________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૪ )
સુધા–બિંદુ ૧ લું. વનારા જે ધર્મ છે તેનું સ્વરૂપ જાણવા કે તપાસવા તૈયાર ન હોય તે તેનું શું થાય ? એને કશી પ્રાપ્તિ થાય નહીં. હીરા, મેતી, સેનાની કીંમત જાણે, કીંમત બરાબર બેલે, પણ આ સાચે હરે છે કે ઈમીટેશન છે; મોતી છે કે ફટકીયું એ તરફ ધ્યાન દેનહિં ને એમાંથી લાભ ઉડાવવા ને ફળ મેળવવા ઈચ્છે તે શો લાભ મળે ? એની બુરી દશા થાય. કેવળ ફળ તરફ જ ધ્યાન રાખનાર એ માણસ ફળ ચુકી જાય. કીંમત તે જાણતું હતું, ફળ મેળવવા આતુર હતા છતાં ફળ મળ્યું નહીં, શાથી ચુકયે ? કારણ કે સ્વરૂપ જાણવાની એણે કાળજી ન રાખી. સાચે હીરે ને નકલી હીરે પારખવાની શકિત એનામાં નહતી. સોનું કયું પીત્તળ કર્યું એ ઓળખી શકતો નહોતો. આ સ્થિતિમાં બીજું શું થાય? પણ સ્વરૂપના તરફ નજર રાખનાર ચતુર હોય છે. એ સ્વરૂપની તપાસ કરે છે, તેને ઓળખે છે અને સાથે સાથે ફળ મેળવે છે. એકલા સ્વરૂપ તરફ દ્રષ્ટિ રાખે તેયે તે ફળ ચૂકતા નથી. પણ એકલી કિંમત તરફ ધ્યાન રાખે અને સાચું ખોટું ન જુએ કે ન સમજે, એ બાબતનું ધ્યાન ન રાખે તેને ફળ પ્રાપ્તિ નથી થતી. ક્યાંથી થાય! જે સ્વરૂપ તરફ ધ્યાન ગયું હોય તે તે કીંમત તે એની મેળે સૂઝે, બજાર સૂઝાડે. કે કઈ કહેશે પિત્તળ લઈને પચ્ચીસ રૂપીઆ લેખે નાણું આપે છે. તેની કેવી હાંસી થાય ! ઈમીટેશન લઈ જાઓને રસ્તી તરીકે હિસાબ આપો એમ કહે તે ! તેને ફળ તરફ ધ્યાન છે કે નહીં? કેમ, એવા માણસની હાંસી શા માટે કરે છે! તેને ધ૫ શા માટે મારે છે? તેને દુકાન પરથી શા માટે ઉતારી મૂકે છે? કારણ કે તેણે સ્વરૂપ ઓળખ્યું નથી. જેણે સ્વરૂપ તરફ ધ્યાન નથી આપ્યું તે તિરસ્કારને પાત્ર છે. તે જગતમાં કંઈ શુભ સાધી શકતો નથી. મતભેદ કયાં છે ? ફળને માટે મતભેદ છે એમ? ના, એમ નથી. ફળની અપેક્ષાએ મતભેદ કઈ સ્થળે નથી. તમે કહો છો કે ધર્મ હૃતિને રોકનાર છે, સદ્ગતિએ દેરનાર છે, તે બીજાઓ શું માને છે બીજાએ એ નથી જાણતા, નથી માનતા એમ? તેઓ શું એમ માને છે કે ધર્મ દુર્ગતિને આપનારે છે સદ્ગતિને રોકનાર છેતમે ધર્મને સદ્ગતિ આપનાર માને છે ને બીજા સદ્દગતિ ઝુંટવી લેનાર માને છે એમ? ના, ના, એવું તે અનાર્યો પણ માનતા નથી. દુર્ગતિના માર્ગથી ખસવા ન દે તે ધર્મ એવું કેઈ અનાર્ય પણ સ્વીકારે નહીં. ધર્મ ફળને અંગે તે આખી દુનિયા એકમત છે. પણ ત્યારે ભેદ શામાં છે? એજ જાણવાની જરૂર છે. ભેદ શામાં છે, અને કયે છે એજ સમજવાની જરૂર છે. આપણે આગળ કહી ગયા કે ધર્મફળને અંગે કોઈ સ્થળે મતભેદ નથી, એ બાબતમાં સે એકમત છે. ત્યારે હવે કયાં ફેર છે? સ્વરૂપમાં મતભેદ છે. દુર્ગતિને જે રોકે છે, જે સદગતિને આપે છે, એ ધર્મ કયે? એ ધર્મનું સ્વરૂપ કયું? એ સ્વરૂપમાં ભિન્નતા છે, અહીંજ મતભેદ છે. આ જગતને ફળમાં પરસ્પર ભિન્નતા નથી. રૂપમાં તે એકમત છે. કેઈ પણ ધર્મ જુએ, ફળમાં કયાંક વિરોધ નહિ જણાય. ફળમાં સિા ધર્મોની એક સમાન માન્યતા જણાશે કેઈ પણ ધર્મ , કેઈ પણ પથ જુઓ, તૈયાયિક, વૈશેષિક, શિવ વગેરે જેનાથી ઉન્નતિ અને મોક્ષ મળે, જેનાથી મુકિત પદે પહોંચાય, જેનાથી આત્માને વિકાસ સાધી શકાય તે ધર્મ માને છે. બધા જ ધર્મો આ વસ્તુ સ્વિકારે છે, અને ઉપદેશે છે. કેઈ વ્યકિતએ, કે કઈ ધમેં હજી સુધી એવું નથી કહ્યું કે અભ્યદયને નાશ કરે, ઉન્નતિ માર્ગમાં–આત્મવિકાસમાં અંતરાય નાખે, મોક્ષ દૂર રાખે, દેવકના દ્વાર બંધ કરે તે ધર્મ. આવું કેઈએ કહ્યું પણ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com