________________
આનંદ-સુધાસિંધુ.
( ૭ )
સુધાબિંદુ ૧લું. મતનું નામ ધરાવનાર અને જીનેશ્વરને દેવ તરીકે માનનારાઓમાં આવું કદી સાંભળ્યું છે? જીવને બચાવવામાં પાપ છે એ કલ્પનાજ કેવી લાગે છે? એમની અપેક્ષાએ બચાવનારા ૭ મીએ જવાના! કસાઈ તે પહેલીએ જાય કે ન પણ જાય, પણ બચાવનારા મહાપાપી, કારણ કે તેમને તે અઢારગણું પાપ લાગ્યું, સસલાને હાથીએ બચાવ્યા તો સસલાના અઢાર પાપ હાથીને લાગ્યા, અને એ અઢાર પાપના પ્રતાપે હાથી મનુષ્ય થયે અને સંસાર ઓછો કર્યો. સસલા તરફ બતાવેલી અનુકંપાને લીધે હાથીને મનુષ્યપણુ મળ્યું ને સંસાર પાતળો કર્યો સુત્રકારે આમ કહ્યું, હવે હાથીને પાપ લાગ્યું હોય, સસલાને બચાવનાર તરિકે તેના તરફ અનુકંપા દર્શાવનાર તરિકે હાથીને જે અરાઢ પાપ લાગ્યાં હોય તે શાસકારે એને માટે આવાં વચન કેમ ઉચ્ચારે? શું શાસ્ત્રકારે પિતે પાપી હતા? તેમના મતે એમજ હોવું જોઈએ. શાસ્ત્રકાર પાપના કુંડામાંના કીડા હોવા જોઇએ, નહીં તે અઢાર પાપ કરનારને મનુષ્યપણુ અને સંસાર પાતળો કરનાર કેમ વર્ણ ? સુત્રકાર કહે છે કે અનુકંપા એ અહિંસા છે. પણ એ બે જુદી વસ્તુ છે. અનુકંપાની જગા પર અહિંસા કહી દેવી. અહીં એકલા સસલાની અહિંસા છે કે બધાની અહિંસા છે? શાસ્ત્રકારોએ એકલા સસલાની અનુકંપા કહી છે તે એમાં જગતના બધા જ પ્રત્યેની અનુકંપા છે કે નહીં? બધા જીવોની અહીંસા છે કે નહીં? ત્યારે સસલાની અનુકંપા કેમ લખી ? બધા જીની અહિંસા છે તે એકલા સસલાની અહિંસા કેમ ગણાઈ? આથી કેઈએ કુટ કલ્પના કરી કે અનુકંપા બે પ્રકારની હોય છે, એક જેમાં પાપ થાય તે ને બીજી જેમાં પાપ ન થાય તે. આ સસલાની અનુકંપા બીજી અનુકંપા જેમાં પાપ નથી તેવી છે એટલે તે નિરવ અનુકંપા, અને બીજી સાવદ્ય અનુકંપા. અહીં મૂMઈપણું પૂરું થયું. અનુકંપા પણ પાપવાળી હતી હશે? હેય. સસલાની અનુકંપા પાપ વગરની ગણાય. પણ તમારી તે અનુકંપા પણ પાપવાળી છે. અને પછી અરાઢ પાપસ્થાનક સેવે, તેથી અનુકંપા પાપ વગરની થવાની જ નહીં! અનુકંપામાં બે વસ્તુ રહી. પાપ ને પણ લાગે, ને પાપલાગે પણ ખરૂં. મા મારી રાંડ વાંઝણી વગેરે શબ્દો કેવા લાગે છે? અનુકંપા તેિજ પાપરૂપ હોય તે સાવદ્ય અને નિરવદ્ય વિશેષણ ક્યા લગાડશો? પણ આ કલ્પનાજ ખોટી છે. અનુકંપા પાપવાળી છે જ નહીં અનુકંપા તે સુંદર છે, અનુકંપામાં સાવદ્ય નિરવદ્યપણું રહેલું નથી. હવે અઢાર પાપસ્થાનકની અનુમોદના તમારા ઘરમાં ચીતરવાનું રહ્યું, જગમાં બતાવવાનું ન રહ્યું, જેમાં બીજું પાપ ન થાય તે નિરવધ અનુકંપે. તો હવે સસલાની અનુકંપા હાથીએ કરી તે નિરવદ્ય કે સાવધ? અજાણ્યા એને નિરવ કહેશે, પણ પછી સાવદ્ય કહેવી પડશે.
હાથીની અનુકંપા કેવી? હાથીનું કૃત્ય કંઈ જેવું તેવું નહોતું. એ કંઈ સામાન્ય અનુકંપા નહતી, આવું કૃત્ય તે મનુષ્યના હાથે પણ ભાગ્યેજ થાય છે. એણે શું કર્યું? અઢી દિવસ સુધી પગ ઉંચે રાખે. પરિણામે પગ ગંઠાઈ ગયે. હવે તે આ અનુકંપાને સાવધ કહી શકાય કે નહીં? આ દશા હાથીની શા કારણે થઈ? દયાભાવનાને લીધેજ આવી દશા થઈ એ તે ખરુંને? પહાડ પડે તેમ હાથી તુટી પડે! અનુકંપાને લીધે જ પડે. પણ હાથી નીચે શાથી પડે તે પૂજીને પડે કે કેમ ? ગમે એમ હોય તે પણ હાથીની અનુકંપા સાવજ છે, હાથીને સાતદિવસ સુધી ભુખ અને તરસ ભેગવવાં પડયાં આ વેદના શું ઓછી હશે ? આ બધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com