મરજીમાં આવે તેમ તેનું વર્ણન કરીએ તે ન ચાલે. એનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ, અને તે યથાસ્થિત સમજવા માટે શુદ્ધ દિલના પ્રયત્ન જોઈએ. વળી એ માટે શાસ્ત્રકારની સાક્ષી પણ જોઇએ. તેમની સાક્ષી વિના એલાતા વચનની કોંમત ખેર જેટલી પણ નથી, શાસ્ત્ર વગર નિરક્ષેપ કહેવાય તે તેની શી કિંમત ? કાંઇજ નહિ! અહીં કોઈ પ્રશ્ન કરશે કે મૈત્રી વગેરે ચાર ભાવના નહાય ત્યાં ધર્મ જ નહીં ધર્મ ત્યાંજ છે કે જ્યાં મૈત્રી વગેરે ચાર ભાવના હાય આ તમારૂ ખેલવું શાસ્ત્રાનુસાર છે, કેમ કે જ્યાં ધર્મનું સ્વરૂપ દેખીએ ત્યાં ॥ દુત પ્રવĒતુ ધારળાનું ધર્મ પુતે ॥ દૂતિમાં પડવા માંડેલા જીવને રોકી રાખે તેથી ધકહેવાય ’ ત્યાં ભાવનાનુ નામ કે ભેદ નથી, આમ છે તેા ચાર ભાવના હોવી જોઇએ એ કયાંથી કાઢયું ? જીવને દુર્ગાતિએ જતા રોકી શુભ ગતિમાં મૂકે તેનું નામ ધર્મ, આ બન્નેમાં એક પણ સ્થળે ભાવનાનુ નામ નથી તેા પછી ચાર ભાવના હાય તાજ ધર્મ, અને ન હોય તે અધ. આ ઇમારત કાચા પાયા પર ચણી ! એ વચનને શે। આધાર છે ? આ પ્રશ્નને પણ ઉત્તર છે. શકાનુ નિવારણ હેલું છે.
આનંદ–સુધાસિન્ધુ.
ચારિત્ર્યશુદ્ધિ માટે વૈરાગ્ય.
ફળ અને સ્વરૂપ. જે બ્લેક તમે ઉપર કહ્યા છે. તે ખરે છે પણ એ શ્લોક ધનુ' ફળ - જણાવનારા છે. એ ધર્મનું ફળ શું તે બતાવે છે, પણ ધર્મનું સ્વરૂપ કયું ? તે એ શ્ર્લોકમાં જણાવ્યું નથી, અને હમણાં આપણે તે ધર્માંના સ્વરૂપની ચર્ચા કરીએ છીએ. તમે કહેલા અને શ્લોકોમાં ધર્મના સ્વરૂપ વિષે કશુંજ કહ્યું નથી, એટલે આ સ્થળે એ દૃષ્ટાંત કેમ આપી શકાય ? એ શ્લાકના અં આ વિષય સાથે મુકીને કેમ ઘટાવી શકાય ? જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com